________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૭૬ ૧ માતા-પુત્રી વૈરાગ્ય–વાસિત બન્યાં. હૈયામાં પ્રભુ વિરના પંથે પ્રયાણ કરવાની ઉત્કટ ભાવના જાગી. પિતાના બંને લઘુબંધુઓની રજા લઈ માતા-પુત્રીએ વિક્રમ સંવત ૨૦૦૮ના કારતક વદ ૬ ના રોજ પાટણ મુકામે પ. પૂ. સરલ–સ્વભાવી ચારિત્ર–ચૂડામણિ આચાર્ય દેવ શ્રીમદ્ કાર્તિસાગરસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. હીરાબહેન પૂ. જશવંતશ્રીજી મ. સા.નાં શિષ્યા હર્ષપ્રભાશ્રીજી મ. સા. તરીકે પ્રસિદ્ધ થયાં અને કંચનબહેન પોતાની માતા ગુરુદેવ હર્ષપ્રભાશ્રીજી મ. સા.ના શિષ્ય પૂ. પવિત્રલતાશ્રીજી મ. સા. તરીકે જાહેર થયાં. બંને માતા-પુત્રીએ પિતાનું જીવન પૂ. ગુરુદેવ જશવંતશ્રીજી મ. સા.ના ચરણે સમર્પણ કર્યું. બંને માતા-પુત્રી
ચારિત્રમાણમાં જ્ઞાન, ધ્યાન, ત્યાગ, તપ, સંયમ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચમાં આગળ વધ્યાં. પિતાના માયાળુ અને લાગણીશીલ રવભાવને કારણે સમસ્ત સમુદાયમાં પ્રેમપાત્ર બન્યાં. સંયમજીવનની સાધના કરતાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ વગેરે પ્રદેશમાં વિચરી સર્વ જીવોને ધર્મોપદેશ આપતાં સ્વહિતની સાથે પરહિત કરતાં.
પૂ. હર્ષપ્રભાશ્રીજી મ. સા. ની અત્યંત વત્સલતા, લાગણીશીલતા, ક્ષમતા અને સદાયે હસમુખા ચહેરાથી જયાં-જ્યાં પણ વિચરતાં કે ચાતુર્માસ કરતાં ત્યાં સર્વે ભાઈ-બહેનના પ્રેમને સંપાદન કરતાં. તેમની પુત્રી-શિષ્યા પવિત્રલતાશ્રીજી મ. સા. ખૂબ જ કોમળહૃદયી. ભણવામાં પ્રવીણ હતાં. કામકાજમાં માત્ર એક જ નજર પૂરતી હતી. એમને રત્નત્રયાશ્રીજી, સૌમ્યરસાશ્રીજી અને જયનંદિતાશ્રીજી, એમ ત્રણ શિષ્યાઓ થઈ. પૂ. રત્નત્રયાશ્રીજી મ. સા. ને પુષ્યરત્નાશ્રીજી નામે શિષ્યા થઈ, અને પૂ. પુપરત્નાશ્રીજી મ. સા.ને જુદશિતાશ્રીજી નામે શિષ્યા થયાં.
પૂ. હર્ષપ્રભાશ્રીજી મ. સા. સંવત ૨૦૪૬ ની સાલમાં સાબરમતી વરસોડાની ચાલી ગજીમહેનના ઉપાશ્રયે ચાતુર્માસ હતાં. આરાધના ખૂબ જ સુંદર ચાલતી હતી. ડીસાનિવાસી બાબુલાલ પોપટલાલ કાંટીના ઘરને ડીસાથી શંખેશ્વર સુધીને છરી પાલિત સંઘ પ. પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં નીકળનારો હતો. સંઘપતિએ સંઘમાં પધારવાને ખૂબ જ આગ્રહ કર્યો હતો. શંખેશ્વરતીર્થમાં દાદા શંખેશ્વર પાર્શ્વપ્રભુનાં દર્શન અને ગચ્છાધિપતિ આ દેવ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા. ને વંદનની ભાવનાથી સંઘપતિના આગ્રહને માન આપી પિતે ડીસા નહીં જતાં પિતાની પુત્રી-શિષ્યા શ્રી પવિત્રલતાશ્રીજીને, હું ચાણસ્મા સંઘમાં તમને મળીશ. એમ અગાઉથી જાણે સંત કરી કારતક વદ ૬ ના રોજ પુત્રીને આગળ વિદાય કરી પોતે માગશર સુદ ૪ ના રોજ બે પ્રશિષ્યા સાથે સાબરમતીથી વિહાર કરી સંઘમાં જવા પ્રયાણ કર્યું. પરંતુ કુદરતને એમનું આ પ્રથાણ શું ઉચિત લાગ્યું હતું? માગશર સુદ ૭ ના રોજ લીચ આવ્યાં. સાંજે વિહારની ઈચ્છા ન હોવા છતાં ડોળીની પરાધીનતાથી વિહાર કર્યો. પરંતુ ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે !” વિહાર કરી મેવડ ગામના પાઢીએ આવ્યાં. ઊતરવાનું ૨૫-૫૦ ડગલાં જ દૂર હતું, પરંતુ એમના આત્માને આ ઊતરવાનું સ્થળ ન ગમ્યું ! કર યમરાજાની કૂટ નીતિ અને વિધિની વકતા કંઈક જુદી જ હતી. ચાણસ્મા જઈને બધાંને મળવાની ઉત્કંઠા, શંખેશ્વર દાદાનાં દર્શનની તીવ્ર અભિલાષા અને પૂ. આ. ભગવંતના વંદનની અતીવ ઇચ્છા હતી પરંતુ કાળરાજાને એમના આ મને ગમ્યા નહીં.
ડળી ધીરે ધીરે મંઝિલ તરફ પ્રયાણ કરતી હતી અનેઅને એકાએક એક ટ્રક આવી, પાછળ બીજી ટ્રકે એના પર ધકકો માર્યો. બેલેન્સ છટકી ગયું. ટ્રક ડાળીવાળી બહેનની સાથે અથડાઈ ડોળી હાથમાંથી છટકી ગઈ. મ. સા. મંઝિલ સુધી ન પહોંચ્યાં અને કાળઝાળ યમરાજા સમાં ટ્રકની હડફેટમાં પૂ. મ. સા. ને પુણ્ય દેહ આવી ગયો, ને પાર્થિવ દેહ દાની જેમ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org