SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પર ] [ શાસનનાં શ્રમણીરત્નો સમ્યક્દર્શન નિર્મળ થાય તે માટે વિશેષ ગ્રંથને અભ્યાસ કરે. ચારિત્ર એટલે ગુરુભક્તિ, વિનય, વૈયાવચ્ચ, તપશ્ચર્યા, ગચ્છાધિપતિ, વૃદ્ધ, અશક્ત, સાધુ વગેરેમાં સેવાભાવનાથી પ્રવૃત્ત થવું. દશધા સમાચારી એ સાધુની દિનચર્યામાં એક અનિવાર્ય અંગ બની રહે છે. તેના પાલનથી વિનયગુણ કેળવાય છે અને ગુરુકૃપા તથા અન્ય સંયમપષક પ્રવૃત્તિમાં વિશેષ પ્રગતિ થાય છે. આ સમાચારી ચારિત્રશુદ્ધિ ને વૃદ્ધિમાં ઉપકારક હોઈ તેના પ્રત્યે સતત જાગૃતિ રાખવી જોઈએ. ( ૩ ) વસ્ત્ર અને પાત્ર વિશેના નિયમો જૈન ધર્મમાં સાધુ-સાધ્વી માટે નિર્વસ્ત્ર–વસ્ત્રરહિતપણાને ઉત્તરાધ્યનસૂત્રમાં ઉલ્લેખ છે. ભગવાન મહાવીર પણ એ જ રીતે સંયમજીવન વિતાવતા હતા. આ માટે “અલકત્વ' શબ્દપ્રયોગ થાય છે. જૈન ધર્મમાં નિયમે કઠેર છે. પરિગ્રહ પરિલાણ વ્રતના સંદર્ભમાં વસ્ત્રરહિતપણાને સંબંધ છે. શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે સાધુને આચાર દશ પ્રકારે છે, તેમાં પ્રથમ અલકત્વને ઉલ્લેખ છે. તીર્થ કરે દીક્ષા લે છે ત્યારે ઇન્દ્ર એક દેવદુષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે. તે દેવદૂષ્ય જ્યાં સુધી ભગવંતની પાસે હોય ત્યાં સુધી સચેલક કહેવાય છે. જ્યારે તે વસ્ત્ર જાય ત્યારે અચેલક કહેવાય છે. સાધુને માટે અચેલક કલ્પ સમજ. પહેલા તીર્થંકર શ્રી રાષભદેવ અને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સાધુઓ વેત પરિમાણવાળા અને જીર્ણપ્રાયઃ વસ્ત્ર ધારણ કરે છે તેથી તેઓ અચેલક કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સમયના સાધુઓ વસ્ત્ર રાખે છતાં અચેલક એ દષ્ટિએ છે કે વસ્ત્ર અલ્પ મૂલ્યવાળાં અને જીર્ણ પ્રાયઃ છે એટલે અલક કહેવાય છે. અલકત્વ વિશે ઉત્તરાધ્યયન નિયુક્તિમાં સાધ્વીજીને માટે વસ્ત્રને ઉલેખ સામાજિક મર્યાદા માટે થયેલો પ્રાપ્ત થાય છે. આચાર્ય શિવભૂતિની બેહેન સાધ્વી ઉત્તરાએ વિવશ થઈને, સમાજની મર્યાદાને લક્ષમાં રાખીને વસ્ત્ર ધારણ કર્યા હતાં. આચારાંગ આદિ આગમગ્રંથોમાં પણ વસ્ત્ર સંબંધી નિયમો જણાવવામાં આવ્યા છે. એટલે વેતામ્બર પરંપરામાં સાધ્વીનાં વા અંગે સ્પષ્ટ નિયમો છે તે પ્રમાણે વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. પાંચ પ્રકારનાં વની માહિતી નીચે મુજબ છે : સાધ્વીજી માટે પાંચ વસ્ત્રની આવશ્યક્તા છે. ૧. જગમિક – ઊનનાં બનાવેલાં વ, ૨. ભાંગિક – અલસી આદિની છલમાંથી નિર્માણ કરેલાં વ, ૩. સાનક – શણમાંથી બનાવેલાં વ, ૪. પિતક – કપાસમાંથી બનાવેલાં વ અને ૫. તિરીપટ્ટ – વૃક્ષની છાલમાંથી બનાવેલાં વ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy