SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરને] || ૭૪૩ કરવા ગયાં, અને રત્નાશ્રીજી મહારાજને સમાગમ થતાં પૂર્વના પુણ્ય સંસ્કારને લીધે તેઓની સંયમ-ભાવના વધુ પ્રમાણમાં દૃઢ થઈ. ત્યાંથી આવ્યા બાદ સગાં-સંબંધીની અનુમતિ મેળવીને વિજાપુરમાં કેશરબહેને દીક્ષા લીધી. સંવત ૧૯૬૧ના મહા સુદ પાંચમના દિવસે પરમપૂજય પ્રાતઃસ્મરણીય, શાંતમૂતિ પરોપકારી, ચારિત્રચૂડામણિ પૂજા ગુરુવર્ય શ્રી સુખસાગરજી મહારાજ આદિ ઠાણું સહિત વિજાપુરમાં બિરાજમાન હતા, અને તેમના અમૂલ્ય સમુદાયમાં વસતાં પૂજ્ય સાધ્વીજી કે હરખશ્રીજી તથા રત્નશ્રીજી મહારાજ આદિ ઠાણાં પણ ત્યાં બિરાજમાન હતાં. ત્યાં બાઈ કેશરની દીક્ષા પૂજન્મ સુખ સાગરજી મહારાજાના હસ્તે શ્રી રત્નાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે થઈ અને દોલતશ્રીજી નામ રાખવામાં આવ્યું. ત્યાં સાધુકિયા વગેરે સાધારણ અભ્યાસ ક્યાં બાદ રત્નાશ્રીજી મહારાજની સાથે વિજાપુરથી વિહાર કરી અનુક્રમે પ્રાંતિજ પધાર્યા. ત્યાં અભ્યાસ માટે પંડિતજી રાખ્યા, અને તેમની પાસે પોતે પ્રકરણાદિને અભ્યાસ કર્યા પછી પેથાપુર પધાર્યા. ત્યાં દેવગે રત્નાશ્રીજી મ. બીમાર થયાં અને લગભગ એક માસ જેટલી બીમારી ભેળવી તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ત્યાંના સાગરગછના આગેવાને શ્રાવક લીલા પારેખ આદિ સંઘના શ્રાવએ અંતિમ કિયા સારી રીતે કરી. ત્યાર પછી ત્યાંથી બન્ને વડીલ ગુરુબહેને જ્ઞાનશ્રીજી તથા માણેકશ્રીજી મહારાજ આદિની સાથે પોતે પણ વિહાર કરી વિચરતાં-વિચરતાં ઘણા લેકેને ધમને ઉપકાર કરતાં. ૧૯૬૨ની સાલનું ચાતુર્માસ સાણંદમાં થયું. તે પૂરું થયા બાદ ત્યાંથી અમદાવાદ પધાર્યા. સંસ્કૃત આદિન અભ્યાસ થોડોઘણે અમદાવાદ કર્યો અને તે સમયમાં પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ આદિનું પણ ચાતુર્માસ અમદાવાદમાં થયું. પાલનપુર, ખેરાલુ, પ્રાંતિજ વગેરે ગામોમાં વિચરતાં રહ્યાં, ધર્મોપદેશ આપતાં રહ્યાં. સાણંદમાં જયંતીશ્રીજી અને મુક્તાશ્રીજીને વડી દીક્ષા ઓચ્છવપૂર્વક આપવામાં આવી. સાદડી, જાણેરાવ, રાણપુર, વકાણી, નાડોલ, બાલાઈ વગેરે પંચતીથી અને અન્ય નાનીમોટી યાત્રાઓ કરી, પાલી ગામ સુધી વિચારીને ત્યાંથી પાછા ફર્યા, અનુક્રમે ચાણસ્મામાં બાઈ માણેકને વૈરાગ્ય ભાવના જાગૃત થતાં તેમના સંબંધી વગેરેની અનુમતિ મેળવી ફાગણ વદ બારસના જ બહેન માણેકને દીક્ષા આપવામાં આવી, અને દૌલતશ્રીજી મહારાજનાં ત્રીજા નંબરે વિખ્યા થયાં અને મંગળાશ્રીજી નામ રાખવામાં આવ્યું. કતિસાગરજી મહારાજની આચાર્ય પદવી સાલડીવાળા તરફથી આપવાનું નકકી થયું અને વૈશાખ સુદ ત્રીજના રોજ બહેન પૂરીની દીક્ષા અને મહેસાણા નિવાસી ભાઈ સોમચંદભાઈની દીક્ષા તેમ જ સાધ્વીજી મનહરશ્રીજીનાં સાધ્વી મણિશ્રીજી તથા પ્રમોશ્રીજીની શિષ્યા સાધ્વી વિબોધશ્રીજી –બનેનાં વષીતપનાં પારણું તેમ જ ખંભાતનિવાસી ભાઈ કેશવલાલની દીક્ષા વગેરે દરેક, અખાત્રીજના દિવસે જ એકી મુક્ત થયાં હતાં, તેમ જ મોટી રકમ સાલડીવાળા જેશીંગભાઈ તરફથી ખર્ચાઈ હતી. અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર તેમ જ અઠ્ઠાઈ મહેત્સવ વગેરે બે વખતની બને દિવસ નવકારશી વગેરે પિતાની યથાશક્તિએ દ્રવ્યનો સદુપયોગ કરી જશ-કીતિ સારી લીધી હતી, અને બહેન પૂરીબહેનને દીક્ષા આપી અને ઈન્દુશ્રીજીનાં શિષ્યા તરીકે અરુણોદયશ્રીજી નામ રાખવામાં આવ્યું, ત્યારે આચાર્ય પદવી હોવાથી લગભગ ૭૫ ઠાણાં સાધુ-સાધ્વીજી મહેસાણામાં હતાં. ત્યારબાદ મતિશ્રીજીને મંદવાડમાં હાડકાંને ક્ષય લાગુ પડ્યો હતો અને પૂજ્ય દૌલતશ્રીજી મહારાજનું શરીર તે જ અરસામાં બગડ્યું અને સખ્ત બીમારી ભેગવી હતી, પરંતુ ભાગ્યેાદયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy