SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૮૭ દિવસ ઝડપી લીધો. નિત્ય ભક્તામર સ્તોત્રપાઠી પૂ. આચાર્ય ભગવંત ચરમ તીર્થપતિ પરમાત્માના નિર્વાણ કલ્યાણકના દિવસે સ્વર્ગમાં સિધાવ્યાં. જ્ઞાનીનો સંકેત કેવો હશે ! ગુણોની સ્મૃતિમાં પૂ. સા. વિનીતાશ્રીજી મ.સા. -તગડી મારાં પૂ. વાત્સલ્યહૃદયા માસીબા મહારાજે દેવલોકની વાટે પ્રયાણ કર્યું. મનમાં સખત આંચકો લાગ્યો. અસ્વસ્થતા આવી ગઈ. થોડીવારે સ્વસ્થ બની. ગુણોની સ્મૃતિમાં ટાઇમ પસાર કરતાં દેવવંદન કર્યું. આપણા સહુના પરમોપકારી, આપણા સહુના વિશેષ ઉપકારીની છાયા દૂર થઈ જતાં આપ સહુ હું ન કલ્પી શકું તેવાં બની ગયાં હશો. છતાં આપ પાસે જ્ઞાનબળ સુંદર છે જેથી મનને સમતોલ બનાવી દીધું હશે. બનાવવું સહેલું નથી. બનાવ્યા વિના છૂટકો પણ નથી જ. માટે સહુ તેઓશ્રીની પરમ પાવન નિશ્રામાં આરાધના કરી છે, તેનો જ આનંદ વધારી દેશો એવી ખાસ ભલામણ કરું છું. તેઓશ્રીજીનું સંયમજીવન સુંદર હતું. વાત્સલ્યની સરિતા નિર્મળ વહેતી જેથી તેમની પાસે શાંતિ મળતી. અનેક મૂંઝાયેલાંને માર્ગદર્શન સુંદર આપી સ્થિર કરી દેતાં. તપમાં પ્રેરક બનીને માસક્ષમણના તપસ્વીઓની સુંદર જૈન શાસનમાં ભેટ આપી શાસનની અનેકવિધ સેવા કરી જીવનને કૃતકૃત્ય કર્યું. ઊતરતી ઉંમરે વર્ષીતપ જેવી તપશ્ચર્યા ઘણા ત્યાગ સાથે કરી. અપૂર્વ આદર્શ અમારા જેવાને પૂરો કર્યો. કેટલા ગુણો તો અમે સાથે બહુ રહ્યાં નથી જેથી જાણ્યા નથી. આવા ઉત્તમ ગુણવાળા ગુરુદેવનો આત્મા જ્યાં હોય ત્યાંથી આપણા સહુની ઉપર અમીવષિ કરી આરાધનામાં નવપલ્લવિત કરે. શાસનપ્રભાવનાનાં કાર્યોમાં ખૂબ ખૂબ સહાય કરી જૈન જયતિ શાસનનો નાદ સદાય વિશેષ ગૂંજતો રખાવે એ જ પરમાત્માને પ્રાર્થના. ઊંચું સ્થાન રહેવાનું પૂ. સા. કલ્પિતાશ્રીજી મ.સા. -પાલિતાણા. એ તો એમનું સાધી ગયાં છે એટલું જ નહિ પણ આપણા જેવા અનેક પામર આત્માઓનો પણ ઉદ્ઘાર કરી ગયાં. એમનું તો અહીં પણ ઊંચું સ્થાન હતું અને જ્યાં પણ જશે ત્યાં પણ ઊંચું સ્થાન રહેવાનું છે. પરમાત્મા એમના આત્માને ખૂબ શાંતિ અર્પે અને એઓ ત્યાં રહ્યાં આપણા ઉપર ખૂબ શાંતિ અર્પે અને આશીર્વાદ વરસાવે. એમના ગુણો આપણામાં આવે એવી શુભ ભાવના. શાસન રગરગમાં -પૂ. સા. હર્ષપદ્માશ્રીજી મ.સા. -સુરત મારા પર એ ઉપકારીએ માતાની જેમ ખૂબ વાત્સલ્ય વાવ્યું છે. અનેકોનાં યોગક્ષેમ કર્યાં છે. વટવૃક્ષની છાયા સમાન તેઓશ્રીના જવાથી ખૂબ જ ખોટ પડી છે. આપશ્રીને તો ખૂબ જ આઘાત લાગે જ, પણ આપ જ્ઞાનદૃષ્ટિવાળાં છો. વધુ હું શું લખું? તેઓશ્રીના સદ્ગુણો—ભક્તિ-સરલતા સૌને તપ આદિમાં જોડવા, વિ. ખૂબ પ્રશસ્ય હતા. શાસન જેમની રગરગમાં હતું તેવાં તેઓશ્રી જ્યાં હોય ત્યાંથી શીઘ્ર મુક્તિ પામે એ જ ભાવના. શિરછત્ર -પૂ. સા. ઉમંગથીજી મ.સા. -પૂ. ઊર્મિલાશ્રીજી મ.સા., પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા. -ઈડર આયુષ્ય આગળ કોઇનું ચાલતું નથી. દુઃખદ સમાચાર સવારે છાપામાં જાણ્યા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy