________________
શાસનનાં શ્રમણીરને ]
[ ૫૩ વસ્ત્રના પ્રકાર : ૧. યથાકૃત – કેઈપણ પ્રકારની સિલાઈ કર્યા વગરનું અખંડ વસ્ત્ર. ૨. અલ્પપરિકમ – એક વાર ફાડેલું અને પછી સીવેલું વસ્ત્ર. ૪. બહુપરિમં – વસ્ત્ર ફાડવાની અને સીવવાની એક કરતાં વધુ વખત ક્રિયા કરીને તૈયાર થયેલું વસ્ત્ર.
ચામડાનાં વ ધારણ થઈ શકે નહિ, છતાં વિશેષ પરિસ્થિતિમાં તેને ઉપયોગ કરવાની છૂટ છે. બૃહકલ્પભાષ્યમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ચામડાના આસન પર બેસવાથી ગૃહસ્થજીવનની કોમળ શાની સ્મૃતિ ઉદ્ભવે છે. આવા વિચારથી પરિણામની સ્થિતિમાં પરિવર્તન થાય અને આચારની શિથિલતા સંભવે છે. એટલે ચામડાનાં વને નિષેધ કરવામાં આવ્યું છે.
સાધ્વીજી માટે ચાર વસ્ત્રનો નિયમ છે. “ચિત્તારિ સંઘાડીઓ.” એક બે હાથના, બે ત્રણ હાથના, એક ચાર હાથના પ્રમાણનું વસ્ત્ર જોઈએ કે ગોચરી-સ્વાધ્યાય માટે ઉપયોગમાં આવે અને વિહાર કરતી વખતે અન્ય વચ્ચે તેમાં સમાવી શકાય. બૃહત્કલ્પસૂત્રમાં ગુપ્તાંગને ઢાંકવા માટે બે અને ઉલેખ છે : ૧. ગેહણન્તાં અને ૨. ઉગહ૫ટ્ટગં.
એ ઘનિયુક્તિ અને બૃહત્સલ્યભાષ્યમાં સાધ્વીજીને માટે ૧૧ વસ્ત્રને ઉલ્લેખ છે. વસ્ત્ર શરીરના નીચેના ભાગને માટે અને પ વસ્ત્ર શરીરના ઉપરનાં અંગે ઢાંકવા માટે છે.
ઘનિર્યુક્તિને આધારે વસંબંધી વિશેષ માહિતી નીચે પ્રમાણે જણાવી છે ? (૧) ઉગહન્તગ–ગુપ્તાંગને ઢાંકવા માટે આ વસ્ત્રને ઉપયોગ થાય છે. નાવડી આકારનું, વચ્ચેથી પહેલું અને બંને છેડા પાતળા હોય છે. (૨) ઉગહપટ્ટગ–“વિંધો મજીછો વા !” આ વસ્ત્ર કટિબંધ એટલે કે કમર પર ધારણ કરવામાં આવે છે. પહેલવાનની લંગટી હોય છે તેવી રીતે આ વસ્ત્ર પહેરવામાં આવે છે.
(૩) અઠોગ–આ વસ્ત્ર પણ કમર પર પહેરવામાં આવે છે, જે ઉપરનાં બંને વસ્ત્રને ઢાંકી દે છે. (૪) ચલણી–સીવ્યા વગરનું વસ્ત્ર, ઘૂંટણ સુધી પહોંચે તેટલું લાંબું. (કાળાવમાTr). (૫) અન્તનિયંસણ—(ધો ) કમરથી જાંઘ સુધી પહેરવાનું વસ્ત્ર. (૬) બહિનિયસણી– (કડીય દરેણપડિબદ્ધા) કમરથી એડી સુધીનાં અંગ ઢાંકવાનું વસ્ત્ર.
હવે શરીરના ઉપરનાં અંગેનાં વોની વિગતે જોઈએ ?
૧. કંચુક-સાધ્વીજીના શરીર પ્રમાણે સ્તનને ઢાંકવા માટે સિલાઈ કર્યા વગરનું વસ્ત્ર. ૨. એકચ્છિય–આ વસ્ત્ર કંચુક સમાન જમણા ખભા પર રાખવાનું હોય છે. ૩. વેકશ્યિ – કંચુક અને ખભા પરના વસ્ત્રને ઢાંકવા માટે ઉપયોગમાં લેવાતું વસ્ત્ર. ૪. સંઘાડી–
મા બે 1 વરવાસે.” એક કે બે હાથના પ્રમાણવાળું વસ્ત્ર ભિક્ષા માટે ઉપયોગમાં લેવાય છે. ચાર હાથે પ્રમાણુવાળું વસ્ત્ર આરામના સમયે તથા પ્રવચન સાંભળવાના સમયે ઉપયોગમાં લેવામાં આવે છે. “ fબાઇ પાચળ. ” પ. બંધકરણી—“વષથવિરથા, વાચવEST (ા.” ચાર હાથ લાંબું વસ્ત્ર, પવનથી રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. રૂપવતી સાધ્વીને જોઈને વિકારવશ થતા પુરુષથી બચવા સાધ્વી આ વસ્ત્ર ધારણ કરે છે. પીઠ પાછળ વસ્ત્રની પિોટલી બાંધવામાં આવતી હતી, જેથી સાધ્વી કૂબડી જેવી લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org