SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ! [ ૭૪૧ વર્તમાન સાધીસંધના સૌથી વયોવૃદ્ધ પૂજ્ય પ્રવર્તિની ૫. સાધ્વીજી શ્રી મનેહરશ્રીજી મહારાજ સાઠ કે તેથી વધુ વયના વૃદ્ધ વડીલને પૂછીએ કે મુરબ્બી ! આપને જન્મદિવસ ક્યારે આવે છે? તો કેઈ અપવાદ રૂપ વ્યક્તિ જ ચોક્કસ તિથિ, વાર અને સંવત જણાવશે. કેમ કે આજથી અધી સદી અગાઉના સમયમાં પોતાનો જન્મદિવસ યાદ રાખવાનું કે મેંધવાનું પ્રચલન ન હતું. પૂછનારને જવાબ મળતા કે, ફલાણું સંવતમાં જન્મ થયો હતો. પૂજન્ય પ્રવતિની સાધ્વી શ્રી મનોહરશ્રીજી મહારાજ આજે શાંત, સ્વસ્થ અને પ્રસન્નચિત્ત શત વર્ષની ઘણુ નજીક પહોંચી રહ્યાં છે. આ પૂજય સાધ્વીશ્રી કષભકાલન તપ અને જ્ઞાનતેજથી વિભૂષિત પૂર્વ આર્યાઓની પુનિત યાદ આપે છે. ગરવી ગુર્જર દેશની ધન્યભૂમિ, ધર્મવાસિત, ધનધાન્ય-ભરેલી એવી ગૌરવંતી સાણંદ નગરી જેવાં અનેક આત્મા વિચર્યા છે અને અનેકના જન્મ થયા છે, રાજનગરના એક છેડે વસેલું નાનું પાદર જેવું ગામ છે. તે ગામમાં વસ્ત્ર ધારણથી મુનિ નહીં પરંતુ ગૃહસ્થ–વેશમાં મુનિના ઉપમાનવાળા, મુનિ જેવું જીવન જીવનાર એવા રાઘવજીભાઈ રહેતા હતા, પણ પિતાના જીવનની રહેણાત પરથી તેઓ રધુમુનિ તરીકે ખ્યાતિ પામેલાં. તેમને પ્રતિભાશાળી, સન્નારીમાં શ્રેષ્ઠ એવી પાર્વતી નામે પત્ની હતી. તેમની કુક્ષીએ પુત્રીરત્નને જન્મ થયે. તેમનું નામ મંગુબહેન સ્થાપન કરવામાં આવ્યું. તેમના જન્મ વિ. સં. ૧૯૬૨ એટલે ૧+૯+૪+૨=૧૬, આ અંકની અપેક્ષાએ તેમને જીવનમાં ૧૬ કષાયોને જીણું ક્ય ના. જાણે જન્મની ગળથુથીથી જ એમનામાં માતા-પિતાના જીવનના ધાર્મિક સંસ્કાર રેડાયા હતા. જેમ ખેડૂત વૃક્ષને ફળીભૂત કરવા તેને રસાયણ અને પાણીથી સિંચન કરી ઉત્તમ ફળ મેળવે છે, તેમ માન-પિતાએ આ પુત્રીમાં સંસ્કારનું સિંચન કર્યું. સંરમમાગ ગ્રહણ કરવાની ઇચ્છા, પરંતુ જુનવાણી વિચારોના સંસારી વડીલોએ રાજનગરમાં શામળાની પળે મોકમચંદભાઈના સુપુત્ર ચીમનભાઈ જોડે લગ્નગ્રંથિએ જોડયાં. ત્યાં પણ વિધિની વિચિત્રતાઓ માત્ર છ માસની અંદર વૈધવ્ય પ્રાપ્ત થતાં વૈરાગ્યમાં વૃદ્ધિનું કારણ થયું, અને પિતા રધુમુનિની શુભ પ્રેરણાએ સં. ૧૯૭રના વૈશાખ સુદ ૫ ના ગનિઝ ગચ્છપ્રણેતા આ. ભ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે સંયમ સ્વીકારી સાધ્વીજી શ્રી સુમતિશ્રીજી મ. નાં શિષ્યા બની મંગુબહેનમાંથી મનહરશ્રીજી તરીકે સ્થાપન કરાયાં. કમનસીબે દીક્ષા બાદ વડી દીક્ષા થતાં પહેલાં જ ગુરુ મ. સુમતિશ્રીજી અચાનક ટૂંકી બીમારીમાં જ કાલધર્મ પામ્યાં. રેખર, કમની વિચિત્રતા કેવી છે કે જન્મતાં માતૃવિયેગી, લગ્ન થતાં પતિ વિયોગી અને દીક્ષા બાદ ગુરુવિયેગી બન્યા છતાં કર્મનો સિદ્ધાંતોને આત્મસાત્ કરનાર મનેહરશ્રીજી મ. ગુરુબહેન પૂ. દર્શનશ્રીજી મ. નાં શિષ્યા તરીકે ઘોષિત કરાયાં. અને જ્ઞાન, ધ્યાન, તપ અને ત્યાગના માર્ગે આગળ વધતાં મસ્તીથી જીવન વિતાવતાં હતાં. સંયમમાગ આઠ કમને ક્ષય કરવા સ્વીકાર્યો. સમતા, નમ્રતા, ગંભીરતા, વાણીની મધુરતા વગેરે ગુણોથી આકર્ષતા એમણે આઠ બહેનને આ સંસારરૂપી સમુદ્રમાંથી ઉગારી પોતાના શિષ્યા તરીકે સ્થાપન કર્યા. એમના મહાન ગુણ અને ચારિત્રની ઉત્તમતા જોઈને સાણંદ મુકામે . ઉ. કૈલાસસાગર ૫ મ. સા.ની આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy