________________
૮૪૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ન દરની સગાઈને બહેન. હે ગૃહસ્થ હતા ત્યારની વાત છે. પાલીતાણામાં બિરાજમાન હતા. ચાત્રા સાથે સ્વાભાવિક મને થયું, અહીં છે તો બહેન મહારાજને વંદન કરી લેવું. ગયે. દશ્ય દૂચી જાય તેવું હતું. હેમશ્રીજી એક સાધવીનું માથું પોતાના ખેળામાં રાખીને બેઠેલા. મથએણુ વંદામિ બોલતા મેં એમની સામે જોયું ત્યારે આંખમાં જે વાત્સલ્ય ભરેલું હતું તે જોતાં પેટે જનમ લેવાનું મન થાય. પછી ખબર પડી કે એ સાધ્વીજીને વિચિત્ર બીમારી છે. ઘણી વેદના સહન કરે છે, પણ આ માતા જેવા વાત્સલ્યથી બધી વેદના પીવાની શક્તિ મળે છે. ત્યારબાદ મારી દીક્ષા થઈ. વર્ષો ગયાં. બીજો પ્રસંગ બન્યો. પાલીતાણું જવાનું થયું, પણ બે-ત્રણ દિવસ રોકાઈને નીકળી જવાનું હતું. જોગાનુજોગ તેઓ પણ પાલીતાણામાં ખબર પડી. અમારા સંસારી બહેન મહારાજને મેકલ્યા.
યાત્રા કરવા જાવ તે પહેલાં કે પછી પણ મને દર્શન આપીને પછી વિહાર કરજો.” ગયે. વંદન કર્યું. મને વંદન લેતાં લેભ થતો હતો. આંખમાં એ જ વાત્સલ્ય, એ જ મમતા, જાણે કેમ અખંડિત ઝરણું વાત્સલ્યનું ચાલુ હોય! પ્રાયઃ ત્યારબાદ એકાદ વરસમાં કોલ કરી ગયા. પણ એ આંખ મારી જેમ કદાચ અનેકને જીવનભર નહીં ભુલાય.
મનેહરશ્રીજી-હિમતશ્રીજી-અમેદશ્રીજી -પૂ. બુદ્ધિસાગરસૂરિજી મ. સા.ના સમુદાયની આભા અને શાસનના શણગાર જેવા આ ત્રણમાંથી એક સાધ્વીજી અત્યારે તે આપણી વચ્ચે છે નહીં. લગભગ ૯૦ આસપાસની ઉંમરના, આરાધનાના લક્ષ્યબિંદુથી સંયમપાલન કરતાં શરીરથી વાંકા વળી ગયેલા, દર્શન કરવા નીકળે ત્યારે મનેહરશ્રીજીને મહેસાણા–વીજાપુરમાં જેમણે ધ્યાનપૂર્વક જોયા હશે, તેઓ જીવનભર એમને ભૂલી તે નહીં શકે, પરંતુ વગર ઉપદે શ્રાવક– શ્રાવિકાએ કઈ પણ પરિસ્થિતિમાં દર્શન તે કરવાં જ જોઈએ, તે દઢ કરી લેશે.
મનહરશ્રીજીના શિષ્યા હિમતશ્રીજી નામ પ્રમાણે ભારે હિંમતવાળા. ભલભલાને પ્રજાવી દે. માસ ક્ષમણના ૨૮ મે ઉપવારે પણ એવી જ ખુમારી. પંડિત લાલન જ્યારે પણ ત્યાં જતા અને હિંમતશ્રીજી ન મળે તો જતી વખતે કહે, કે આજે મને બાહબલી મહારાજને ઘમ લાભ ન મળે. વિચારવા જેવું છે કે એક ધર્મલાભ શબ્દ કેવા પ્રભાવથી બોલતા હશે!
માત્ર ૧૨ વર્ષની ઉમરે, આજથી લગભગ ૬૮ વર્ષ પહેલાં દીક્ષિત બનેલા માતા સાધ્વીના શિષ્યા પ્રમોદથીજી. જાણવામાં હોશિર. જાતિવના પણ સારા અભ્યાસી, વ્યવહાર વિચક્ષણ. પ્રકૃષ્ટ પુન્યવાની. ૫૦ વર્ષના દીક્ષા પર્યાયમાં ભાગ્યે જ ગોચરી–પાણી લેવા જવાનું થયું હશે ? તેમનાથી તૈયાર થયેલ દીકરીએ બીજા સમુદાયમાં દીક્ષા લીધી હોવા છતાં આજ દિન સુધી પ્રદશ્રીજી ઉપર ગુરુ જેવું બહુમાન ધરાવે છે, તે બતાવે છે, કે તેમણે કેવળ ચારિત્રના બહુમાન પૂર્વક ચારિત્ર માટે તૈયાર કરેલ હશે? તિથિના ત્રાસદાયક ઝેર વચ્ચે પણ એમના પ્રત્યે પૂર્ણ સદૂભાવવાળા એ તથિમાં રહેલા સાધ્વી મેં નજરે જોયા છે, એક જ વાત કહે, કે અમને ચારિત્રમાણે લાવનારા પ્રમોદ જી હતા. છેલ્લા દિવસોમાં ભયંકર વેદના વચ્ચે પૂર્ણ સમતા. છેવટની આરાધના પૂ. સુબોધસાગરસૂરિજીએ કરાવી અને કાલધર્મ પામ્યા ત્યારે કહ્યું કે આ તે અહીંના રાજા હતા. એમનો અગ્નિસંસ્કાર સમાધિ મંદિરની જગ્યામાં કરવાને. બે-ચાર વર્ષ પહેલાં જ એમના શિષ્યા સુમિત્રાશ્રીજીએ ૧૦૮ એળીનું પારણું મહેસાણામાં કર્યું. અને પછી તુરત આયંબિલથી સહસ્ત્રકુટ ઉપડ્યા. બીજાં પણ સિદ્ધિતપ-શ્રેણિતપ વગેરે એમણે કરેલાં છે. તેમના બીજા શિષ્યા રાજેન્દ્રશ્રીએ પણ ૧૦૦ એની પૂર્ણ કરેલ છે.
સાધ્વીશ્રી મનહરશ્રીજી –ખરતરગચ્છ વિભૂષિકા આ સાધ્વીજી એક વખત મળેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org