________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૭૬૭
અનુમતિ આપી. દીક્ષાદ્દિન નક્કી થયા. પૂ. ગુરુદેવની આજ્ઞા મંગાવી. સ. ૨૦૧૧ માં વૃદ્ધિબાઈ ને ભાગવતી દીક્ષા પ્રદાન કરવામાં આવી, અને સાધ્વીશ્રી માનશ્રીજી તરીકે જાહેર કરવામાં આવ્યાં.
તેએશ્રીએ લગભગ બાર વર્ષ સુધી પૂ. ગુરુણીમહારાજની નિશ્રામાં રહીને નિર'તર શાસ્ત્રાભ્યાસ, વ્યાકરણ, કાવ્ય આદિનો અભ્યાસ કર્યાં. સેવા અને તપશ્ચર્યામાં અગ્રેસર રહ્યાં. પૂ. ગુરુણીમહારાજ પણ તેઓશ્રીની સાધુશીલતા, વ્યાખ્યાનશૈલી, અધ્યયનપ્રીતિ, ક્રિયાપરાયણતા અને આજ્ઞાકારિતા પર મુગ્ધ હતાં. તેએશ્રીની યાગ્યતા અનુસાર આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે માળવા–જાબુઆમાં સં. ૧૯૫૨ ના મહ! સુદ પૂનમે વડી દીક્ષા આપી.
પૂ. સાધ્વીશ્રી માનશ્રીજી વિદ્યા, તપ, ધર્મપ્રભાવનામાં અવિરત આગળ વધ્યે જતાં હતાં ત્યાં સ. ૧૯૬૨ માં પૂ. ગુરુણીજી વિદ્યાશ્રીજીના સ્વર્ગવાસ થયા. આ વજ્રઘાતમાંથી બહાર ન આવ્યાં ત્યાં સ. ૧૯૬૩ માં પૂ. આચાય દેવેશનુ સ્વગમન થયું. પૂજ્યશ્રીએ સ. ૧૯૪૧ થી સ. ૧૯૫૨ સુધી અને સ’. ૧૯૫૪ થી સ. ૧૯૫૬ સુધી પૂ. ગુરુણી મહારાજની નિશ્રામાં જ વિહાર કર્યાં હતા. દરમિયાન મક્ષીજી, માંડવગઢ, કેશરિયાજી, કરેડા, સિદ્ધાચલ, તાર’ગા, ગિરનાર, શંખેશ્વરજી, મેત્રાણા, તળાજા, ઘેઘા, આબુ, ગોડવાડ, પચતીર્થી, ભાંડવપુર, બામનવાડા, રાતા મહાવીરજી, ભીડિયાજી, ભારેલ આદિ પવિત્ર તીર્થ સ્થાને!ની યાત્રા કરીને આત્માને પવિત્ર કર્યાં. મારવાડ, માળવા, ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરા અને ગ્રામાનુગ્રામ વિહાર કરીને શાસનપ્રભાવના કરી.
ત્યારબાદ, વૃદ્ધાવસ્થાને લીધે શરીર અશક્ત થવા માંડ્યુ. અને એક પછી એક વ્યાધિએ જોર કરવા માંડ્યું ત્યારે પૂજ્યશ્રીએ માત્ર પ્રભુસ્મરણમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ. સાધ્વીશ્રી કમલશ્રીજી, પુણ્યશ્રીજી, લલિતશ્રીજી આદિ સકળ શિષ્યાઓને સમુદાય તેમની સેવામાં રાતિદન ખડે પગે રહેતા હતા. તેએશ્રી આત્મધ્યાનમાં તલ્લીન બની રહેતાં. સ. ૧૯૯૦ના કારતક વદ ૬ ને દિવસે તેઓશ્રીએ એક માસના અનશન પછી, અહમ્ અમિના જાપ સાથે નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂજ્યશ્રીના પાર્થિવ દેહને આહાર ઉદ્યાનમાં સુરમ્ય ગાડી પાર્શ્વનાથના પ્રાંગણમાં અગ્નિસંસ્કાર
કરવામાં આવ્યા.
પૂજયશ્રીના સ્વર્ગવાસ પછી સાધ્વી-સમુદૃાયના સકળ ભાર પૂ. સાધ્વીજીશ્રી ભાવશ્રીજી મહારાજ પર આવી પડયો; તેઓશ્રીએ આજીવન પેાતાનાં ગુરુણીશ્રીજીનુ કર્તવ્ય નિભાવ્યું.
પૂજ્યશ્રી માનશ્રીજી મહારાજને સાધ્વીજી શ્રી મનેહરશ્રીજી, માવશ્રીજી, વિનયશ્રીજી, કમલશ્રીજી, સુમતાશ્રીજી, સેાહનશ્રીજી, ગુલાબશ્રીજી આદિ ૪૦ ઉપરાંત શિષ્યાઓ હતી. જેમાં અનેક પ્રભાવશાળી સાધ્વીજી મહારાજો તરીકે વિખ્યાત છે.
શ્રી ગુલાબશ્રીજી મહારાજ : તેઓશ્રીના જન્મ રતલામમાં સ. ૧૯૫૩ના કારતક સુદ ૧૩ ને દિવસે થયેા હતેા. સ. ૧૯૬૫માં ખાચરાદમાં લગ્ન થયું.... સ. ૧૯૬૬માં પતિદેવનું અવસાન થતાં સ’. ૧૯૬૭ના આસા સુદ ૧૦ને દિવસે પૂ. સાધ્વીજી માનશ્રીજી પાસે દીક્ષા ગ્રહણ કરી.
શ્રી મગનશ્રીજી મહારાજ : તેઓશ્રીના જન્મ ભીનમાલમાં સ. ૧૯૪૬ના ભાદરવા વદ ૧૩ને દિવસે થયે. જન્મનામ કેશરબાઈ હતું. ૧૯૬૧માં લગ્ન થયાં. સ. ૧૯૬૯માં વૈધવ્ય આવતાં સ. ૧૯૭૧માં પૂ. સા. શ્રી માનશ્રીજી મહારાજ પાસે પ્રત્રજ્યા અગીકાર કરી.
શ્રી હેતશ્રીજી મહારાજ : તેઓશ્રીના જન્મ સં. ૧૯૫૫ના આસેા સુદ ૧૦ને દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org