________________
૭૬૮]
[ શાસનનાં શ્રમણીરત્નો આહારમાં થયો હતો. સંસારી નામ હીરબાઈ હતું. સં. ૧૯૬૮માં લગ્ન થયું. સં. ૧૯૬૯માં પતિદેવનું અવસાન થતાં પૂ. સાધ્વીજી વિનયશ્રીજીના સદુપદેશથી સં. ૧૯૭રમાં દીક્ષા ગ્રહણ કરી અને પૂ. સાધ્વીજી માનશ્રીજીના શિષ્યા તરીકે જાહેર થયાં. તેઓશ્રી બહુત, વ્યવહારકુશળ, પઠન પાઠનમાં ચતુર અને આજ્ઞાંકિત સાદવજી તરીકે ખૂબ પ્રખ્યાત થયાં હતાં.
આમ, પૂ. ગુરુણી શ્રી માનશ્રીજી મહારાજ સ્વ-પર કલ્યાણનાં વિવિધ કાર્યોમાં આજીવન શાસનપ્રભાવના કરતાં રહીને, અનેક તેજસ્વી અને તપસ્વી શિષ્યાઓનો સમુદાય શાસનસેવામાં સમર્પિત કરીને આત્મોપકારક જીવન જીવી ગયા. કેટ કેટિ વંદન હજે એ પુણ્યાત્મા સાધ્વીશ્રીને!
સંયમની શુદ્ધ અને ઉત્કૃષ્ટ સાધિકા પૂ. સાધ્વીરના શ્રી લાવણ્યશ્રીજી મહારાજ
જીવન અને મરણને કેમ અનાદિકાળથી આ સંસારમાં ચાલ્યા આવ્યા છે. અનંત આત્માઓ જીવનને ધારણ કરે છે અને અન્તમાં મૃત્યુના હાથમાં ચાલી જાય છે. જગતમાં આવવું જેટલું મહત્ત્વપૂર્ણ નથી, એટલું જ મહત્વપૂર્ણ અહીંયાંથી સુવ્યવસ્થિત મૃત્યુ મેળવવાનું છે. આવા અનેક આત્માઓમાં ગુણીજી શ્રી માનશ્રીજી મ. સા. નાં શિષ્યા વિદુષી સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજનાં વિનયાદિ ગુણસંપન્ન સાદવીજી શ્રી લાવણ્યશ્રીજી મહારાજ હતાં.
તેમને જન્મ વિ. સં. ૧૯૯૮ માં સુરત શહેરમાં થયે; પણ તેમને જીવન-ઉછેર તો વતન રાજસ્થાનમાં જ છે. તેમનાં સંસારી માતાનું નામ મોતીબાઈ તથા પિતાનું નામ ધનાલાલજી હતું. પોતાનું સંસારી નામ રાધાબાઈ હતું. માતા-પિતાના લાડડમાં રાધાબાઈનો ઉછેર કર્યો.
તેઓ જ્યારે ૧૪ વર્ષનાં થયાં ત્યારે પિતાજીએ સ્વક્તવ્ય અનુસાર આલાસણનિવાસી બાલાલજીની સાથે તેમનાં લગ્ન કર્યો. છોગાલાલજી અને રાધાબાઈને જીવનરથ આનંદથી ચાલી રહ્યો હતે; પરંતુ કમસત્તા એ સહન ન કરી શકી; અને એક દિવસ એ આવ્યું કે શેઠ છોગાલાલજીનો આકસ્મિક દેહાંત થઈ ગયે. લગ્નના માત્ર બે મહિનામાં જ રાધાબાઈ ઉપર વજઘાત જેવું અસહ્ય હૈધવ્યનું દુઃખ આવી પડ્યું. કમના વિચિત્ર સ્વરૂપને અનુભવ કરતી કરતી રાધાબાઈ તેમનો સમયકાળ વ્યતીત કરી રહી હતી.
ભાવિભાવ એ બન્યું કે વિહાર કરતાં કરતાં ત્યાગમાગે સ્વ-પર કલચાણની સાધનામાં રત એવા પૂ. સાધ્વીશ્રી કંચનશ્રીજી મ. આદિ અલાસણમાં પધાર્યા. રાધાબાઈનો તેમની સાથે સત્સંગ થયો. પૂ. સાધ્વી મહારાજનું ચાતુર્માસ પણ ત્યાં જ થયું–જેમાં રાધાબાઈને પૂરા ચાતુર્માસમાં વૈરાગ્યરસભરી વાણીનું પાન કરવાથી સંસારના દુઃખદ માગને છેડીને શાશ્વત સુખની વાટે આગળ વધવાની ભાવના થઈ. વૈરાગ્યના રંગથી રંગાયેલાં રાધાબાઈને પૂજયશ્રીની છત્રછાયામાં આત્મશાંતિ અને કલ્યાણના રાજપથ દેખાણો. રાધાબાઈની એ વૈરાગ્યભાવનાને કુટુંબીજનોએ પણ સહર્ષ સ્વીકાર કરતાં આકેલી ગામમાં પૂ. આ. શ્રીમદ્ વિજયતીન્દ્રસૂરીશ્વરજી મ. સાવ ના વરદ હસ્તે વિ. સં. ૧૯૬ના માગશર સુદ ૧૨ ના રોજ રાધાબાઈએ દીક્ષા ગ્રહણ કરી. અને તેઓ પૂજ્ય સાધવીજી શ્રી માનશ્રીજી મ. ની વિદુષી શિષ્યા પૂ. સા. કંચનશ્રીજીની શિષ્યાના રૂપમાં ઘોષિત થઈ સાદવજી શ્રી લાવણ્યશ્રીજી નામથી અલકત થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org