________________
[ શાસનનાં શ્રમણીરત્ન છે. એમણે સારસ્વત ચન્દ્રિકા, કાવ્ય, છંદ, અલંકાર, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી વગેરેના વ્યવહારિક જ્ઞાન સંપાદનની સાથે ચતુષ્ક પ્રકરણ ભાષ્ય, કર્મગ્રંથ, તત્ત્વાર્થ કમ્મપયડી, સમાસક્ષેત્ર વગેરે કંઠસ્થ કર્યો. અનેક શાસ્ત્રો અને આધ્યાત્મિક પુસ્તકનું અધ્યયન કર્યું અને હાલ પણ સતત સ્વાધ્યાય ચાલુ છે.
એમનું ગૌરવપૂર્ણ જીવન બધાને માટે આદરણીય અને અનુકરણીય છે. તેઓ તપસ્યા, સ્વાધ્યાય અને જપમાં વિશેષ રુચિ રાખે છે, તે બધું જ વનમાં કાર્યાન્વિત પણ કરે છે.
- દક્ષિણમાં મદ્રાસ, બેંગ્લેર આદિ, મુંબઈ, સુરત, ખાનદેશ, બાલાઘાટ, દુર્ગ, રાયપુર ઇંદોર, ઉજજૈન, રતલામ, મંદર, રાજસ્થાન, દિલ્હી આદિ પૂજ્યશ્રીના વિચરણક્ષેત્રો રહ્યાં છે.
૫. સા. શ્રી ઉપગશ્રીજી મહારાજ પૂ. શ્રી ઉપયોગશ્રીજી મહારાજ પણ ફલદીનિવાસી હતાં. તેમના પિતાનું નામ કનૈયાલાલ ગેલેછા હતું. તેમનું સંસારી નામ કેસરબાઈ હતું. તેમનાં લગ્ન ગુજરાજજી વડિયા સાથે થયાં હતાં પરંતુ તેમના ભાગ્યમાં સંસારની માયામાંથી મુક્તિ અને વૈરાગ્યમાર્ગની માયા લખાયેલી હતી તેથી નાની ઉંમરમાં જ તેમને વૈધવ્ય પ્રાપ્ત થયું, તેથી કેસરબાઈનું મન વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. એમાં પૂ. જ્ઞાનશ્રીજી મહારાજના સંપર્કમાં આવવાથી દીક્ષાની ભાવના પ્રબળ બની. સં. ૧૯૭૪ ના માઘ સુદ ૧૩ ને દિવસે ફલોદીમાં જ દીક્ષા ગ્રહણ કરી. પૂ. શ્રી પુણ્યશ્રીજીનાં શિષ્યા પૂ. ઉપગશ્રીજી નામે જાહેર થયાં. તેમનું સમગ્ર જીવન પૂ. જ્ઞાનશ્રીજીની સેવામાં જ પસાર થયું. તેમનું વ્યક્તિત્વ ઉદાર હૃદય અને સેવાભાવી હતું. સં. ૨૦૧૬માં જયપુરમાં અકસ્માત્ એમને સ્વર્ગવાસ થયે.
પૂ. સા. શ્રી વિચક્ષણ શ્રીજી મહારાજ જૈન કેકિલા'ના બિરુદથી વિખ્યાત પૂ. વિચક્ષણશ્રીજી અમરાવતીના વતની હતાં. તેમને જન્મ સં. ૧૯૬૮ ના અષાઢ વદ ૧ને દિવસે થયે હતો. પિતાનું નામ મિશ્રીમલજી, માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ દાખીબાઈ હતું. બાળપણથી જ દ્રાક્ષ પ્રમાણે મધુર વ્યક્તિત્વ ધરાવતાં હતાં. નાની ઉંમરે જ તેમને સંબંધ પન્નાલાલ મુeત સાથે કરવામાં આવ્યો હતો. પણ સં. ૧૯૭૦ માં પિતાનું અવસાન થતાં, પ્રથમ માતા રૂપાદેવી અને પછીથી દાખીબાઈ સુવર્ણ શ્રીજી મના સંપર્કમાં આવ્યાં અને વૈરાગ્ય પ્રત્યે ઢળવા માંડ્યાં. પરિણામે દાખીબાઈએ લગ્ન કરવાની ના પાડી અને દીક્ષા લેવા માટે અનુમતિ માગી. સં. ૧૯૮૧ ના જેઠ સુદ પાંચમે પીપાડ મુકામે માતા અને પત્રીએ દીક્ષા અંગીકાર કરી. માતા રૂપાદેવી વિજ્ઞાનશ્રીજી અને પુત્રી દાખીબાઈ વિચક્ષણશ્રી — બન્યાં. બંને સ્વર્ણ શ્રીજીનાં શિષ્યા ઘેષિત થયાં. બંનેની વડી દીક્ષા ગણનાયક શ્રી હરિસાગરજી મહારાજ હસ્ત થઈ અને ત્યારે વિચક્ષણશ્રીજીને પૂ. જતનશ્રીજીના શિષ્યા ઘોષિત કરવામાં આવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org