________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૦૧ રત્નશ્રીજીના સંપર્કમાં આવવાથી તેમનામાં શાંતિ અને વૈરાગ્યભાવ પ્રગટયા, જે આગળ જતાં પ્રવજ્યા સ્વીકારવાનો દઢ નિર્ણયમાં સ્થિર થયા. સં. ૧૯૫૫ ના પિષ સુદ ૭ને દિવસે ગણનાયક ભગવાનસાગરજી, તપસ્વી છગનસાગરજી, રૈલોક્યસાગરજી આદિની ઉપસ્પથિતિમાં દીક્ષા અંગીકાર કરી અને પુણ્યશ્રીજીના શિષ્યા જ્ઞાનશ્રીજી નામે ઘોષિત થયાં.
તેમણે ચાલીસ વર્ષ સુધી સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત, કાઠિયાવાડ આદિ પ્રદેશોમાં વિહાર કરી ધમપ્રચારનાં કાર્યો કર્યા. શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, ખંભાત, ધુલેવા, માંડવગઢ, મસી અને હસ્તિનાપુરનાં તીર્થોની યાત્રાઓ કરી. સં. ૧૯૮૯માં તેમને પ્રવતિ નીપદ આપવામાં આવ્યું. ત્યારથી તેઓ પુણ્યશ્રીજી મ.ના સાવીસમુદાયનું સફળતાપૂર્વક નેતૃત્વ કરતાં રહ્યાં. તેમણે અનેકને દીક્ષા પ્રદાન કરી, જેમાં પૂ. સજજનશ્રીજી મ. સમાન ૧૧ શિષ્યાઓ મુખ્ય હતી.
સં. ૧૯૪માં શરીર સ્વાથ્ય કથળવાથી તેમણે જયપુરમાં જ સ્થિરવાસ કર્યો. સં. ૨૦૨૭ના ચૈત્ર વદ ૧૦ને દિવસે જયપુરમાં જ તેમને સ્વર્ગવાસ થયો. ત્યાં મેહનવાડીમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.
તેઓશ્રીને સ્વભાવ શાંત અને નિમલ હતો. પોતે નિંદા-કૂથલીથી દૂર રહીને હમેશાં જપ-તપ-ધવાનમાં જ નિમગ્ન રહેતાં હતાં અને શાસનપ્રભાવનાનાં કાર્યોમાં જ ક્ષણેક્ષણ વિતાવતાં હતાં.
પ્રધાનપદવિભૂષિતા પૂજ્ય સાધ્વીજી શ્રી અવિચલશ્રીજી મહારાજ
આ જગતમાં સમય સમય પર એવી વિમલ વિભૂતિઓ આવે છે જે પિતાના પવિત્ર ચારિત્ર્ય અને ધર્મક્રિયાઓમાં અવિચળ રહીને, પોતાના વિચારોમાં મેરુની જેમ અડગ રહીને તથા જીવનનાં વિશિષ્ટ કાર્યોમાં દઢ-સંકલ્પ કરીને જૈનજગતને અભિનવ વિચાર પ્રદાન કરે છે. આવા જીવનની આત્મકથા, જગતની એક કથા બની જાય છે. મહાનમૂતિ યથાનામ તથા ગુણાલંકૃત પરમ શ્રદ્ધેય પૂજ્ય અવિચલશ્રીજી મ. સા.ની જીવનકથા પણ જૈન સાધવી પરંપરામાં જોડાયેલી છે.
એમનો જન્મ સંવત ૧૯૬૮ ની પિષ વદ ૨ ના રોજ નાગૌર નગરમાં ખજાનચી પરિવારમાં થયો હતો. પિતા વૃદ્ધિચન્દ્ર અને માતા ઘીસીબાઈને લાડપ્યારમાં જ બચપણ વિત્યું. ૧૩ વર્ષની ઉમરે બીકાનેર નિવાસી લાલચંદજી પંગલિયાની સાથે એમને પ્રેમસંબંધ થયો પણ વિધિનું વિધાન કાંઈક જુદું જ હતું. તેઓ ૧૬ વષે વૈધવ્ય પામ્યાં.
કેટલાક સમય પછી એમને પ. પૂ. જેન કેકિલા પ્ર. વિચક્ષણથીજી મ. સા.નું સાંનિધ્ય પ્રાપ્ત થયું. ધીમે ધીમે દુઃખ ભુલાતું ગયું અને ગુરુ-સત્સમાગમને લીધે એમને વૈરાગ્યનો ભગ રંગ ચઢતે ગયે. આથી ૧૬૬૯ ના જેઠ સુદ ૫ ના રોજ એમણે ભગવતી દીક્ષા ગ્રહણ કરી અને અવિચલશ્રીજી મ. સા. નામથી એમને સંસ્કારિત કરવામાં આવ્યાં. તેમને શાંતમૂતિ, વ્યવહાર દક્ષા, પરજતનશ્રીજી મ. સા.ના શિષ્યા બનાવવામાં આવ્યા. તેઓ અદયયનરત છે. એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org