________________
૮૦૦ ]
[ શાસનનાં શ્રમણરત્ન સં. ૧૯૭૨ થી ૧૯૭૬ સુધીનાં ચાતુર્માસ જયપુરમાં જ થયાં. અને ત્યાં જ સં. ૧૯૭૬ના ફાગણ સુદ ૧૦ ને દિવસે કાળધર્મ પામ્યાં. તે જ વર્ષે તેમનાં શિષ્યા મહત્તરા ચંપાશ્રીજી ૧૦૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયાં. ત્યારે ૯૦ થી ૧૦૦ વર્ષની વયની તેમની અનેક શિષ્યાઓ વિચરી રહી હતી. એવા એ મહાન શાસનપ્રભાવક સાધ્વીજી મહારાજને અંતઃકરણપૂર્વક વંદના !
–૦
પૂ. સા. શ્રી સુવર્ણ શ્રીજી મહારાજ પ્રવતિની પુણ્યશ્રીજીના સ્વર્ગવાસ પછી તેમની આજ્ઞા અનુસાર સુવર્ણશ્રીજી પ્રવર્તિની થયાં હતાં. સુવર્ણશ્રીજી અહમદનગર નિવાસી શેઠ યેગીદાસજી બેહરા અને માતા દુર્ગાદેવીનાં સંતાન હતાં. તેમનો જન્મ સં. ૧૯૨૭ના જેઠ વદ ૧૨ ને દિવસે થયો હતો. તેમનું સંસારી નામ સુંદરબાઈ હતું. અગિયાર વર્ષની વયે તેમનાં લગ્ન નાગેરનિવાસી પ્રતાપચંદ્રજી ભંડારી સાથે થયાં. સં. ૧૯૪૫ માં તેમને સંપર્ક પુણ્યશ્રીજી સાથે થતાં સુંદરબાઈમાં વૈરાગ્યભાવના જાગી. પતિની અનુજ્ઞા લઈ સં. ૧૯૪૬ ના માગશર સુદ પાંચમે દીક્ષા ગ્રહણ કરી સુવર્ણ શ્રીજી નામે સંયમમાર્ગ સ્વીકાર્યો.
પૂ. સુવર્ણ શ્રીજી સાદવી અવસ્થામાં તપ અને સ્વાધ્યાય માટે ખૂબ પંકાયાં. કલાક સુધી ધ્યાનાવસ્થામાં રહેવું અને નિરંતર વિવિધ તપસ્યામાં મગ્ન રહેવું એ તેમની વિશિષ્ટતા હતી. અનેક વર્ષો સુધી પિતાનાં ગુરૂણી સાથે જ વિચરીને તેમની સેવાશ્રુષામાં રત રહેતાં. આ સર્વ ઉત્કૃષ્ટ ગુણોને લીધે, જોકે તેમની દીક્ષા બારમા કેમે થઈ હતી છતાં, પૂ. પુણ્યશ્રીજીએ તેમને ગણનાયિકા શેષિત કર્યા હતાં. એટલું જ નહિ, સુવર્ણ શ્રીજીની દીક્ષા પછી પૂ. પુણ્યશ્રીજીની શિષ્યા-પ્રશિષ્યાની સંખ્યાને આંક ૧૪૦ ઉપર પહોંચ્યું હોવાથી, પૂ. ગુરુણ એમને ભાગ્યશાળી માનતાં હતાં.
ગુરુસેવા અને ધમયાન ઉપરાંત, પૂ. સુવર્ણ શ્રીજીએ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા હતાં. હાપુડ, આગ્રા, બેલનગંજ, સૌરીપુર, દિલ્હી, જયપુર, બીકાનેર આદિ સ્થાનમાં જિનાલનાં નિમણ–નવનિર્માણનાં કાર્યો તેઓશ્રીની પ્રેરણાથી થયાં હતાં.
અંતિમ અવસ્થામાં તેમણે સાધ્વી સમુદાયનો પદભાર જ્ઞાનશ્રીજીને સંયે હતો. સં. ૧૯૮૯ ના માઘ વદ ૯ને દિવસે બીકાનેરમાં તેમને સ્વર્ગવાસ થયે. રેલદાદાજીમાં તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અને ત્યાં “સ્વર્ણ સમાધિ સ્થળ રચવામાં આવ્યું.
પૂ. સા. શ્રી જ્ઞાનીજી મહારાજ તેઓશ્રીનો જન્મ સં. ૧૯૪૨ના કાતિક વદ ૧૩ને દિવસે ફલાદિ નિવાસી કેવલચંદજી ગેલેછાને ત્યાં થયો હતો. તેમનું સંસારી નામ ગીતાકુમારી હતું. નવ વર્ષની વયે ગીતાકુમારીનાં લગ્ન ભીમકચંદ વેદ સાથે કરવામાં આવ્યાં, પરંતુ વિધિનિર્માણ કંઈક અન્ય જ હતું. એક જ વર્ષમાં પતિનું દુઃખદ અવસાન થતાં ગીતાકુમારી બાળવિધવા થઈ. એ જ સમયમાં સાધ્વીશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org