SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્નો ] | [ ૭૬૩ બિંદુમાંથી સિંધુ બનવા તત્પર બની કર્મની સામે થયાં. કઠિન તપશ્ચર્યા કરવામાં કટિબદ્ધ બન્યાં. એમણે સહકુટ જેવી મહાન તપશ્ચર્યા સુંદર રીતે કરી. તપશ્ચર્યા એ કર્મક્ષય કરવા માટે એક મહાન સાધન છે. આત્મા અને કમ-ડાકુઓની વચ્ચે ઝપાઝપીમાંથી આત્માને તપશ્ચર્યા દ્વારા હળકમી બનાવ્યો. સોળ ઉપવાસ, વર્ષીતપ, વર્ધમાનતપ એળી વગેરે તપશ્ચર્યાઓ સારી રીતે કરેલ છે. આ મહાન આત્માનો જન્મ ૧૯૭૮માં માણસા મુકામે કારતક સુદ ત્રીજના દિવસે થયે અને ૧૯૯૩માં મહા વદ અગિયારસે સાણંદ મુકામે સંયમ સ્વીકાર્યો. નાની ઉંમરમાં અભ્યાસની સુંદર રુચિ હતી. પ્રકૃતિ શાંત અને સરળ હતી. દીપકની જ્યોત બુઝાઈ જવાથી દુઃખનું સર્જન થયું પરંતુ મહાપુરુષોને તે મૃત્યુ એટલે જાણે ચીમનીનું ફૂટવું ને જ્યોત પ્રગટ થવા જેવું કહેવાય. સં. ૨૦૩૭ની સાલમાં સાબરમતી મુકામે પૂજ્ય ગુરુદેવને વ્યાદિએ ઘેરી લીધાં. સતત વ્યાધિની સામે સતત આરાધના, કર્મ અને ધમની લડાઈમાં કમસત્તા નિષ્ફળ નીવડી, ધર્મશ્રદ્ધા મજબૂત બની. સાબરમતીમાં ભૂરીબાઈ ઉપાશ્રયે કારતક વદ ત્રીજના દિવસે તેજસ્વી તારલિયો ઇ.સી પડ્યો. જીવન-દીપક બુઝાઈ ગયે. સૂર્ય આથમી ગયે. વાદળથી સૂર્ય ઢંકાઈ જાય તેમ ગુરુ રૂપી સૂર્યને પડાવવામાં વાદળે સફળ બન્યાં. ઓચિંતો દીપક બુઝાયો, કાળ ઝપાટો કરી ગયે. ગુરુદેવનો સ્નેહ અજોડ હતો. જગતની સર્વ કડીઓમાં સ્નેહની કડી સૌથી વડી છે. લેઢાની સાંકળ તોડી શકાય, પણ પ્રેમના તાંતણાની એકાદ ઝીણી ગાંડ પણ તડવી અતિ દુષ્કર છે. ગુણીઓના ગુણે તો ક્યારેય વર્ણવી શકાય તેમ નથી, છતાં તેઓની પ્રેરણા અને આદર્શો અમારા જીવનમાં પણ ઉતરે અને એમના આશીર્વાદ દ્વારા સયમ-જીવનમાં અમારી પણ સુંદર પુષ્ટિ થાય, એ જ ભાવના. - પૂજ્યશ્રીનાં શિખ્યા-પ્રશિષ્યાઓમાં સા. શ્રી કિરણલતાશ્રીજી, તત્ત્વગુણાશ્રીજી, તીર્થરત્નાશ્રીજી, શાસનરત્નાશ્રીજી, સંચમરત્નાશ્રીજી આરિ. --તત્ત્વગુણાશ્રીજી મહારાજ તથા શાસનરત્નાશ્રીજી મ. આદિની વંદના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy