________________
શાસનનાં શ્રમણીર ]
[ ૮૩૩ કચ્છના નાના ભાડિયા ગામમાં ઢ્યું. ત્યાંના આગેવાન શેઠ શ્રી મુળજીભાઈ દેવજીભાઈ પટેલ નામના શ્રાવને લીલબાઈને જોઈને જ સ્નેહ જા. આટલી નાની વયમાં દીક્ષાર્થી છે એમ જાણી તેના રહેવા-જમવાની સગવડ પિતાને ઘરે જ કરી આપી, અને તેના ઉપર પુત્રીવત્ પ્રેમ રાખવા લાગ્યા.
હવે લીલાબેનને દીક્ષા અંગીકાર કરવાનું ખૂબ મન થવા લાગ્યું. કુટુંબીઓને આ વાતની જાણ થતાં તેઓએ ગુરુમાને વિનંતી કરી કે, આપ હવે અમારા ગામમાં પધારે અને ચાતુર્માસ સ્થિરતા કરો. પછી લીલાને દીક્ષા માટે યોગ્ય જાણું વિચારીશું. બીજા વર્ષે લીલબાઈ સાથે પૂજયશ્રી નવાવાસ ચાતુર્માસ પધાર્યા. આ ચોમાસા દરમિયાન કુટુંબીઓ સાથે ગામના અન્ય શ્રાવકે એ પણ લીલાના ભાવની ચકાસણી કરી. શ્રાવકેમાં કાનજી ની પરા, ઘેલાભાઈ પુનશી વગેરે પરીક્ષક હતા. સૌની પરીક્ષામાં લીલબાઈ સફળ થયાં. સૌ તરફથી દીક્ષાની અનુમતિ મળી ગઈ. એ જમાનામાં ૧૫ વર્ષની છોકરી દીક્ષા લેવા તૈયાર થાય એ બધાને બહુ નવાઈ ભરેલું લાગતું, પણ તેની રહેણીકરણી જોઈને સૌ ઊલટર તેની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા. વિ. સં. ૧૯૮૭ના ફાગણ વદ રો દિવસ રિક્ષા માટે નક્કી કરવામાં આવ્યું. સમગ્ર ગામમાં ધામધૂમથી મહેન્સપૂર્વક લીલબાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે પૂ. શ્રી આનંદશ્રીજી નામાભિમાન થયું. સાધ્વીવેશમાં દીપતાં આ નાના મહારાજને ગુરુ સાથે પગપાળા વિડાર કરતાં જોઈ સૌની આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગ્યાં! એ વરસનું ચોમાસું પૂર્ણ થતાં ગુજરાતના ધ્રાંગધ્રા ગામમાં વેગની ક્રિયા સાથે તેમને વડી દીક્ષા આપવામાં આવી. એક ચોમાસું પાલીતાણા કરી કચ્છમાં પધાર્યા. ભુજપુર ગામમાં પૂ. શ્રી પ્રદશ્રીજી મહારાજ દેવગત થયાં. સમુદાયમાં પૂ. શ્રી દયાલશ્રીજી, પૂ. શ્રી પ્રમાણ શ્રીજી, પૂ. શ્રી અવિચલશ્રી જી વગેરે વડીલો વચ્ચે પૂ. આનંદશ્રીજીને ભણવાનો સારે અવસર મળ્યો.
- આ સમયમાં પ્રકરણઝાન પ્રાપ્ત કરીને, સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, તિષ આદિ વિષયો અને શાસ્ત્રસિદ્ધાંતનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્યાં વિચર્યા ત્યાં સારી નામના મેળવી. તેમની ભાષા મધુર હોવાથી તેમની સાત્વિક વાણું સાંભળતાં સૌને આનંદ થતો. પિતે ગુણી પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખતાં. ગુરુને પણ તેમના પ્રત્યે અનન્ય વાત્સલ્યભાવ હતે. આનંદ....આનંદ....કહેતાં ગળું સુકાતું. ગુરુની દરેક પ્રકારની અનુકૂળતા સાચવતાં શિખ્યાને આનંદ થતો.
પૂ. ગુરુદેવનો શિષ્યા પરિવાર પણ વ્યવસ્થિત હતા. સૌથી મોટા પૂ શ્રી અમૃતશ્રીજી મહારાજ, તે પછી પૂ. શ્રી આત્મગુણાશ્રીજી, પ્રિયદર્શનાશ્રીજી, આલાગુણાશ્રીજી, ભાગ્યોદયશ્રીજી આદિ પણ ભક્તિભાવ રાખવામાં અને સેવાચાકરી કરવામાં ઊણું ઊતરતાં નહીં. શિખ્યાઓનો સમર્પિતભાવ એકબીજામાં આરોપિત હોવાથી સૌએ છેવટની ઘડી સુધી ગુરુસેવાનો લાભ લીધે. પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજના દસ વર્ષના સ્થિરવાસ દરમિયાન નાના ભાડિયામાં શ્રીસંઘની ભાવના ઉત્તરોત્તર વધતી રહી. એમાં પૂશ્રી આનંદશ્રીજી મહારાજે તેમનાં વાણીવર્તનથી સારી ચાહ મેળવી.
‘વિ. સં. ૨૦૪૧ના કારતક સુદ બીજ–ભાઈબીજ–ને દિવસે પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજનો દેહાંત થતાં પોતાના પંચાવન વરસના દીક્ષાપર્યાયમાં ગુરુદેવથી એક ક્ષણ જુદા રહેવાને આ પહેલે પ્રસંગ બન્યા.
ત્યારબાદ, મોટી ખાખર ચોમાસું થતાં બીમારી આવી. પર્યુષણ પર્વ પછી પણ કેટલાક દિવસ સુધી ત્યાં પોતે જ વાંચતાં. દદ અસાધ્ય હોવાથી ડેકટરની ટ્રીટમેન્ટ ચાલુ હતી. મનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org