________________
[ શાસનનાં શ્રમણીરને ધમપથમાં સ્થિર પ્રયાણ કરાવનારી ધર્મવાણીનું પાન કરતાં લક્ષ્મી બહેનના વૈરાગ્યને વેગ મળે. ગુરુદેવને દીક્ષા લેવાની ભાવના જણાવતાં પૂ. ગુરુદેવની સમજાવટથી કુટુંબીજનો તરફથી રજા મળી ગઈ આથી લક્ષ્મીબહેનના મનને મયૂર નાચી ઊઠયો. વિ. સં. ૧૯૯૦ના માગસર વદ ૭ ને શુભ દિને અડ્ડાઈ મહોત્સવ પૂર્વક પૂજ્ય ગુરુવર્યોને હસ્તક દીક્ષા આરેપિત થઈ પાર્ધચંદ્રગચ્છના પૂ. શ્રી ભાતચંદ્રસૂરિજીના હસ્તે દીક્ષિત સાધ્વી ચંદનશ્રીજી મહારાજનાં શિખ્યા સ્થાપી શ્રી મહોદયશ્રીજી નામ રાખવામાં આવ્યું. એ જ વરસે ફાગણ સુદ ૩ને દિવસે ઉનાવાના કાલીદાસભાઈની સુપુત્રી ચંદ્રાબહેનને ૧૬ વર્ષની વયે દીક્ષિત કરી તેમના શિષ્ય રૂપે ઉષિત કરવામાં આવ્યાં અને સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી નામ રાખવામાં આવ્યું.
દીક્ષા ગ્રહણ કરીને ગુરુશિષ્યા બને જ્ઞાનસંપાદનમાં લાગી ગયાં. પરંતુ પૂ. શ્રી મહેકશ્રીજી મહારાજના સંયમી જીવનમાં ય આ સુખ લખેલું નહિ હોય, તે એક દિવસ અચાનક પૂ. શ્રી ચારિત્રશ્રીજી મહારાજ ૨૨ વર્ષની વયે કાળધર્મ પામ્યાં. ગુરુશિષ્યાની જોડી આમ એકાએક ખંડિત થઈ. પૂ. શ્રી મહેદયશ્રીજી મહારાજ સમતા કેળવીને જ્ઞાન અને તપના માર્ગે આગળ વધ્યા. છ થી માંડીને માસક્ષમણ સુધી ઉપવાસ કર્યો. સિદ્ધિતપ, ચત્તારિઅઠ્ઠ, કમસૂદન, કર્મ પ્રકૃતિ એક-બે-અઢી-ત્રણ-ચાર અને છમાસી તપ સાથે વિશસ્થાનક તથા વર્ધમાન તપની ૩૭ ઓળી કરી તપરિવની તરીકે આદરણીય બન્યાં.
સ્વ–પર કલ્યાણની ભાવનાવાળાં પૂજ્યશ્રીએ સ્વકલ્યાણાર્થે જેમ તપસ્યાઓ કરી, તેમ પરકલ્યાણાથે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ કર્યા. ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મારવાડ, જેસલમેર, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી અનેક આત્માઓને વ્રત-નિયમમાં સ્થિર કર્યા. ખંભાત-અમદાવાદ આદિ શહેરમાં મહિલા મંડળો સ્થાપ્યાં. ગલવાડ આદિ શહેરના સ્થાનકવાસીઓને દેરાવાસી બનાવ્યા. અનેક જિનમંદિરોના અને પાઠશાળાઓના નિર્માણ માટે પ્રેરણા આપી. મહોત્સવ સહિત શ્વસુર પક્ષ તરફથી નવ છેડ અને સંસારી બહેન સમરથબહેન તરફથી પાંચ છેડનું ઉજમણુ કરાવ્યું. સંસારી દિયર શ્રી સુંદરલાલ ઝવેરીએ તેમની પ્રેરણાથી પાલીતાણા શ્રી મહાવીર સ્વામી પધરાવ્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ ભદ્રેશ્વર તીર્થમાં જમીન વિનામૂલ્ય મળી અને ત્યાં ગુરુમંદિરની રચના કરવામાં આવી. અગાસી તીર્થમાં મુનિ સુવ્રત મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી.
વિ. સં. ૨૦૦૯ના જેઠ સુદ ૧૦ ને દિવસે કચ્છ કેડાયવાસી જેઠાભાઈ ગોવરની સુપુત્રી હિરબાઈ તથા વિ. સં. ૨૦૧૫માં શામળાની પળમાં ત્રિકમલાલ વાડીલાલની પુત્રી ચંદ્રાબેન પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ હસ્તક તથા કચ્છ-મોટી ખાચરના સૂરજી માણેકની સુપુત્રી કુ. જયવંતીબહેન પૂ. વિદ્યાચંદ્રશ્રીજી મહારાજ હતક અને પૂ. રામચંદ્રજી મહારાજ હસ્તક દીક્ષિત બની, અને અનુક્રમે શ્રી હર્ષપ્રભાશ્રીજી, શ્રી ચંદ્રરેખાશ્રીજી અને શ્રી તિપ્રભાશ્રીજી નામે ત્રણ શિષ્યાઓ થયાં.
પૂજ્યશ્રી પિતાનાં શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સાથે એંસી વર્ષની વય થતાં સુધી વિચર્યા. વિ. સં. ૨૦૩૩માં શ્રીસંઘના અત્યંત આગ્રહને વશવતી ને ખંભાત પધાર્યા અને અત્યંત વયેવૃદ્ધ પૂ. શ્રી પ્રીતિશ્રીજી મહારાજની ખૂબ સારી સેવાભક્તિ બજાવી. વિ. સં. ૨૦૪૦ના મહા વદ અમાસને દિવસે અંત સમયની નિર્ધામણા કરાવી, નવકાર મંત્રનું શ્રવણ કરતાં પૂ. શ્રી પ્રીતિશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રી પણ વિહારની શક્તિ ક્ષીણ થવાથી હાલ ૯૩ વર્ષની વયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org