________________
શાસનનાં શ્રમણીરત્ન !
[ ૭૬૯૯ દીક્ષા ગ્રહણ કરી તેમણે પિતાના સંયમજીવનમાં નિયમિત સ્વાધ્યાય અને રત્નત્રયીની સાધના અને આરાધના શરૂ કરી. ગુરુજી શ્રી કંચનશ્રીજી મ. નું સાંનિધ્ય અને માર્ગદર્શન વિશુદ્ધ અને ઉત્કૃષ્ટ ચારિત્રપાલનમાં સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ. ને માટે પ્રબળ પ્રેરણારૂપ બની ગયું, સાથે જ જ્ઞાન મેળવીને પિતાને નિમલ શ્રદ્ધાસમ્પન્ન બનાવવામાં સહગ મળે. સં. ૧૯૯૬ ના માઘ સુદ પાંચમના સિયાણીમાં પૂ. આ. ભ. શ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મ૦ ની જ નિશ્રામાં વડી દીક્ષા થઈ. પછી ગુણીજની દ્વારા પ્રદત્ત જ્ઞાનતિ જ લક્ષ્ય બનાવીને વડીલની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિહાર શરૂ કર્યો અને દરેક જગ્યાએ ચાતુર્માસમાં બહુ યશ પ્રાપ્ત કર્યો. તેમની વ્યાખ્યાનશૈલીથી સકલ સંઘ મુગ્ધ થઈ જતો હતો.
એકાવન વર્ષ સુધી તેમણે સંયમની શુદ્ધ આરાધના કરી અને અનેક આત્માઓને ધમમાં દઢ. થવાને ઉપદેશ આપ્યું. તેમનો ઉપદેશ મેળવીને અનેક ભવ્યાત્માઓએ તે સંયમ ગ્રહણ કર્યો. તેમણે શાસન અને સમાજમાં પણ અનેક પ્રકારનાં કાર્યો કર્યા અને સહયોગ આપ્યો.
પૂ. શ્રી લાવણ્યશ્રીજી મહારાજ વાવૃદ્ધ હોવાથી ચાર વર્ષથી ભીનમાલમાં બિરાજમાન હતાં. તેઓ અંતિમ સમય સુધી સંયમની આરાધના કરતાં કરતાં વૈશાખ સુદ ૧૧ ના રોજ નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં પિતાના દેહરૂપી પીજરામાંથી આત્માને મુક્ત કરીને સમાધિપૂર્વક પરલોક ચાલ્યાં ગયાં. અનેક ગામના શ્રીસંઘોએ પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ અપી અને તેઓશ્રીના પુણ્યવાન આત્માની ચિર શાંતિ પ્રાથી.
છે.
==
=
==
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org