SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૯૯ પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પૂ. લક્ષમીશ્રીજી મ૦ નું વતન ફલેદી હતું. તેઓશ્રી જીતમલજી ગેલેછાનાં સુપુત્રી હતાં અને કનીરામજી ઝાબકના સુપુત્ર સરદારમલજીનાં પત્ની હતાં. તેમનું સંસારી નામ લક્ષ્મીબાઈ હતું. નાની વયે જ પતિનું દુઃખદ અવસાન થતાં લક્ષ્મીબાઈમાં તીવ્ર વૈરાગ્ય જાગૃત થયે. તેમને સંયમમાર્ગ સ્વીકારવાની ભાવના દઢ થઈ. એવામાં પૂ. સુખસાગરજી મહારાજની વૈરાગ્યમય વાણીને લાભ મળતાં લક્ષ્મીબાઈએ દીક્ષા સ્વીકારવાને દઢ નિર્ધાર કર્યો. સં. ૧૯૨૪ ના માગશર વદ ૧૦ ને શુભ દિને દીક્ષા અંગીકાર કરી પૂ. લક્ષમીશ્રીજી મ. તરીકે જાહેર થયાં. ત્યાર બાદ, તેઓશ્રીએ સં. ૧૯૨૫ માં જયપુર, સ. ૧૯૨૬માં ફલેદી, સં. ૧૯૨૭માં બીકાનેર અને સં. ૧૯૨૮માં પાટણમાં ચાતુર્માસ કર્યા. પાટણથી શત્રુંજય તીર્થની યાત્રા કરી સં. ૧૯૨૯નું ચાતુર્માસ અમદાવાદ કર્યું. અને સં. ૧૯૩૦ નું ચાતુર્માસ નાગારમાં કયું. પૂજ્યશ્રીએ સં. ૧૯૩૧ માં શ્રી પૂણ્યશ્રીને દીક્ષા પ્રદાન કરી. તે અગાઉ પણ તેમણે કેટલીક સાધ્વીજીઓને દીક્ષા આપી હતી. પરંતુ પૂ. પુણ્યશ્રીજીની દીક્ષા પછીની તેમની કઈ વિગત પ્રાપ્ત થતી. નથી તેથી તેઓશ્રીના દીક્ષા પર્યાય અને સ્વર્ગવાસ વિશે વિશેષ માહિતી મળતી નથી. --* ૫. સા. શ્રી પુણ્યશ્રીજી મહારાજ પૂજ્યશ્રી પુણ્યશ્રીજી મને જન્મ જેસલમેરમાં પુણ્યશાળી દંપતી શ્રી જેતમલજી અને કુંદનદેવીને ત્યાં સં. ૧૯૧૫ના વૈશાખ સુદી ૮ ને દિવસે થયો હતો. તે સમયની પ્રથા પ્રમાણે પત્રી પન્નીબાઈને દસેક વરસની વચે પરણાવી દેવા માબાપ ઉસુક હતાં. પણ પન્નીબાઇનો વિ હતો. તેમનું મન વૈરાગ્ય-ભક્તિ અને દીક્ષામાં હતું. માતાપિતાએ તેમનાં લગ્ન સં. ૧૯૨૭ના અષાઢ વદી ૭ને દિવસે ફલેદીનિવાસી દોલતસિંહ ઝાબક સાથે કર્યા, પણ લગ્નના ૧૮ મે દિવસે જ પન્નીબાઈને વૈધવ્ય પ્રાપ્ત થયું. વિધિની આ કરતાએ તેમનામાં વૈરાગ્યનું અમીઝરણું ફૂટી નીકળ્યું અને તેઓશ્રીએ અન્ન-જળને ત્યાગ કરી, શ્વસુરપક્ષ અને પિયરપક્ષ પાસે અનુમતિ મેળવી. ગણનાયકશ્રી સુખસાગરજી મ.ના હસ્તે સં. ૧૯૩૧ના વૈશાખ સુદ ૧૧ને દિવસે દીક્ષા અંગીકાર કરી પુણ્યશ્રીજી બન્યાં. પૂજ્યશ્રીજીના પ્રસન્નગંભીર વ્યક્તિત્વ, ઊંડું આગમજ્ઞાન અને મધુર વાણીને લીધે ખરતરગચ્છમાં, શ્રી સુખસાગરજીની પરંપરામાં ખૂબ જ વધારે થયો. ૪૫ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે ૧૧૬ દીક્ષા આપી, જેમાં ૪૯ તે તેમની શિષ્યાઓ જ હતી. શાસનપ્રભાવનાનું તેમનું મહાન કાય આ હતું. ઉપરાંત, સુદીર્ઘ દીક્ષા પર્યાયને તેમને હસ્તે અનેક ધર્મકાર્યો થયાં. જેમાં માત્ર મહિલાઓને જ સંયમ માર્ગે વાળવા ઉપરાંત પુણ્યશાળી પુરુષને પણ પ્રતિબધ્ધા ને પ્રવજ્યાપંથે પ્રયાણ કરવા પ્રેર્યા. તેઓશ્રીની નિશ્રામાં અનેક સંઘ યાત્રાઓ નીકળી. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનાલયે પુનનિમાણ પામ્યાં અને નૂતન નિર્માણ પામ્યાં. તેઓશ્રીના ઉપદેશથી અનેક ભવ્યાત્માએએ વ્યસન અને અભક્ષ્યને ત્યાગ કર્યો. આમ, પૂજ્યશ્રીને પ્રભાવ અનેક રીતે બહુજનપર પ્રવર્તી રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy