SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૩૧ શાસનનાં શ્રમણીરત્ન ! શતાયુધાત્રી પૂ. સાધ્વીજી શ્રી વિવેકશ્રીજી મહારાજ આ કળિકાળમાં પણ શતવર્ષ ઉપરાંતનું આયુષ્ય ભેગવી સ્વનામધન્યા પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ યશનામી બની ગયાં. કચ્છ-નાના ભાડિયામાં વિ. સં. ૧૯૫૯ મહા સુદ પાંચમના શુભ દિને, ૨૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી અને પૂ. શ્રી પ્રમોદશ્રીજી મહારાજનાં શિષ્યા બની, એક સ્મરણીય વ્યક્તિ તરીકે નામના જમાવી ગયાં. ગુણી અને ગુરુબહેન સાથે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે અનેક સ્થાનોમાં વિચરીને જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગથી જીવન શેભાવી જાણ્યું. વિ. સં. ૧૯૮માં ગુજરાતથી કચ્છ પધાર્યા. ભુજપુર ગામમાં તેમના ગુરુજી પૂ. શ્રી પ્રમશ્રીજી મહારાજ બીમારીમાં સપડાયાં હતાં. શ્રીસંઘે સુંદર સેવાભક્તિ કરી. પૂ ગુરુજીની તબિયતના કારણે ત્યાં એક વરસ રહેવાનું થયું. ગુરુજીની શારીરિક શક્તિ ક્ષીણ થઈ હતી. ઉપચાર કરતાં પણ કાંઈ કારી ન ફાવી, દેહ છોડીને આત્મા દિવંગત થયો. પૂજશ્રીના સગુણે યાદ કરીને શ્રીસંઘે જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજ. ગુરુદેવને વિયોગ થતાં પૂજ્યશ્રીને ઘણે આઘાત લાગે, પરંતુ મનની વેદના મનમાં સમાવી, સ્વ-પર કલ્યાણ સાધતાં પૂજ્યશ્રીને આનંદશ્રીજી નામના અભ્યાસી શિષ્યા પ્રાપ્ત થતાં આનંદમય બની વિચરતાં રહ્યાં. ગુરુશિષ્યા એક-બીજામાં તકપ બને તો જ સંયમી જીવનની સાધના સફળ બને. આ ગુરુશિષ્યાએ એવી સફળતા મેળવી ચાહના પ્રાપ્ત કરી. પૂજ્યશ્રી વિવેકશ્રીજી મહારાજની વય ૯૩ વર્ષની થઈ ત્યારે નાના ભાડિયા ગામના શ્રી પાર્ધચંદ્રગચ્છ જૈન સંઘે પૂજ્યશ્રીને વિનંતીપૂર્વક કાયમ માટે સ્થિરવાસ રાખ્યાં. આત્મભાવથી તે સ્થિર હતાં જ, એમાં હવે દેહથી પણ સ્થિર થયાં. વિ. સં. ૨૦૩૧ થી ત્યાં સ્થિરવાસ કર્યો. પૂજ્યશ્રી જેમ જેમ શતાયુ નજીક જતાં ગયાં તેમ તેમ તેમનામાં બાળક સમાન લક્ષણો વિકસતાં ગયાં. દશનાથે આવનાર ભાવિકે સાથે કાલી કાલી અસ્પષ્ટ ભાષામાં વાત કરતાં ત્યારે સાંભળનાર હર્ષવિભેર બની જતાં. નવકાર મંત્રને સતત જાપ કરતાં પાટ પર બેઠેલાં પૂજ્યશ્રીને જેવાં એ પણ એક લ્હાવો લેખાતો. વિ. સં. ૨૦૩૪માં તેમને ૭૫ વર્ષને સંયમપર્યાય મહેત્સવ ઊજવાય, તેવો જ શતાયુ. પૂણ મહત્સવ સં. ૨૦૩૭માં ઊજવાયે. આ બંને મહત્વોમાં વિવિધ પ્રકારનાં પૂજન-અનુષ્ઠાન –તપસ્યાઓ દ્વારા ભાડિયા ગામની ધરતી પુલકિત બની રહી ! તે સમયે આ અવસ્થાએ પણ પૂજ્યશ્રી કઈ પણ જાતના ટેકા વગર બેસીને ચાર ચાર કલાક નવકાર મંત્રનો જાપ કરતાં, એ દશ્ય ધન્યતા અનુભવ કરાવી જતું. ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ આવનાર યાત્રિક તેમ જ દૂર દૂર રહેતાં લેકે આ શતાયુ સાવીજી મહારાજની વાત સાંભળીને દર્શનાથે દોડી આવતાં અને એક જંગમ તીર્થયાત્રા કર્યાનો આનંદ અનુભવતાં. પિતાને આ અમૂલ્ય લાભ મળ્યો તેની ધન્યતા અનુભવતાં. તેમની હિતકારી વાતે દૂર દૂર સુધી ફેલાઈ હતી. આમ, પૂજ્યશ્રીને આ શતાયુથી અનુદક, અનુમોદના અને અનુમેઘના આનંદના ત્રિવેણી સંગમ રચાયા હતા. ભાડિયા શ્રી સંઘને પણ આવા પુણ્યાત્માના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy