SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1163
Loading...
Download File
Download File
Page Text
________________ દાનધર્મનું સ્વરૂપ અને આરાધનાનો મહિમા પ્રાસ્તાવિક :-- સામાન્ય રીતે દરેક ધર્મ કે સમાજમાં દાન આપવાની અને સ્વીકારવાની પ્રવૃત્તિને મહત્ત્વ આપવામાં આવે છે. પ્રાચીન કાળથી દાનને ધર્મ તરીકે મહત્ત્વ આપ-ખાખતાનુ વર્ણન કરવામાં આવેલુ' છે. વામાં આવ્યુ છે. દાન વિશેના ઉલ્લેખા પ્રાચીન જૈન આગમસાહિત્યમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. દાનના અર્થ એ છે કે પેાતાની ગણાય તેવી વસ્તુ પરના પેાતાના માલિકી હક્ક ત્યજીને ખીજાને તે હ આનંદથી અર્પિત કરી દેવે. આવી રીતે કરેલું દાન વ્યક્તિની ત્યાગની ભાવના વિકસાવે છે, ત્યાગને દરેક ધર્મોમાં તેના અંગ તરીકે અને આવશ્યક ગુણ તરીકે ગણવામાં આવ્યું। છે. આ રીતે ત્યાગ એ ધર્મ પ્રવૃત્તિ પણ બને છે. આ ઉપરાંત દાનમાં બીજાને મદદ કરવાની ભાવના પણ રહેલી છે. ટૂંકમાં દાન આપવાની પ્રક્રિયા પાછળ વ્યક્તિના ત્યાગની, મની, માનવધર્મની ઉચ્ચ ભાવનાએ કાર્ય કરી રહી છે. તેના લીધે જૈનધર્મીમાં દાનને એક મહત્ત્વના અંગ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. દાન આપવાની સાથે સાથે તેની વિશિષ્ટ પદ્ધતિ, દાન માટેનું સુપાત્ર, દાન આપવાના સમય વગેરે સપૂર્ણ-ચાક્કસ માહિતી વિવિધ ગ્રંથામાંથી (ઢાનપ્રકાશ, દાનખંડ, દાનમચૂખ) મળી આવે છે. દાનને લગતાં વિવિધ ગ્રંથામાં તેના વિશેની ચર્ચા ઉપરાંત હેતુ વિશેની ચર્ચા કરવામાં આવેલી હાય છે. દાનના વિવિધ હેતુ-માક્ષપ્રાપ્તિ ઉપરાંત પુણ્યપ્રાપ્તિ, ધના હેતુ, પૂ ધર્મ દ્વારા લેાકાપયેાગી થવાની ઇચ્છા, મિલ્કતના સદ્દુપ્રયાગ, પાપનિવારણ, યશ પ્રાપ્તિની ઇચ્છા વગેરે ગણાવી શકાય છે. પુત્રજન્માદિ કેટલાંક વિવિધ પ્રસંગેાએ દાન કરવામાં આવે છે. ભારતીય સાહિત્યમાં દાનનામહિમા : પ્રાચીન ભારતીય સાહિત્યમાં સૌ પ્રથમ દાન વિશેના ઉલ્લેખ આપણને દર્શન સાહિત્યથી માંડીને આધુનિક યુગના સાહિત્યમાંથી મળે છે. જૈન પર’પરાના આચારશાસ્ત્રના ગ્રંથા કે જે કાઈ પણ ભાષામાં હોય પણ તેમાં સાધુના આચારના નિયમાની સાથે દાન વિશે ઘણું લખાયું છે, આ થામાં સાગાર ધર્મામૃત, વસુની શ્રાવકાચાર, અમિતગતિ શ્રાવકાચાર, ઉપાસક અધ્યયન, જ્ઞાનાર્ણાવ, ચેાગશાસ્ત્ર તથા ઉપાસક દશાંગ શ્રી જયતિભાઈ ચંદુલાલ અહીયાં સૂત્ર મુખ્ય ગણાવી શકાય. આ બધા ગ્રંથામાં દાનના મહિમા ઉપયેાગિતા, જીવનવિકાસના માટે તેની જરૂરીઆત વગેરે Jain Education International અમિતગતિ શ્રાવકાચાર કે જેના કર્તા અમિતગતિ નામના પ્રસિદ્ધ આચાય છે તેમાં કુલ પંદર પ્રકરણેા છે. જેમાં નવમા, દસમા અને અગિયારમાં પ્રકરણમાં દાન અંગેના સર્વાં સિદ્ધાતેાનું વિસ્તારપૂર્વક આલેખન કરેલ છે. આ ગ્રંથના નવમા પ્રકરણના આરંભમાં આચાર્યશ્રીએ જણાવ્યું છે કે-દાન, પૂજા, શીલ તથા ઉપવાસ એ ચારેય ભવસાગરરૂપી વનને ભસ્મ કરવા માટે આગ સમાન છે. આ સૉંસારમાં આસુરી તત્ત્વા, અમાનવીય તત્ત્વા, માહમાયા, અંધકાર વગેરે તત્ત્વાને ખાળીને ભસ્મ કરી નાખવા માટે આગસમાન છે. આ ગ્રંથમાં દાનના મુખ્ય પાંચ અંગેા માનવામાં આવેલ છે. (૧) દાતા-દાન દેનાર (૨) દૈયવસ્તુ-દાનમાં અપાતી વસ્તુ (૩) પાત્ર-વ્યક્તિ (૪) વિધિ-રીત (૫) મતિ-શુદ્ધ વિચાર. આચાર્યશ્રીના મત મુજબ દાતાના વિશેષગુણા-ભક્તિ, શ્રદ્ધા, પ્રસન્નચિત્ત, સ્વાર્થ રહિતતા, નમ્રતા, ભાગથી મુક્તિ, સમ દૃષ્ટિ, પ્રિયવચનીપણું, અભિમાન રહિતતા, સેવા પરાયણતા, વગેરે હાવા જરૂરી છે. વધુમાં આચાર્ય શ્રી દાનના મહિમાનુ વર્ણન કરતાં કહે છે કે – ગૃહસ્થની શૈાભા દાનની છે. દાનના ચાર પ્રકાર છે. અભયદાન, અન્નદાન, ઔષધઢાન અને જ્ઞાનદાન. દસમા પ્રકરણની શરૂઆતમાં દાન માટે પાત્ર-કુપાત્રની વિશે જણાવે છે કે ‘વિધિપૂર્વક કરેલું થાડુંક દાન પણ વ્યાખ્યા આપવામાં આવી છે. વિધિપૂર્વક કરેલા દાનના મહત્ત્વ મહાફળ આપે છે.’ દા. ત. ધરતીમાં વાવેલુ' નાનું પણ ખીજ સમય જતાં વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કરીને ફેલાઈ જાય છે. તેવી રીતે વિધિપૂર્વકનું નાનું દાન પણ મહાફળ આપે છે. દાતા તરફથી અપાત્રને અપાયેલા દાન વિશે લખતાં જણાવે છે કે ‘ જેમ કાચા ઘડામાં પાણી વધુ સમય સુધી ટકી શકતુ નથી અને ઘડા ફૂટી જાય છે, તેમ કુપાત્રને અપાયેલુ. દાન પણ નિષ્ફળ જાય છે. અગિયારમા પ્રકરણમાં અભયદાન, અન્નદાન, ઔષધદાન તથા જ્ઞાનદાન વિશે વિસ્તારથી વર્ણન કરેલુ છે. તેમજ આ ચારેય પ્રકારનાં દાના – એકબીજાથી સંકળાયેલાં છે, તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy