________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૮૧
પોતાના ધ્યેયને પાર પાડ્યું
-રૂ. થઘયશવિજયજી મ. સ0. તેઓએ રત્નત્રયીની સુંદર આરાધના કરી પોતાનું ધ્યેય પાર પાડયું જિનેશ્વર ભગવંતના શાસનની સુંદર આરાધના કેવી રીતે કરવી તે તેઓએ પોતાનો દાખલો બતાવી ગયાં. તમોને સુંદર વૈયાવૃત્યાદિ તથા સમાધિ આપવાનો લાભ મળ્યો.
પૂ. ગુરુદેવની પુણ્યભૂમિમાં જ -. મુનિ ભદ્રબાહુવિ. મસ. –મલાડ
ખરેખર એમને તો ક્ષેત્ર અને કાળ પણ જાણે સુંદર સાધ્યાં. છેલ્લે વર્ષીતપ કરતાં હતાં. તેઓશ્રી આદિનાથ ભગવાનના મોક્ષકલ્યાણક જ બરાબર અને ક્ષેત્ર પૂ. ગુરુદેવની આજીવન ભક્તિ કરી એ જ પૂ. ગુરુદેવની પુણ્યભૂમિમાં જ. કેવો સુંદર યોગ! મહાન પુણ્યોદયે પ્રાપ્ત થાય. એઓ સૌની વચ્ચેથી ચાલ્યાં ગયાં એટલે એક શિરછત્ર ગુમાવ્યાનું દુઃખ સૌને જરૂર લાગે, પણ એ બાબતનો સંતોષ લેવો ઘટે કે તમામ શિષ્યાઓની હાજરીમાં જ કેવી સુંદર નિયમિણા કરતાં કરતાં ગયાં, જેથી કોઈને મનમાં અફસોસ ન રહે. એમનાં જીવનની અનુમોદના થાય છે. તમે સૌએ પણ સુંદર ભક્તિ કરી કર્તવ્ય બજાવ્યું એની અનુમોદના થાય છે. આવી પડેલ દુઃખને સહન કરવાની શાસનદેવ શક્તિ આપે. બિાલમૂર્તિઓ પ્રત્યેની લાગણી
– પૂ. મુનિ અજિત શ૦િ મ. . પૂ મા મ.ના કાળધર્મના સમાચારથી જ હૈયું ભરાઈ જાય છે. ગુરુ પ્રત્યેની એમની અદ્ભુત ભક્તિ, અમારા જેવા પ્રત્યેક બાલમુનિઓ પ્રત્યેની એમની લાગણી અને મારા પ્રત્યેનો એમનો પ્રેમ, સમુદાય આખાયને આપેલી એમની સંયમચુસ્તતા ભુલાય એવાં નથી.
મા મે. એકા અને અદ્વિતીયા હતાં. આખાય સાધ્વીજી સમુદાયને ખૂબ દુઃખ હશે. માનસપટ ઉપર એ દશ્ય આવે છે ને હૈયું ભીનું થાય છે. આંસુ પડી જાય છે.
બસ, ધીરજ તો શું બંધાવાય ! પણ એમના આપેલા સંસ્કારવારસાને, એમની આપેલી સંયમપાલનાને આપણે ખૂબ જાળવીએ એ જ એકમાત્ર આપણા સહુનું કર્તવ્ય છે. પિતા સમાન ગુરુદેવ બાદ માતા સમાન મા મ.નું સ્વર્ગગમન એ ખરે જ દુઃખદ છે. વાત્સલ્યમૂર્તિની ચિર વિદાય
પૂ. આચાર્ય વારિણસ. મ. સા. વિશાળ વડલાની શીતળ છાયા જેવા વાત્સલ્યમૂર્તિની ચિર વિદાય થઈ ગઈ. મોટા મહરાજનો
વાત્સલ્ય કયારેય ભૂલ્યો નથી. એકદમ શું થયું તે સમજાતું નથી. બાકી કર્મન વિજ્ઞાન વિચિત્ર છે. જેમની જરૂર છે તેમને વિદાય કરે છે, જેમને જવું છે તેને હેરાન કરે છે. તમારા મનને પણ હિંમત આપી પૂજ્યોના ગુણોના ઉદ્યાનમાં સુવાસિત બનજો. ઘણું જ મોટું પીઠબળ તૂટી ગયું છે. સમુદાયનાં સાધ્વીઓને ખોટ પડી છે. ત્યાગી-તપસ્વી આર્યા
મુનિ હરીશભદ્રવિજયજી મ. –દાદર સ્વ. સાધ્વી શ્રી સર્વોદયાશ્રીજી એક આરાધક અને ત્યાગી તપસ્વી આર્યા હતાં. તેઓએ પોતાનું જીવન ધન્ય કર્યું એટલું જ નહિ પણ તમારા જેવા અનેક આત્માઓને તાય. અનેકને તારનારા, તપ-જપના માર્ગે દોરનારાની ઊણપ વારંવાર લાગવાની, પણ એનો કાંઇ ઉપાય ખરો ! હા.. ચીંધેલા માર્ગે આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org