________________
[ શાસનનાં શ્રમણરત્ન
સાથે જ હતાં. તેઓશ્રીએ સ્વર્ગસ્થની ઘણી-ઘણી વૈયાવચ્ચ, સેવા–શુશ્રુષા કરેલ છે. તદુપરાંત પાટણના સુશ્રાવક કીતિલાલભાઈ સેવાભાવી ધમપ્રેમી વકીલ રતિલાલભાઈ, સુશ્રાવિકા કમળાબહેન તથા તેમના કુટુંબના સભ્યોએ તથા સુશ્રાવિકા તારામતીબહેન વગેરેએ સેવા કરવામાં તેમ જ આરાધના કરાવવામાં ઘણો સારો લાભ લીધો હતો.
તેમના દર્શનાર્થે આવનાર બહેનોએ તેઓશ્રીની શુદ્ધિમાં કુલ ૧૧૯ આયંબિલ, ૧૦૫ એકાસણા ૨૫ બિયાસણ, ૧૪૫૧ સામાયિક, ૧૦૬૬ નવકારવાળી, ૧૦૦૦૦ સ્વાધ્યાય તેમ જ અઠ્ઠાઈ મહોત્સવ, શ્રી જીવદયાની ટીપ કરેલ. તેઓશ્રીના સંસારી ભાઈઓ તથા બહેને પૂજા ભણાવવાનું કહેલ. તેમના સંસારી ભાણેજે એક જીવને છોડાવવાનું કહેલ.
અંતિમ આરાધનામાં નવસ્મરણ, ચાર શરણાં, શ્રી પુન્ય પ્રકાશ સ્તવન, શ્રી નવકારમંત્રનો જાપ આદિ શ્રવણ કરાવવામાં આવેલ. તેઓશ્રીનો આત્મા સુખશાતાને પામે, એવી શાસનદેવને પ્રાર્થના. – સા. શ્રી કલ્પશીલાશ્રીજી મહારાજ.
વાત્સલ્યવારિધી, ભદ્રપરિણામી પૂ. સાધ્વીજી શ્રી હર્ષપ્રભાશ્રીજી મહારાજ ગરવી ગુજરાતની પુણ્ય ધર્મનગરી પાટણની નજીકમાં નાનું ખાનપરડા ગામ. પ૦-૧૦૦ જેટલાં ઘરના નાના ગામડામાં ધર્મપરાયણ સેવાભાવી વાડીભાઈ અને મમતાળુ મેનાબહેનની કુક્ષીએ વિક્રમ સંવત ૧૯૭૪ ના ફાગણ સુદ ૭ ના દિને હીરા જેવી તેજસ્વી હીરાબહેનનો જન્મ થયો. ૩ બહેનો અને બે ભાઈઓની જોડી માતા-પિતાને સુખ ઉપજાવતી હતી. “દીકરી એ પારકા ઘરની લક્ષ્મી” એ ઉક્તિ અનુસાર માતા-પિતાએ પોતાની વ્હાલસે પુત્રી હીરાબહેનને રનેરનિવાસી ડાહ્યાભાઈની સાથે પરણાવી. સંસારનાં સુખે ભેગવતાં હીરાબહેન બે પુત્રી કંચનબહેન અને વસુબહેન તથા એક પુત્ર સેવંતીભાઈનાં માતા બન્યાં. નાની વયમાં ઘરનો બધો ભાર ભળાવી ડાહ્યાભાઈ અનંત ભણું ચાલ્યાં ગયાં. પુત્ર પણ નજીવી બીમારીમાં માતા અને બે બહેનોને નિરાધાર મૂકી પંચત્વ પામે. માતા હીરાબહેન અને બંને પુત્રીઓ મામાને ઘેર પાટણ આવ્યાં. ચોગ્ય ઉમર થતાં બંને પુત્રીઓના વિવાહ કર્યો. પરંતુ કાળના ભયંકર જડબામાં ભીંસાતાં સંસારી જેને સુખ કયાંથી હોય?
મટી પુત્રી કંચનબહેન જમણપુરમાં પિતાના શ્વસુરગૃહે હતાં અને તેમના પતિ બાબુલાલ એકાએક પેટના દુઃખાવાથી ત્યાં જ ઢળી પડયા. કંચનબહેન વિધવા થયાં. પિતાની પુત્રી એકાએક વિધવા થવાથી માતાના હૈયે શેકના ડુંગર તૂટી પડ્યા. હૈયું દુઃખથી સંતપ્ત બન્યું. ભાઈઓના સહારે દુઃખ ડું–થે વિસરાયું, પરંતુ હૈયામાં હજુ પીડા હતી. કિન્તુ ધમનગરી સમી પાટણ નગરીમાં પૂજ્ય જ્ઞાની ગુરુભગવંતન જિનવાણીને અનરાધાર ધોધ વહેતો હતો. એ વાણીનું પાન કરી માતા-પુત્રી ધમને કંઈક પામ્યાં. પાટણ ડંખ મહેતાના પાડે છે. પૂ. ૧૦૮ ગ્રંથપ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવતિની સ્વ. સાધ્વીશ્રી દોલતશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીજી જયવંતશ્રી જી મ. સા. ચાતુર્માસ બિરાજમાન હતાં. વારંવાર એમની અમૃતવાણીનાં ઝરણાં માતા-પુત્રી ઝીલતાં હતાં. પૂ. મ. સાહેબે સંસારનાં દુઃખનું સ્વરૂપ સમજાવ્યું. અસાર એવા સંસારીની ઝાંખી કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org