________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૮૯ અંતે સમાધિ હશે. તમો બધાંએ નિયમિણા સારી કરાવી હશે. નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં ગયાં હશે. અમોએ ચૌદસના છાપામાંથી સમાચાર મળ્યા તુરત દેવવંદન કરી સ્વર્ગસ્થ આત્માની ચિર શાન્તિ ઇચ્છી હતી. વડીલ જવાથી ઘણું દુઃખ થાય તે સહજ. ધીરજ રાખી તમો સૌ આરાધના કરશો અને કરાવશો. એ જ.
માની વાત્સલ્યતા -પૂ. વિશ્વપ્રભાશ્રીજી મ.સા. –ખંભાત (પૂ. વસંતભાશ્રીજી મ. સા.)
પ. પૂ. સાધ્વી સર્વોદયાશ્રીજી મ.સા. કાળધર્મના સમાચાર જાણ્યા. ઘણો જ આઘાત લાગ્યો છે. હવે મારી વાત્સલ્યતાનો પ્રેમ-લાગણી કોણ આપશે ! તમને તો ઘણી મોટી ખોટ પડી છે. અમને પણ ખોટ પડી છે.
સર્વના ઉદયમાં સ્વનો ઉદય માનનાર –પૂ. જયલતાશ્રીજી મ.સા. – પાલીતાણા
આજરોજ પ. પૂ. સરળ સ્વભાવી સતત કાર્યશીલ ભદ્રિકતાથી સભર સર્વના ઉદયમાં સ્વનો ઉદય માનનાર પૂ. સર્વોદયાશ્રીજી મ. સાહેબના કાળધર્મના સમાચાર સાંભળ્યા. દુઃખદ સમાચાર સાંભળતાં જ દિલને અત્યંત આઘાત લાગ્યો છે. ખરેખર, આપણા સમુદાયને એક અનુભવી મહાન આત્માની ખોટ પડી છે.
દિવસ પણ મેરુ તેરસ. આદિનાથ ભગવાનના નિવણિ કલ્યાણકના દિવસે જ કાળધર્મ પામ્યાં એ પણ એમની મહાનતાનું સૂચક છે. આપની પરિસ્થિતિનો વિચાર કરતાં હૈયું નિરાશ થાય છે. વાત્સલ્યપ્રેમી માતાનો વિયોગ કયા બાળકને દુઃખદાયી ન લાગે ! લાગે જ. પણ આપ તો સમજુ છો. આવો આકરો વિયોગ આવી જાય ત્યારે આંચકો જરૂર લાગી જાય; પણ એ આંચકાના હીંચકા પર વધુ ન રહેતાં મનને વાળી તેઓશ્રીની જવાબદારી સંભાળી લઈને તેઓશ્રીના નામને સાર્થક કરવાનું છે. સેવાનો ગુણ
-પૂ. સા. વિમલાથીજી મ.સા. –ખંભાત પત્રિકા વાંચી. ખૂબ જ પુણ્યશાળી આત્મા. છેવટે પૂ. આચાર્ય ભગવંતશ્રીના મુખેથી નવકારમંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગવાસી બની ગયાં. આચાર્ય ભગવંત જેવી સ્મશાનયાત્રા ભવ્યતમ નીકળી. ખરેખર તેમનો સેવા ગુણ તેમને ફળ્યો અને સમાધિમરણ સાધી ગયાં. તમોને જો કે વડીલ તરીકેની ખોટ તો જીવનભર રહેવાની. તમો બધાં સમજુ છો. હિંમત રાખી તેમની પાછળ થાય તેટલી આરાધના દ્વારા તેમના જેવી પરોપકારવૃત્તિ–સેવા ગુણ કેળવવા પ્રયત્નશીલ બનવું એ જ તેમની સાચી ભક્તિ છે. અલૌકિક આત્મા
– રતિલાલ ડી. શાહ-મદ્રાસ પૂ. મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાની ટપાલ મળી. વાંચી તેવી જ બહુ જ દર્દ થાય તે સ્વાભાવિક છે. તેઓશ્રીનો આત્મા કોઈ અલૌકિક હતો. બહુ જ શાન્ત અને બીજાને કેવી રીતે ઉપયોગમાં આવવું, તે રીતે અમારા કુટુંબ પ્રત્યેનો તેઓશ્રીનો તથા તમારા સૌની પ્રેમ અને લાગણી પુષ્કળ છે. તે કદીએ અમો ભૂલી શકવાના નથી. તેમની વિદાયથી તમો સૌને અનહદ દુઃખ થાય તે સ્વાભાવિક છે; પરન્તુ તમને સૌને દુઃખ સહન કરવા પરમાત્મા શક્તિ આપે –એ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org