________________
૮૮૨ ]
[ શાસનનાં શમણીરત્નો વધો. બીજાને વધારી. તમારા અંગત જીવનમાં આવી પડેલા અસહ્ય દુઃખ-નિરાધારપણાને સહવા શાસનદેવ શક્તિ અર્પે. આયરત્નાની ખોટ
પૂ. આ. દેવ શુક્લાસ. મ. સા–અમરોલી પૂ. દાદા ગુરુદેવના સમુદાયમાં એક મહાન આયરત્નાની ખોટ પડી. વિશાળ સામ્બી સમુદાયને સાયણા-વાયણા આદિમાં પ્રેરણા અપૂર્વ હતી. શ્રાવિકાસંઘને પણ પ્રેરણા દ્વારા અપૂર્વ શાસન-પ્રભાવના કરાવવામાં તેમનો ફાળો મોટો હતો. તમને સૌને તેમના કાળધર્મથી દુઃખ થાય તે સહજ છે. ઉપકારીના સ્વર્ગગમનથી તેમના ગુણો જરૂર યાદ આવે જ. તેમના જેવા ગુણો કેળવી નિશ્રાવર્તી સાથ્થીગણને બન્ને પ્રકારની શિક્ષા દ્વારા સ્વ-પર કલ્યાણમાં ઉજમાળ બનો. સ્વાધ્યાય ચાલુ કર્યો
૧. રવિ. મ. –ી . છેલ્લાં ૩૫ વર્ષ પહેલાં આપ બધાં પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. સાથે આવ્યાં હતાં ત્યારથી પરિચયમાં આવ્યો હતો.
એઓશ્રીના વાત્સલ્યમય સ્વભાવને લીધે અમોને એમની ઉપર ભક્તિ થઈ હતી. છેલ્લે એઓ ભરૂચમાં અમો સુરત ચોમાસું કરવા આવતા હતા ત્યારે ભેગા થયાં હતાં એ વખતે સાંજના બા મહારાજ ઉપાશ્રયમાં મારી પાસે આવ્યાં હતાં. બા મહારાજે મને સ્વાધ્યાય માટે ઘણું કહ્યું કે તમારે રોજ સ્વાધ્યાય કરવો.
પણ મારી શારીરિક પરિસ્થિતિ બરોબર ન હોવાથી ૩–૪ વર્ષથી સ્વાધ્યાય બિસ્કુલ કરતો ન હતો. એમને ના પાડી કે મારાથી આ નહીં બને. પછી રાતના મને વિચાર આવ્યો કે એઓશ્રી કરુણા કરીને મને સ્વાધ્યાય કરવા કહે છે એમાં મારું જ હિત છે. મારી ભલાઈ માટે મારા આત્માની આટલી ચિંતા કરે છે -- ને બીજે દિવસે વિહાર કરીને અંકલેશ્વર આવ્યા ને તે દિવસથી સ્વાધ્યાય ચાલુ કર્યો. આ ઉપકાર એમનો ભુલાય એમ નથી.
શૂન્યાવકાશ
-પૂ. અ. યશોવર્મસ. મ. જી. મા મહારાજની વિદાય શુન્યાવકાશ સર્જી ગઈ છે. ભક્તિભર્યું નિર્દોષ વ્યક્તિત્વ આપણાથી ચાલ્યું ગયું. તમે જે સમાધિ આપી તેની વારંવાર અનુમોદના થયા કરે છે. બધાં સાધ્વીજીને અમારા વતી સુખશાતા ને સાંત્વના આપશો. સરલ સ્વભાવી
-૧. ૪. ઉજ્જવલલતા શીજી -જામનગર અનેકોના તારણહાર ઉપદેશક, સરલ સ્વભાવી પૂજ્યશ્રીની વિદાય આપણા સમુદાય માટે જ નહિ પરંતુ સકલ સંઘને વસમી પડી છે. ગુણિયલ આત્માઓને કાળરાજા આપણી સમક્ષથી લઈ જતાં અરેરાટી અનુભવતો નથી અને તૃપ્ત પણ થતો નથી. પૂજ્યશ્રીમાં રહેલા અનેક ગુણોમાંથી એકાદ ગુણ આપણા જીવનમાં સાકાર બની જાય તો આપણો બેડો પાર થઈ જાય. શાસનદેવ પૂજ્યશ્રી જ્યાં હોય ત્યાં તેમના આત્માને શાસનોન્નતિમાં સહાય કરે અને પૂજ્યશ્રી આપણને સહાય કરે એ જ શાસનદેવને પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org