SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણોને ] [ ૮૩૭ ભાતમાં જ સ્થિરવાસ રહ્યાં છે. પૂજ્યશ્રી આરાધનામાં જાગૃત છે. આંખે દેખાતું ન હોવા છતાં આત્મભાવમાં આરોપિત રહી જાપમાં સતત સ્થિર છે. બે વાર નવલખે તેમ અરિહંતપદના સવા કેટિ જાપ પૂર્ણ કર્યા છે. માનસિક જાપમાં સતત મગ્ન રહી, મનવચનકાયાનું શુદ્ધિકરણ સાધતાં પર્વતથિઓમાં વ્રતપચ્ચકખાણ અદ્યાપિ ચૂક્તાં નથી. એવા એ પરમ પવિત્ર પુણ્યાત્માઓ આ પૃથ્વી પર અહોનિશ પૂજાપાત્ર છે ! એવા એ ભવ્યાત્માને ભૂરિ ભૂરિ વંદના ! [સંક્લનકર્તા : સાધ્વીશ્રી હર્ષપ્રભાશ્રીજી તથા સાધ્વીશ્રી તિપ્રભાશ્રીજી] જપ-તપને પરમ તપસ્વી પૂ. સાધ્વીજી શ્રી સુશીલાશ્રીજી મહારાજ પૂ. શ્રી ચંદનશ્રીજી મહારાજનાં શિષ્ય પૂ શ્રી રાજશ્રીજી મહારાજ, તેમનાં શિષ્યા પૂ. શ્રી મુક્તિ શ્રીજી મહારાજ. તેઓશ્રી સારા ચિંતનશીલ અને લાગણીશીલ હતાં. અમદાવાદ શામળાની પિળના રહેવાસી તરીકે સંયમી બન્યાં હતાં. પ્રાયઃ સં. ૨૦૦૭માં આત્મશ્રેય સાધી ગયાં. તેમના શિષ્યા પૂ. શ્રી સુશીલાશ્રીજી મહારાજ આત્મખપી જીવ હતા. તેમની જન્મભૂમિ માંડલ હતી. તેઓશ્રીને નાનપણથી સંયમ પ્રત્યે પ્રીતિ હતી. પૂજ્ય ગુરુણીની સારી સેવાભક્તિ બજાવી; પણ માતાપિતાને તેમની દીક્ષા લેવાની ભાવના સમજાતાં, તેમને પરાણે પરણાવી દીધાં. પરંતુ તેઓ મનથી સંયમી જ રહ્યાં. સંસારી જીવનમાં ક્યારેક ચલિત થવાના પ્રસંગે આવ્યા ત્યારે આત્મભાવ ન ચૂક્યાં. તપગચ્છમાં છાની દીક્ષા લઈ લીધી. એક વરસ ત્યાં રહ્યાં પણ તેમને પિતાના–પાશ્વ ચંદ્રગચ્છના સાધ્વીજી પાસે જ જીવન વિતાવવું હતું. નાનપણથી જ તે ગચ્છના પાકા અનુયાયી હતા. કઠોર પરીક્ષામાંથી પસાર થઈ આખરે પૂ. શ્રી મુક્તિશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી. પૂજ્યશ્રી તપસ્યા સારી કરતા; જાપમાં વિશેષ રુચિ રહેતી. જ્યારે જુઓ ત્યારે જાપ ચાલુ જ હોય. રાતમાં બે-ત્રણ વાગે પણ તેઓશ્રી ધ્યાનમાં બેઠાં હોય. સં. ૨૦૪પ માં ચૈત્રી ઓળીના દિવસેમાં તબિયત જરા નાદુરસ્ત થતાં આંબિલ કરવાની બધાની મનાઈ છતાં ચાલુ જ રાખ્યા. ૭માં દિવસે તબિયત વધુ નરમ બની ત્યારે શામળાની પળના બહેનોએ પરાણે પારણું કરાવ્યું. ચૌદશને દિવસે સવારમાં બેસણાનું પચ્ચકખાણ પાળ્યું. જાણે કેઈ સૂચન મળી ગયું હોય તેમ પાસેની વ્યક્તિઓને અગાઉથી જણાવી દીધું. અને એકાએક તપભાવમાં જ દેવગત થયાં. આત્મશ્રેય સાધીને અમર બની ગયાં. એમનાં શિખ્યા સાધ્વી શ્રી વિરાત્માશ્રીજી છે. પરમ તપસ્વી પુણ્યાત્માને કોટિ કોટિ વંદના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy