________________
૭૪૨ ]
[ શાસનનાં મણીરત્ન પદવી સાથે શ્રમણીર્વાદમાં પ્રથમ પ્રવતિનીપદ અર્પણ કરેલ. સાણંદ ગામ એમના માટે ત્રિવેણીસંગમ-રૂપ બન્યું. ત્યાં જ તેમને જન્મ થયે, દીક્ષા મળી અને પ્રવતિની પદવી મળી.
એમણે જીવનમાં કઈ દિવસ સૂર્યોદય પહેલાં પડિલેહણ અને વિહાર કર્યો નથી. પાંચ આયંબિલ સિવાય ઓછું તપ કર્યું નથી અને જીવનમાં સપિરિસિએ બિયાસણુ એ સિવાય ઓછું પચ્ચખાણ કર્યું નથી. પહેલી પરિસિનું પાણી પણ વાપર્યું નથી. પંચાણું વર્ષની ઉંમર સુધી ઉભયકાલ પ્રતિકમણ પણ ઊભાં-ઊભાં જ કરતાં હતાં. જીવનમાં પ્રમાદરહિત હતાં. રાતના ૧૨ વાગે સંથારતાં અને સવારમાં વહેલાં ઊઠતાં. જેમાં ચાતુર્માસ કરે તે ગામમાં જેટલાં દહેરાસર હોય ત્યાં બધે દર્શન કર્યા બાદ પચ્ચખાણ પાળતાં. એવા ગુરુશ્રી, પ્રાયઃ કરીને સૂતાં જેવા જ ન મળે. જીવનમાં બાણું વર્ષની ઉંમર સુધી થોડો થોડો વિહાર પણ કરતાં હતાં. તેમ જ ૯૨ વર્ષની ઉંમરે આબુના દહેરાસરનું નવ્વાણું કર્યું હતું.
આમ નવાણું વર્ષની ઉંમર સુધી શુદ્ધ સંયમને પાળનાં અપ્રમત્ત રહેતાં ગુરુ મ. શ્રી સાબરમતી મુકામે પૂ. ગચ્છાધિપતિ શ્રી આ. ભ. કૈલાસસાગરસૂરિ મ. સા. ની નિશ્રામાં વિ. સં. ૨૦૪૪ ની સાલે આસો વદ અગિયારસે નમસ્કારમંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા એવાં અમારાં પૂ. ગુરુ મ. સા. ને અમારા કેટિ-કેટિ વંદન. આપના જીવનના ઉચ્ચ ગુણનું અમને અવલંબન મળે અને અમે પણ આપની જેમ અમારાં જીવન સાર્થક કરીએ એવા આશીર્વાદ આપે. પૂજ્યશ્રીના શિષ્યા-પ્રશિષ્યા પરિવારમાં–સા. શ્રી હિંમતશ્રીજી, શ્રી પ્રમોદશ્રીજી, શ્રી પ્રવીણશ્રીજી, શ્રી વિશ્રીજી, શ્રી સુમિત્રાશ્રીજી, શ્રી ઉમંગશ્રીજી, શ્રી રાજેન્દ્રશ્રીજી, શ્રી ચંદ્રપ્રભાશ્રીજી, શ્રી જયપ્રભાશ્રીજી, શ્રી પુણ્યપ્રભાશ્રીજી, શ્રી પ્રશાંતશ્રીજી, શ્રી પ્રિયદર્શીનાશ્રીજી, શ્રી ચારશીલાશ્રીજી, શ્રી રમ્યગુણાશ્રીજી, શ્રી પ્રશલયશાશ્રીજી, શ્રી કપશલાશ્રીજી, શ્રી હિતપ્રજ્ઞાશ્રીજી, શ્રી પાકીતિશ્રીજી, શ્રી સુવણરેખાશ્રીજી, શ્રી ચંદ્રકાતિ શ્રીજી, શ્રી ઉજજવલપ્રજ્ઞાશ્રીજી, શ્રી જયદશિતાશ્રીજી, શ્રી ઉપશમશીલાશ્રીજી, શ્રી પુણ્યતિ શ્રીજી, આદિ વિશાળ પરિવાર ધરાવે છે.
–રાજેન્દ્રશ્રીજીની કેટિ કેટિ વંદનાવલિ.
જ્ઞાન-ધ્યાનમાં સદાય તત્પર અને ગુણગણાલંકૃત
પૂ. સાધ્વીજી શ્રી દોલતશ્રીજી મહારાજ મેવાડ પ્રદેશમાં ઉદયપુર જિલ્લામાં આમેટ તાલુકામાં આવેલ એક કાળા ગુમાના નામનું નાનકડું ગામ. ત્યાં શેઠશ્રી શાહ કેશરીમલજીભાઈ ચોપડાની અટકના એક વણિક રહેતા હતા, અને તેમનાં કાર્ય શ્રીમતી ડાહીબહેન નામનાં શ્રાવિકા હતાં. તેમની રત્નકુક્ષીએ સંવત ૧૯૪૧માં એક બાલિકા-રત્નને જન્મ થયો. તે બાલિકાનું નામ કેશરબહેન રાખ્યું.
સમય જતાં તેમને સંયમ લેવાની તીવ્ર ભાવના જાગૃત થઈ પિતે ગામડામાં રહેનારાં હોવાથી ગુજરાતી ભાષાને અભ્યાસ નહીં હોવાથી પિતે મહેસાણામાં ચંચળબાઈને ત્યાં ભણવા માટે રહ્યાં. મહેસાણામાં રહીને પોતે જ્ઞાનાભ્યાસ ઘણો જ સારો કર્યો અને આગળ વધ્યા. પછી તે ઘણો જ સમય દરેક સ્થળે જ્યાં જાય ત્યાં ગામ-ગામાંતર ચંચળબાઈની સાથે જ જતાં.
એક વખત પિતે ચંચળબહેનની સાથે વિજાપુર પૂજ્યશ્રી રત્નાશ્રીજી મહારાજને વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org