________________
૮૪૦ ]
[ શાસનનાં શ્રમણીરને
સાવીશ્રી મયણાથીજી ગૃપ :–પૂ. આગામોદ્ધારક આ. દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં તે એક વાતમાં આ ગ્રુપ અપ્રતિમા–બિનહરીફ છે જ, પરંતુ પૂરા તપગચ્છમાં પણ હશે અને પ્રાયઃ તે વેતામ્બર–દિગમ્બર બધાં મળીને જે દસેક હજાર સાધુસાધ્વીજીનાં જે નાનાંમોટાં પ–ટુકડીઓ છે તેમાં પણ આ ગ્રુપ એક વાતમાં ચડિયાતું હશે—
શતાવધાનીપણું.” આ એક જ એવું ગ્રુપ છે કે જેમાં ચાર સાધ્વીજી શતાવધાની છે. જુદાં જુદાં ગ્રુપમાં કોક આચાર્ય, કોક ઉપાધ્યાય (ઉપાધ્યાય લાસાગરજી), કેક સાધુ, કેક સાધ્વી શતાવધાની હશે. પરંતુ એક જ ગ્રપમાં ચાર શતાવધાની મેં તે જોયા કે સાંભળ્યા નથી. આ ચાર સાધ્વીજીનાં પુણવંતાં નામ છે (૧) સાધ્વીશ્રી મયણાશ્રીજી, (૨) સાધ્વીશ્રી શુભેદયાશ્રીજી, (૩) સાધ્વી શ્રી અમિતગુણાશ્રીજી, (૪) સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી. બીજી મહત્ત્વની વાત એ છે કે વર્ષો સુધી સાથે વિચરેલાં આ ચારે સાધ્વીઓમાં કેઈને ગુરુ-ચેલીનો સંબંધ નથી, છતાં વર્ષો સુધી ગુરુ-ચેલીની માફક વહેવાર કરતા વિચરેલા છે. ચારમાંથી પ્રથમના ત્રણની વકતૃત્વશક્તિ પણ સચોટ. દયાશ્રીજીમાં બીજી પણ વિશેષતાઓ છે. (૧) ઇગ્લિશ પર સારો કમાન્ડ છે. (૨) સુસ્વર નામકર્મનો ઉદય. કંઠમાં ઘણી જ મીઠાશ. જુવાન છોકરીઓ એમના કંઠની મીઠાશને લતા મંગેશકર જોડે સરખાવતી. (જો કે આ ઉપમા બેટી છે. લતા મંગેશકર આપણુ સાધ્વીજી કરતાં ગાવાની વાતમાં ઘણું પાછળ રહે. કેમ કે તેને જે વાજિંત્રોને સાથે ન મળે તો ૧૦ મિનિટમાં થાકી જાય, જાણે આપણાં સાધ્વીજીઓ, આપણાં શ્રમણીઓ નોન-સ્ટેપ એક કલાક સુધી પણ એક સરખી હલકે વગર વાજિંત્રે આસાનીથી ગાઈ શકે છે. આપણાં શ્રમણીઓની તુલના લતા મંગેશકર જોડે કરાય નહીં. લતા કંઈ હિસાબમાં નથી.) બે વર્ષ પહેલાં શુભેદયાશ્રીજી જામનગર ચોમાસું હતાં. અમારા સંસારી માતુશ્રી આવેલાં. તેમણે કહ્યું કે “આ વર્ષે શુભેાદયાશ્રીજીએ જેવી રીતે હાલરડું ગાયું અને ગવડાવ્યું તેવી રીતે અમે જીવનમાં કોઈ પર્યુષણમાં સાંભળેલું નથી. કંઠ ભારે મીઠે છે.” શતાવધાની-સુસ્વર નામકમ-ઇગ્લિશ કમાંડ-સમતાભાવી. ઘણું કડવા પ્રસંગે વચ્ચે સુંદર સમતા રાખી શકે છે. એટલાં જ લાગણીશીલ. એમનું ઘસાતું બેલનારને માટે પણ પ્રસંગ પર્થ ઘસાઈ છૂટવાની વૃત્તિ અને પ્રવૃત્તિ. તદ્દન અપરિચિત સાધુ કામ બતાવે તો પણ કરી આપે.
સાવીશ્રી ગુણજ્ઞાશ્રીજી :-- પૂ. ભક્તિસૂરિજી મ. સા.ના સમુદાયના છે. ગુડાસ્થપણાથી ધર્મભાવના સારી. તેમાં દીકરીને સંયમના પરિણામથી ખૂબ ધામધૂમથી દીક્ષા આપી. કદાચ તે જ સમયે પિતાના મનમાં સંયમના ભાવ થયેલા-વધેલા હશે ? શ્રાવકને કેણ સંભાળે તે ચિંતા. ધમ-આરાધના સહ સંસારમાં સંયમના ભાવથી રહ્યાં. શ્રાવકના અવસાન બાદ સંયમમાગે જવા તૈયાર થયાં. દીકરી તે હતી જ. ક્યાં દીક્ષા લેવી તે પ્રશ્ન નહોતા. (અલબત્ત, દીકરીને પણ ધન્યવાદ દેવા જોઈએ. પાછલી ઉંમરમાં દીક્ષા આપીને સેવા જ કરવાની માટે ભાગે આવે.) સાધ્વી શ્રીજી ચંદ્રાનંદશ્રીજી એ રીતે સેવા કરવા તૈયાર હતાં. દીક્ષા થઈ. કેટલાક ટાઈમે ૫૦૦ આયંબિલ સળંગ શરૂ કર્યા. પૂર્ણ થવાની તૈયારી હતી ત્યાં તાવ શરૂ થશે. મક્કમતાથી પ૦૦ પૂરા કર્યા. ત્યાં કસોટી આવી. પારણું કેઈક કારણોસર લંબાવવું પડે એમ હતું, અશ્વા એમને એમ કરવું પડે તેમ હતું. મક્કમતા ઘણી વધુ ૨૧ આયંબિલી થયા. પૂ. રૂચચંદ્રસૂરિજીની નિશ્રામાં પારણાને પ્રસંગ. વ્યાખ્યાનમાં પૂ. આચાર્ય ભગવંત બે કે આ સાધ્વીજીને જોતાં ભગવંતના શિષ્ય ધન્નાકાનંદી યાદ આવે. “ચાલતાં ચડપ ડે હાડ છે એવું આ સાધ્વીજીનું શરીર જોતાં એમ લાગે કે કઈ રીતે આ જીવ આયંબિલ કરી શક્તા હશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org