SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ * [ ૮૩ શા શ્રમણીરત્ન ] નથી. નિષ્કારણ ઉપકારી એવાં શ્રમણ-શ્રમણીઓના પ્રસંગેની નોંધે વ્યવસ્થિત થાય તો વેલ્યુમાં વિદ્યુમ તૈયાર થઈ જાય. - મારા જ સ્મરણમાં હજી એવા શ્રમના પ્રસગો છે. જે એક યા બીજા કારણસર, ઇરછા હોવા છતાં હું લખી નથી શકતો. બીજા પણ ઘણા શ્રમણીઓના સુંદર અનુભવે અનેક જીને થયા હશે, જેમાંનાં અનેક શ્રમણીઓને મેં કેઈ દિવસ જયાં પણ નહીં હોય, જોઈશ પણ નહીં, તે બધાંની અહીં મન-વચન-કાયાથી અનુમોદના કરું છું. નંદલાલભાઈએ તક આપી તે બદલ આભારી છું. નંદલાલભાઈને શુભેચ્છા પાઠવું છું કે તેમને પણ વહેલી તકે શ્રમણપણું ઉદયમાં આવે, થોડા ભામાં ઘાતી-અઘાતી ચૂર કરી શાશ્વત સુખને પામે. અંતે જે જે શ્રમણીઓના જે જે ગુણ પ્રગટ થયા છે, વિકસી રહ્યા છે, તેવાં શ્રમણીઓ અઢી દ્વિપમાં જ્યાં પણ હોય, જે પણ કાળમાં હોય તેમની અનુમોદના અને જે પવિત્રતમ શ્રમણએના ગુણે પૂર્ણ પણે પ્રગટેલા છે, પ્રગટેલા હતા કે પ્રગટશે, તેવા અદીદ્વીપમાં રહેલાં–થયેલાંથનારા કેવલી શ્રમણીઓને અનેક ભાવભરી વંદના. – સુધમસાગર સાધ્વીથી મુક્તિશ્રીજી તથા સાધ્વીશ્રી જયદશૈતાશ્રીજી અચલગચ્છાકાશે તેજસ્વી તારક સમાં આ સાધવજીને પરિચયનો યોગ-સોગ આશ્ચર્ય. જનક રહ્યો. સંવત ૨૦૨૬માં મારા ગુરુ મહારાજે એક લગભગ ૪૦૦ પાનાંની એકસરસાઈઝ નોટ મારા હાથમાં આપી. આને ઉતારો કરવાનો છે. જોયું. અંચલગચ્છીય સાદેવીશ્રી મુક્તિશ્રીજી વિવિધ વિષય ઉપર જુદાજુદા ગ્રંથમાંથી કરેલી નેંધ હતી. પૂ. અભયસાગરજી મ. સા. એ મોકલાવેલી. પૂ. સૂર્યોદયસાગરજી મ. સા. ઉપર. પહેલી છાપ વગરજોયે ઊપસી કે કાં તે આ સાધ્વીજીને અભ્યાસ સાર હશે, કાં તે સંગ્રહ કરાવવાની બુદ્ધિ સચેટ હશે. કેટલાક ઉતારો મેં કર્યો, કેટલેક બીજા સાધુએ. થોડાં વર્ષો ગયાં. પાલીતાણા જવાનું થયું. યાદ આવ્યું, જેનાં વખાણ સાંભળેલા તે મુક્તિશ્રીજીને મળવા તો દે. મળે. આવકાર સારો હતો. મોઢા ઉપર ગાંભીય કશીક લખવાની પ્રવૃત્તિ ચાલુ હતી. પાછાં થોડાં વર્ષો ગયાં. પાલીતાણા જવાનો પ્રસંગ ઊભે થયે. મારા શિષ્યની દીક્ષા હતી. દીક્ષા પ્રસંગે અમારા સંસારી કાઠા આવેલા. તેમની માન્યતા પૂ. રામચંદ્રસૂરિજી તરફની. મને કહે, મહારાજજી, અહીં એક સાધ્વીજીને મળવા જેવું છે. એમ. એસસી. થયેલાં છે. પ્રોફેસર હતાં. દીક્ષા લીધી. હાલ પીએચ. ડી. કરે છે. હું પણ એમને તમને મળવાનું કહીશ. આજે એમ. એસસી. કરેલાં સાધ્વી કેટલાં? મે કહ્યું, મેકલજે. સાધ્વીજી આવ્યાં. મોઢા ઉપરનું લાઈટ તેમની બુદ્ધિપ્રતિભા દેખાડતું હતું. અપરિચિત હતાં. મેં પૂછયું, તમે જ એમ. એસસી. ? તેમણે હા પાડી. સાથે તેમનાં ગુરુજી હતાં. થોડી વાર પછી જતાં કહે કે, “મહારાજજી, આપ ત્યાં પધારે તો સારું. અમારાં મોટાં સાધ્વીજી સ્થિરવાસ છે. મે પૂછયું, “શું નામ?, જવાબ – “મુક્તિશ્રીજી.’ હું તો પૂછવું ભૂલી ગયેલ. પછી કહ્યું, “કકસ આવીશ.' મળે. એ જ ગાંભીય. એ જ મુદ્રા. બેઠાં બેઠાં પ્રવૃત્તિ ચાલુ. એમ. એસસી. થયેલાં સાધ્વીજી શ્રી જયદશિતાશ્રીજીના ચહેરા ઉપરનું લાઈટ ઘણું જ સારું હતું. પીએચ. ડી. થઈ ગયાના સમાચાર તે મળેલા. કદાચ ડી. લિ. પણ થઈ ગયાં હશે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy