SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] [ શાસનનાં શમણીરત્નો ઘનિયુક્તિને આધારે સાધ્વીનાં વસ્ત્ર સંબંધી ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ થાય છે. અષાઢ સુદ પૂર્ણિમાથી કાર્તિક સુદ પૂર્ણિમાના ચાતુર્માસ કાળમાં સાધ્વીજી વસ્ત્ર વહેરી શકે નહીં. તે સિવાયના સમયમાં આવશ્યક્તાનુસાર વસ્ત્ર વહેરે. વસ્ત્રની માગણી કરવામાં આવે અને મળે તો જ વસ્ત્ર ગ્રહણ કરવું. ગૃહસ્થ “અમુક દિવસ પછી લાવીને આપીશ” એમ કહે તે વસ્ત્રગ્રહણ થઈ શકે નહિ. સુગંધયુક્ત પદાર્થવાળું કે ગરમ પાણીથી ધોયેલું વસ્ત્ર ગ્રહણ થઈ શકે નહિ. વસ્ત્રના નિરીક્ષણની સાથે દાતાના મનેભાવનું પણ નિરીક્ષણ કરવું. આચાર્ય કે ગુરુની અનુમતિથી વસ્ત્ર રાખવામાં આવશે એમ ગૃહસ્થને જણાવવું જરૂરી છે. જે સાધ્વી વસ્ત્ર લાવે તેને ઉપયોગી ન હોય તે અન્ય સાધ્વીને વસ્ત્ર આપવું અને તેમ ન હોય તે વસ્ત્ર પાછું આપવું જોઈએ. આગમશાસ્ત્રમાં વસ્ત્રના રંગ સંબંધી કેઈ ઉલ્લેખ નથી, પણ ગચ્છાચાર પ્રમાણે વેત વસ્ત્રને આચાર છે. ભીનાં વસ્ત્રોને સૂકવવા માટે ભૂમિશુદ્ધિ જોવી. ઊંચે થાંભલે, દરવાજે, દીવાલ, વૃક્ષ વગેરે સ્થાન પર વસ્ત્ર સૂકવવાં નહિ. આ નિયમને હેતુ અહિંસાધર્મના પાલન છે. અગિયાર પ્રકારનાં વસ્ત્ર ઉપરાંત નીચે દર્શાવેલી ૧૪ વસ્તુઓની સાધ્વીજીને આવશ્યકતા હોય છે. બૃહત્કલ્પભાષ્ય અને ઘનિર્યુક્તિમાં અન્ય ઉપકરણોને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ૧. પત્ત–પાત્ર. ૨. પત્તાબંધ-પાત્રને બાંધવા માટે. ૩. પાયઠવણ–પાત્રસ્થાપન. ૪. પાયકેસરિયા–પાત્રકેસરિયા. પ. પડલાઈ-પટલાનિ. ૬. રત્તાણું–રખસાણ. ૭. ગચ્છા –ગોચ્છિક. ૮-૯-૧૦ પછાયા–તીન પ્રચ્છાદિક. ૧૧. હરણ- હરણ. ૧૨. મુહપત્તિ-મુહપત્તિ. ૧૩. મત્તએ—માત્રક માટેનું પાત્ર. ૧૪. કમએ-કામળી. સાધ્વીજીને આવશ્યક વસ્તુઓ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય – એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. ઉત્કૃષ્ટમાં આઠ વસ્તુઓને સમાવેશ થાય છે. ત્રણ વસ્ત્ર, ભિક્ષાપાત્ર, અત્યંતર નિવસિની, બહિનિવસિની, સંઘાટિકા, કન્ધકરણ. મધ્યમ વિભાગમાં ૧૩ વસ્તુઓ છેઃ રજોહરણ, પલકાનિ. પાત્રકબંધ, રજસાણ, માત્રક, કમઠક, અવગ્રહાન્તક, પત્ત, અલ્પેલિક, કંચુક, ચલનિકા, ઔપકક્ષિકી, વૈકલિકી. જઘન્ય વિભાગમાં ચાર વસ્તુઓ છેઃ મુહપત્તિ, પાત્રકેસરિકા, ગેચ્છિક, પાત્રસ્થાપન. તદુપરાંત, નખ કાપવા માટે, કાનમાંથી કચરો કાઢવા માટે, દાંતમાંથી અન્ન કાઢવા, પુસ્તક રાખવા સાપ – જેવી વસ્તુઓ પણ રાખવાની છૂટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy