________________
૮૮૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
કલ્પેશભાઈ-મહેન્દ્રભાઈને ત્યાંથી ફોનથી સમાચાર જાણી દુઃખ થયું. દેવવંદનની ક્રિયા કરી તેઓના આત્માની શાંતિ ઇચ્છી છે. જેનધર્મ પામી શાસનને પામ્યાં. તમાં સર્વ ખૂબ જ સમજુ છો. સમતા રાખશો. તમારા સર્વના શિરછત્ર જવાથી દુઃખ થાય જ ! વડીલની છાયા
-. સ. હંસાથીજી મ.સા, પૂ. સ. નિર્મળાશ્રીજી મ.સા,
૧. સો. પ્રથમ કલાશ્રીજી મ.સા. – પાલીતાણા તમારું શિરછત્ર જવાથી તમને તો ખૂબ જ દુઃખ લાગે. વડીલની છાયા-આશીવદ-વાત્સલ્યભાવ ક્યાંથી મળે? તેમનામાં ભક્તિનો ગુણ મોટો હતો. પૂ. ગુરુદેવની ખૂબ જ ભક્તિ કરતાં હતાં. આટલા મોટા સમુદાયને કેળવણી આપીને દરેક કામમાં ખૂબ સુંદર અને હોશિયાર બનાવ્યો. નાના સાથે નાના, મોટા સાથે મોટા થવાનો ગુણ હતો. તેમના ગુણો આપણામાં આવે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુ તેમને શાંતિ અર્પે. ઉપકાર ભુલાય તેમ નથી
-. . તરુશ્રીજી .સા. સમાચાર જાણ્યા. તરત જ દેવવંદન કર્યું. તમારી પત્રિકા વાંચી. તેમના ગુણો ઘણા હતા. પરોપકાર–વૈયાવચ્ચ ગુણ પણ સારો હતો. ત્યાગી-તપસ્વી-સંયમી પણ ઘણા હતાં. એમનો ઉપકાર ભુલાય તેમ નથી. મને પણ ૩ ચોમાસાં તેમની સાથે કરાવ્યાં છે. તેમનો ઉપકાર ભુલાય તેમ નથી. વડીલ તરીકે
-પૂ. સા. જિતેન્દ્રશ્રીજી મ.સા. –દાવગિરિ
૫. સ0. શુભંકરાશ્રીજી મ.સા. વયોવૃદ્ધ સર્વોદયાશ્રીજીએ લાંબો કાળ સંયમ પાળીને શાસનપ્રભાવના કરી. અન્ય જીવોનો ઉપકાર કરી આત્મશ્રેય સાધ્યું. તપસ્યામાં પણ અડગ રહ્યાં. સમાધિમરણ સાધી લીધું. શિષ્ય પરિવારને પણ શાસન માટે તૈયાર કર્યા. મનુષ્ય જીવન સાર્થક કરી ગયાં. તમોને દુઃખ થાય તે સ્વાભાવિક છે. બે સગપણ છે. સંસારની માતા. માના ઉપકાર કદી વાળી શકાતા નથી. અત્રે પણ વડીલ તરીકે કર્યું. આગળ વધાય. બન્ને રીતે ઉપકારીનું સ્મરણ રહે જ ––અને વિદાય પણ વસમી લાગે જ. તમો તો જ્ઞાની છો, કર્મના મર્મને જાણનારાં છો. કાળ આગળ કોઈનું ચાલતું નથી. તેમના આત્માને શાંતિ મળે તે રીતે આરાધના કરી-કરાવી શ્રેય સાધો... દિલગીરીભર્યા સમાચાર
–. સબાલાશ્રીજી મ.સા. –રાયચુર ધૂલચંદજી કટારિયા બલ્લારીવાળા બરાતમાં રાયચુર આવ્યા હતા. આપ બધાના કુશળ સમાચાર પૂછયા. આઘાતજનક દિલગીરીભર્યા સમાચાર આપ્યા. પૂ. મા મ.સા. શાંતિનગર અમદાવાદ મુકામે દેવલોક થયાં છે. પ્રભુ પૂજ્યાત્માને શાંતિ અર્પે. સહનશીલ આત્મા
–. . લાવશ્યશ્રીજી મ.સા. – ઈડર કાળની ગતિ વિચિત્ર છે. ક્યારે જવું પડશે, કઈ અવસ્થામાં જવું પડશે તે જ સમજાતું નથી. આપણે બધાંને એ માર્ગે જવાનું છે, પણ આવાં દષ્ટાંતોથી જાગૃત થવા જેવું છે. પહેલાંના સહનશીલ આત્માઓ ભયંકર દુઃખમાં પણ સમાધિ રાખી પોતાનું સાધી જાય છે. સાધ્વી સર્વોદયાશ્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org