SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૨ ] [ શાસનનાં શ્રમણરત્ન સેવાભક્તિ કરવાનો ધન્ય અવસર પ્રાપ્ત થયો. વિવેકધમની અતિ રૂપ પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજના બે અદ્વિતીય મહોત્સવ ઊજવી શ્રીસંઘ કૃતકૃત્ય બની ગયે. વર્ષો સુધી સેવાભક્તિમાં રત બની, તદ્રુપ બની જનાર વિદુષી શિષ્યા પૂ. શ્રી આનંદશ્રીજી મહારાજ અને પ્રશિષ્યાઓ શ્રી આત્મગુણશ્રીજી અને શ્રી પ્રિયદર્શીનાશ્રીજીએ પણ ચાવીશ ક્લાક ખડે પગે સેવા કરી અનુપમ લાભ લીધે. પૂજ્યશ્રી ૧૦૩ વર્ષની આયુમર્યાદા પૂર્ણ કરી સં. ૨૦૪૧ ના કારતક સુદ બીજ, એટલે કે ભાઈબીજને શુભ દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આ પુણ્યાત્માના આત્મશ્રેયાર્થે ત્રીજે જીવન સમાપ્તિ મહોત્સવ પણશ્રી સંઘે ખૂબ જ ઠાઠમાઠથી ઊજવ્યો. દશાબ્દી વર્ષ સેવાભક્તિને લાભ લેનાર શ્રી નાના ભાડિયા પાર્ધચંદ્રગચ્છના જૈન સંઘે ત્રણ ત્રણ વાર પોતાની સુકૃત કમાણુને સદ્વ્યય કરવા ઉજમાળ બને. સંયમપર્યાય મહત્સવ, શતાયુપૂણુ મહત્સવ અને જીવન-સમાપ્તિ મહેત્સવના ત્રિવેણી સંગમથી ભાડિયાની ધરતી ત્રિવેણીતીર્થ બની રહી! ધન્ય જિનશાસન! ધન્ય પાર્ધચંદ્રગ૭!! કન્ય પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ ! ! ! – મહાન ગુરુભક્ત-નંદમયી પૂ. સાધ્વીજી શ્રી આન દશ્રીજી મહારાજ ક્યારેક કોઈ ધરતી એટલી ફાલતી-ફરતી બની જતી હોય છે કે એમાંથી એક પછી એક અપૂર્વ અને અસાધારણ વ્યક્તિમત્તાઓ જ પાકવા માંડે! ગુજરાત અને મારવાડમાં એવાં ઘણાં સ્થાને છે કે જ્યાંથી જિનશાસનને શોભાવતાં અનેક સાધુ-સાધ્વીજીઓ બહાર પડ્યાં હય! એવું એક સ્થાન કચ્છનું (દુર્ગાપુર) નવાવાસ ગામ પણ ગણી શકાય. જીવનના આનંદયાત્રી પૂ. શ્રી આનંદશ્રીજી મહારાજ પણ આ જ ધરતીનું સંતાન છે. નવાવાસ ગામમાં પિતા વેલજીભાઈ આસારિયા અને માતા વેલબાઈને ત્યાં વિ. સં. ૧૯૭૨ માં એક બાળકને જન્મ થઇ અને સંસારની લીલા જેવા જ જાણે અવતરી હોય તેમ તેનું નામ લીલબાઈ રાખવામાં આવ્યું. લીલબાઈ નિશાળમાં ભણતાં થયાં તે સાથે જ ધમસૂત્રો શીખવાની પણ પ્રીતિ જાગી. એવામાં વિ. સં. ૧૯૪ માં પૂ. શ્રી પ્રમોદશ્રીજી મહારાજ અને પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ ઠાણું છ નવાવાસ ગામે ચોમાસું પધાર્યા. ભણતી બાળાને જાણે ભાવતું મળી ગયું. પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજને સહવાસ તેને બહુ ગમી ગયે. પૂર્વના લેખ લખાયાં હોય તેમ યોગ્ય વ્યક્તિ કે યોગ્ય પ્રસંગ આવી મળતાં હોય છે. ૧૧ વર્ષની લીલ ઉપાશ્રયમાં જ રહેવા લાગી. ધર્મસૂત્રોની ગાથાઓ ગોખીને કંઠસ્થ કરીને ગુરુને આપવી અને નવી ગાથા લેવી એ તેને નિત્યક્રમ થઈ ગયો. ધર્મમય વાતાવરણ વચ્ચે માસું પૂરું થયું. મારે તે દીક્ષા જ લેવી છે એવું રટણ કરતી આ બાળા, કુટુંબીજનેની રજા લઈ અંતરના ઉમંગથી ગુરુજી સાથે પગપાળા વિહાર કરવા ચાલી નીકળી. વિહારમાં પણ ગાથા લેવી અને આપવી એ તેનો નિત્યક્રમ થઈ પડયો હતો. ચારિત્રધર્મની તાલીમ લેવાની તમન્ના રાખતી બાળા દરેક પ્રવૃત્તિ પર, ક્રિયા પર લક્ષ આપવા લાગી. ગુરુમા શું કરે છે, કેમ કરે છે, તે ધ્યાનમાં રાખવા લાગી. ગુરુમા થોડું શીખવે તો ઝાઝું શીખી જાય. એમ કરતાં કરતાં વિ. સં. ૧૯૮૫ નું માસું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy