SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1215
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૨૬ ૫ સંપન્ન કુટુંબ વ્યવસાય અર્થે મુંબઈ આવીને વસ્યું. કાંતિભાઈએ મુંબઈમાં ઘર દેરાસર ઊભું કરાવ્યું. અને ધર્મભાવનાની મંગલ તને કાયમ માટે જલતી રાખી. સુપુત્ર શ્રી કાંતિભાઈને ગળથુથીમાંથી જ સંસ્કાર મળેલા. મેટ્રિક સુધીનો અભ્યાસ કરી પિતાની હૈયા ઉકલત અને સ્વયંબળે જ માત્ર બાવીસ વર્ષની ઉમરે કાંતિલાલ ઝવેરી નામની શરાફી પેઢીની સ્થાપના કરી અને ઉત્તરોત્તર પછી તે આ પેઢીએ પ્રગતિ સાધી. ૨૬ વર્ષે કાંતિભાઈને સ્વર્ગવાસ થયા. સ્વ.શ્રી કાંતિભાઈના બે પુત્રો શ્રી બિપીનભાઈ તથા શ્રી સતીશભાઈ આ બંને ઉપરોક્ત પેઢીનું સફળ સંચાલન કરી રહ્યા છે. મુંબઈના આત્માનંદ જૈન સભાના તેઓ વર્ષો સુધી અગ્રેસર રહ્યા. ગોડીજી જૈન દેરાસરમાં મુખ્ય આગેવાન હતા. શરાફ મહાજન સંસ્થાના વર્ષો સુધી ઓનરરી સેક્રેટરી ૨હ્યાં. મિતભાષી સ્વભાવ અને સાદું જીવન એ એમનાં ખાસ લક્ષણે હતાં. શ્રી કૈલાસભાઈ એચ. વકીલ શ્રી કૈલાસભાઈનું મૂળ વતન અમદાવાદ–૧૯૩૨ થી મુંબઈમાં તેમનું આગમન થયું-શરૂઆતમાં ઈન્કમટેકસમાં નેકરીથી જીવનની શરૂઆત કરી. સૌરાષ્ટ્ર સરકાર વખતે આસિસ્ટંટ કમિશ્નર તરીકે યશસ્વી કામગીરી, ત્યારબાદ મુંબઈમાં સ્થિર થયાં. વિવિધ ધાર્મિક, અને સામાજિક સંસ્થાઓમાં તેમની નેધપાત્ર સેવા જાણીતી બની છે. આખિલ હિંદ કોન્ફરન્સ, જૈન ગોડીજી, લાલબાગ ભોજનશાળા વગેરેમાં ટ્રસ્ટી તરીકે સારું કામ કર્યું. મરીનડ્રાઇવ એસેસીએશનના પ્રમુખ તરીકે પણ ઘણે સમય સેવા આપી. ૧૯૬ થી ૧૯૭૦ દરમિયાન જે. પી. તરીકે સન્માન પામ્યા. અમદાવાદમાં સમેતશિખર દેરાસરના જિર્ણોદ્ધારમાં સક્રિય રસ લીધે. મુંબઈ ખાતે આ. ક. પેઢીના ટ્રસ્ટી અને સલાહકાર તરીકે સેવા આપવા ઉપરાંત જૈન એજ્યુકેશન સેસાયટી વગેરેમાં તેમનું પ્રદાન યશસ્વી રહ્યું છે. રવ. શ્રીયુત ખીમચંદ છગનલાલ સ્વ. શ્રી ખીમચંદભાઈ વૃક્ષ જેવું પરોપકારી જીવન જીવી ગયા. તેઓશ્રી ભલે આજે સ્કૂલ શરીરે વિદ્યમાન નથી, પરંતુ દુઃખીની સેવા માટે સતત જાગૃતિ, વ્યાપાર-ધંધામાં પ્રામાણિકપણું, સત્ય, સદાચાર અને શ્રધ્ધાને ત્રિવેણીસંગમ, સુપાત્રદાન, અનુકંપાદાન અને શિક્ષણના ક્ષેત્રમાં હજાર રૂપિયાની ઉદાર સખાવત વગેરે તેમના સદ્ગુણની સુવાસ આજે પણ વિદ્યમાન છે. તેઓની જન્મભૂમિ સૌરાષ્ટ્ર-ધ્રાંગધ્રા પાસેનું ગુજરવદી ગામ. તેમણે પ્રાથમિક અભ્યાસ ખેરવા-જતનામાં અને ત્યાર બાદ સુરેન્દ્રનગર પાનાચંદ ઠાકરશી બોડીગમાં S.S.C E. સુધી કર્યો. રાષ્ટ્રપ્રેમને કારણે ૧૯૪૨માં કોંગ્રેસની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ લીધે હતો. ત્રેવીસ વર્ષે મુંબઈ આવ્યા અને ૧૯૪૯માં કે. સી. શાહ નામની કાં.ની સ્થાપના કરી. ૧૯૬પમાં A વર્ગના મીલીટરી કોન્ટ્રાટકર થયા. તેમના નાના ભાઈઓ ચિનુભાઈ તથા શાંતિભાઈના સહકારથી ગવર્નમેન્ટના કરોડો રૂપિયાના કેન્સેટથી કામ કરી પિતાની કાં.ની દેશ-વિદેશમાં ધણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે જતવાડ કેળવણી મંડળની સ્થાપના કરી અને પાનાચંદ ઠાકરશી બેડિ“ગના ટ્રસ્ટી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. દેવદર્શન અને ગુપ્તદાન એ તેમના જીવનને નિત્યનિયમ હતા. તેમને પૂ.આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, પૂ. શ્રી યશોવિજયજી વગેરે સાધુપુરુષના આશીર્વાદ મળ્યા. તેઓશ્રી ૪૫-૪૬ વર્ષની ઉંમરે અરિહંત પ્રભુનું સ્મરણ કરતાં-કરતાં વૈશાખ વદિ ૭, ૨૦૨૫માં તેઓ સ્વર્ગે સિધાવ્યા. શ્રી ખાંતિલાલ છોટાલાલ કેરડીયા અનેક જૈન સંઘ ઉપર જેમના અનંત ઉપકારે છે એવા પ. પૂ. પરમપકારી આચાર્ય દેવશ્રી હેમસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના અનન્ય ભક્ત, ધર્મપ્રેમી, ગુણાનુરાગી. શ્રીયુત ખાંતિલાલભાઈ મૂળ અમરેલીના પણ વ્યવસાય અથે વર્ષો પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયું. વિનમ્રતા અને ઉદારતાના ઉચ્ચત્તમ સંસ્કાર તેમને વારસામાં મળેલા છે. ચતુર્વિધ સંઘની સંધ ભક્તિના કોડ નાનપણથી જ પાંગર્યા હતા. મુનિ ભગવંતોની વૈયાવચ્ચ અને સાધાર્મિક ભક્તિના જ્યારે જ્યારે પ્રસંગો ઊભા થયા છે ત્યારે ત્યારે તેમનું આંતરમન સેળે કળાએ ખીલી ઊઠયું છે. તેમાંએ સ્વ. ઓ. દેવશ્રી હેમસાગર સૂરીશ્વરજી મ. સાહેબ પ્રત્યેને ગુરુભાવ આદરણીય, અવર્ણનીય અને સુંદર કહી શકાય. છેલ્લી ક્ષણ સુધી ગુરુદેવ પાસે જ તેમની હાજરી અને અંતિમયાત્રામાં પણ પ્રથમ પૂજને આદેશ લીધેલ તથા જે દિવસે આચાર્ય ભગવંતની સ્વર્ગવાસ રોહણ તીથી છે. તે આ શુદી ૮ ની કાયમી આંગી, સ્નાત્રપૂજા, પ્રભાવના આયંબિલ વગેરે હોય જ. પુણ્ય માર્ગે વપરાયેલી લક્ષ્મી પણ પુણ્યાનુબંધિ પુણ્યની લક્ષ્મીને વધારે જ છે, ઘટવા દેતી નથી. આ એક ધર્મને જ પ્રભાવ છે. કોરડિયા પરિવારના દિલની અમીરાત શાસનના ઇતિહાસમાં અનેખું પ્રકરણ કર્યું છે. સ્વનામ ધન્ય આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ. સા. સંવત ૨૦૩૭ના આ શુદી ૮ ના અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી રાજકેટ જૈન સંધ ઉપરના અનેક ઉપકારોની સ્મૃતિમાં શ્રી સંધ તરફથી જિનાલયના પ્રાંગણમાં ગુરુમંદિર બનાવવામાં આવેલ છે. શ્રી ખાંતિભાઈના કુટુંબમાંથી છ ભાઈ બહેનોએ દીક્ષા લીધી છે. ધન્ય છે એ પરિવારને. પૂજ્ય સાધુ-સાધ્વીઓની સુંદર પ્રથમ હરોળના પરમભક્ત Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy