________________
૭૬૨ ]
[ શાસનનાં શ્રમને જ છુંદાઈ ગયે. આત્મ-પંખેરું અનંતની મંઝિલે પ્રયાણ કરી ગયું. નશ્વર દેહ માત્ર જર્જરિત અવસ્થામાં ત્યાં જ પડ્યો રહ્યો.
હાહાકાર મચી ગયે. વન-વગડામાં બંને નાની પ્રશિષ્યાઓને અગાધ અંધકારમાં એકલાં– અટૂલાં મૂકી, નિરાધાર કરી પૂજ્યશ્રી ચાલ્યાં ગયાં. ફર યમરાજાએ કેઈને પણ છોડ્યા છે ખરા? પિલા બંધક મુનિના ૫૦૦ શિષ્યને ઘાણીમાં પીલી નાખતાં પણ એને શરમ આવી છે ખરી? ઘાણીમાં તલ પિલાય અને તલમાંથી તેલ બહાર નીકળી જાય તે કર યમરાજની ઘંટી રૂપ એ ટ્રકનાં પૈડાંથી પૂજ્યશ્રીનાં માત્ર મેં અને બે હાથ સિવાયનાં અંગો છેદાઈ ગયાં. ખટારો પણ નીચે ગબડી ગયો. પોતાની સર્વ આરાધના પોતાની જાતે જ કરી. કેઈની પણ સહાયની અપેક્ષા રાખી નહીં. નવકારમંત્રના ધ્યાનમાં ત્યાં જ પિતાના નશ્વર દેહને ત્યાગી નવા વેશને ધારણ કરવા પક પ્રતિ પ્રયાણ કરી ગયાં.
એકાએક આવા કરુણ દશ્યને જોઈને બેવડ ગામનાં લોકો ભેગા થઈ ગયાં. પૂજ્યશ્રીના પુણ્યબળે પોલિસ-કાર્યવાહી વગેરે ઝડપી પતી ગયું. એમના પાર્થિવ દેહને મહેસાણું સીમંધરસ્વામી જિન મંદિરના ઉપાશ્રયે લાવવામાં આવ્યું. હજારોની માનવમેદની વચ્ચે, સૌનાં તપ્ત હદયે, જય જય જય નંદા જય જય ભદ્રાના ગગનભેદી જયનાદ વચ્ચે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. સવ માણસની આંખમાંથી અનરાધાર શ્રાવણ-ભાદરવાને ધોધ વહેતો હતો. હૈયામાં શેકસાગર ઘુઘવાટા કરતો હતો. અને મુખમાંથી એક જ સંવાદ નીકળતું હતું કે કર કર્મરાજાને શરમ ન આવી, કે આવાં ૪૦-૪૦ વર્ષના દીક્ષા-પર્યાયવાળાં મ. સા. ને પણ ન છોડ્યાં?
પિતાના ૪૦-૪૦ વર્ષના દીક્ષા-પર્યાયમાં મા-દીકરી ક્યારે પણ છૂટાં પડ્યાં ન હતાં ! આ પહેલી જ વાર વિધિએ જાણે સંકેત જ ન કર્યો હોય, તેમ, પિતાની શિષ્યાને ૧૫ દિવસ પહેલાં વિદાય કરી, અને, મારું આવું કરુણ મેત મારી પુત્રી નહીં જોઈ શકે, એવા જ જાણે મનમાં દઢ સંકલ્પ કર્યો ન હોય તેમ, પહેલાં તેમને આશીર્વાદ આપી વિદાય કર્યા, અને પાછળથી એ પિતે કઈને કંઈ પણ કહ્યા વિના, કેઈની પાસેથી કંઈ પણ લીધા વિના, અને “જાતસ્ય હિ ધ્રુવે મૃત્યુઃ '—જન્મેલાને મૃત્યુ નિશ્ચયપણે હેય જ છે, માટે સતત સમાધિમય જીવન જીવી જાણજે–આવે મૂક સંદેશે કહીને, સર્વને નિરાધાર મૂકી એમને અમર આત્મા દેહપિંજરને છેડી પરેલેકના પંથે પ્રયાણ કરી ગયે. શાસનદેવ એમના આત્માને શાંતિ, સમાધિ અને સગતિ આપે એ જ હૃદયેચ્છા. ગુરુપાદપણું.
– સાધ્વીજી શ્રી પવિત્રલતાશ્રીજી તથા શિષ્યા-પ્રશિષ્યાન કેટિ–કેટિ વંદન.
પૂ. સાધ્વીજી શ્રી લલિતાશ્રીજી મ. સા. નાં શિષ્યા પૂ. સાધવીજી શ્રી વિનયેન્દ્રશ્રીજી મહારાજ
સાગરગચ્છના અણમેલ રત્ન સમાન ૧૦૮ ગ્રંથપ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ને આજ્ઞાતિની મહાપ્રભાવશાળી પૂ. અમૃતશ્રીજી મ. સા. ના પ્રશિષ્યા વિનયેન્દ્રશ્રીજી મ. સા. એટલે એક અણમોલ રત્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org