SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1223
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૨૭૩ શ્રી ચંદ્રકાન્ત મૂળશંકર શાહ શ્રી ચંદ્રકાંતભાઈ મૂળશંકર અગીઆવીના વતની છે. હાલ મુંબઈમાં વસવાટ કરે છે. પિતાશ્રીનું વાત્સલ્ય નાની ઉંમરમાં ગુમાવેલું. સાધારણ પરિસ્થિતિમાં માતાએ ત્રણેય બાળકોને ઉછેર્યા. S. S. C. ને અભ્યાસ સિહોર મુકામે કરી ૧૯ વર્ષની ઉંમરે મુંબઈમાં આવી સવીસ ચાલુ કરી આપમેળે મહેનત કરી ઊંચા આવ્યા. મુંબઈમાં ૩૦ વર્ષથી વસવાટ કરે છે. ૧૦ વર્ષ સવીસ કરી ત્યાર બાદ ઈલેકટ્રીક લાઈનમાં ધંધે તથા મેન્યુફેફચરીંગ શરૂ કરી. પ્રભુએ સારી યારી આપી. ૧૯૭૨ માં નવા ધંધાનું સાહસ ક સન લાઈનમાં સાહસ કરી. તેમાં આજે એક મોટા બિલ્ડર્સ તરીકે નામના મેળવી. શ્રી ઘેધારી વિશા શ્રીમાળી જ્ઞાતિની દરેક સંસ્થાઓમાં તનમન-ધનને ભોગ આપી અગ્રગણ્ય ભાગ લે છે. આટલી નાની ઉંમરમાં તેમણે પોતાના વતન સિહેરમાં પિતાના માતૃશ્રી ગજરાબહેન મૂળચંદના નામે દરેક ભાઈઓને ભેદભાવ વગર ફક્ત ૨૦ પૈસામાં દવા મળે તે માટે સાર્વજનિક દવાખાનું ચાલે છે. શિહેરમાં ચાલતી આયબિલ શાળામાં કાયમ માટે સારી રીતે ચાલુ રહે તે માટે સારી રકમ આપી પૂરું કરી આપ્યું. મહાવીર જૈન વિદ્યાલયમાં અંધેરી શાખામાં પોતાના પિતાશ્રીના નામે સારી ૨કમ આપી ભોજનગૃહને આદેશ લીધેલ છે. મુંબઈમાં સાયનમાં ચાલતી આયંબિલ શાળામાં આ માસની શાસ્વત એવી કાયમ માટે રૂા. ૮૭૭૭૭ સારી રકમ આપી પોતાના માતુશ્રી ગજરાબેન મુળચંદના નામે આદેશ લીધેલ છે. પાલીતાણામાં કેસરીયાજીમાં ભોજનગૃહ પિતાના માતુશ્રી ગજરાબેનના નામે ત્યાં તેમના કુટુંબીજનના નામે આદેશ લીધેલ છે. પાલીતાણા ડેમ ઉપર સેનેટરીયમમાં પિતાશ્રીના નામે લોક કરાવેલ છે. સુરત મહાવીર જૈન હાસ્પિટલમાં પણ સારી રકમ આપેલ છે. તે ઉપરાંત જૈન જ્ઞાતિની ચાલતી સંસ્થા જેવી કે યશોવિજય જૈન ગુરુકુલ સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ તાલધ્વજ જૈન વિદ્યાથી ગૃહ, મહાવીર વિદ્યાલય, કન્યા છાત્રાલય વડોદરા શાખા, મહુવા બાલાશ્રમ જેવી અનેક સંસ્થાઓમાં સ્કોલર ભજન તિથિ અન્ય ક્ષેત્રે સારી રકમ દાન આપેલ છે. તે ઉપરાંત સંવત ૨૦૭૭માં પિતાના વતન સિહોરમાં ઉપધાનમાં પિતાનો સારો હિસ્સો આપી લાભ લીધેલ. તે ઉપરાંત ૨૦૩૭ માં કદમગીરીમાં પ. પૂ. આચાર્ય શાસન સમ્રાટ મેરુપ્રભુસૂરીશ્વર મહારાજની નિશ્રામાં વિધિ સહિત યોજેલ આયંબિલની ઓળીમાં પિતે સારો હિસ્સો આપી અમૂલ્ય લાભ લીધેલ. અગીઆવીમાં પિતે પ્રતિષ્ઠા કરાવી સારી રકમ અપેલી. અભ્યાસ ઓછો હોવા છતાં ખૂબ જ જ્ઞાની છે. આજે દરેક કાર્યમાં પૂરા ધગશથી (જે કાર્ય લે તે નીડરતા) કામ કરે છે. દરેક જગ્યાએ ભજનગૃહ, તિથિ દરેકમાં સારું દાન કરવાની ધગશ ધરાવે છે. સમાજ માં અગત્યનું જે ૩૫ સ્થાન ધરાવે છે. ધારી વિશાશ્રીમાળી સહાયક ટ્રસ્ટમાં એડવાઈઝરી વોર્ડમાં છે. શ્રી ચંદ્રકાંત મગનલાલ શાહ ઉત્સાહી ભાઈ શ્રી ચંદ્રકાંત મગનલાલ શાહનું વતન કેરિયા (ૌરાષ્ટ્ર) છે. તેમની ઉંમર ૪૩ વર્ષની છે. તેમને વ્યવસાય ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે છે. તેમની પ્રવૃત્તિ નીચે મુજબ છે. * શ્રી કોટ શાંતિનાથજી જૈન યુવક મંડળના સેક્રેટરી તરીકે હાલમાં તેઓ સેવા આપી રહ્યા છે. ર શ્રી રા. ગુ. અછારીવાળા જૈન છાત્રાલય, બોરડીનાં તેઓ શુભેચ્છક છે. * બેરડી હાઈસ્કુલ પેસ્ટ ટુડન્ટસ એસેસીએશનની વર્કગ કમિટીના સભ્ય છે. * શ્રી કે. ત. મૂ. પ્ર. જે. સંધના વકીગ કમિટીના ચુંટા એલ હંગામી સભ્ય છે. આ ઉપરાંત ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ રસ ધરાવે છે. શ્રી ચતુરભાઈ અમીચંદ દોશી નાની વયમાં ધંધાર્થે મુંબઈ ગયા અને દૂધની દલાલીના જાણીતા ધંધામાં શ્રી ગણેશ માંડયા. એક પછી એક પ્રગતિના સોપાન ચઢતા ગયા. આજે દૂધની દલાલીના ધંધામાં પાયધૂની ઉપર તેમની પેઢી ખૂબ જ જાણીતી બનેલી છે. આપબળે શૂન્યમાંથી સર્જન કરી બે પૈસા કમાયા. કાબેલ અને વ્યવહારકુશળ આ અગ્રણી વ્યાપારીએ પિતાના ધંધાને ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધીને પિતાના કુટુંબને પણ ઉત્કર્ષ સાધ્યો. પુત્રોને ઉચ્ચ કેળવણી આપી પરદેશ મોકલ્યા – મોટા પુત્રને શ્રી જયંતભાઈએ ડેકટરી લાઈનમાં આગળ વધી ખૂબ જ નામના મેળવી છે, અને સાથે જીવનના ઉચ્ચતમ આદર્શોનું પણું જતન કરી રહ્યા છે. આ કુટુંબમાં સ્વાભાવિક ઉદારતાના ગુણે હેવાથી નાના મોટા સામાજિક ફાળાઓમાં ઊભા રહી સમાજ પ્રત્યેની ફરજ બજાવતા રહ્યા છે. વતન ટીમણામાં પણ તેમનું સારું એવું દાન છે. તળાજા બેડિગ અને બીજી જૈન સંસ્થાઓમાં તેમની દેણગીએ તેમના કુટુંબને યશકલગી ચડાવી છે. દુઃખી ભાઈઓને મદદ, સાધુસાવીઓની વૈયાવચ્ચ, કેળવણી માટે મદદ, જીર્ણોધ્ધાર માટે જયાં જયાં પાત્રતા જોઈ ત્યાં ત્યાં સહેજ પણ પાછા પગ મૂકતા નથી. ધર્મક્રિયાઓમાં પૂર્ણ પણે રસ લેતા રહ્યા છે. ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે સમાજને તેમની વધુ સેવા મળતી રહે તેવું આપણે ઈચ્છીએ. શ્રી ચંપકલાલ બી. દેશી ૧૯૩૩માં જન્મ. ૧૯૪૯ થી કોંગ્રેસ સમાજવાદી પક્ષના સભ્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy