________________
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ના સાધ્વી સમુદાય
જિનશાસન રૂપી ઉદ્યાનમાં જેમ સાધુ રૂપી પુષ્પગુચ્છાએ ઉદ્યાનની પ્રતિભાને મહેકાવી છે, તેમ સાઘ્વીરત્નાએ પણ જ્ઞાન અને તપ દ્વારા તે ઉદ્યાનની સુવાસને ચામેર ફેલાવી છે. ચતુવિધ સંઘની ગણનામાં જો કે શ્રમણાનુ સ્થાન પ્રમુખ છે અને એમનુ પ્રભુત્વ પણ છે; છતાં સાધ્વીરો ચતુવિધ સંઘની એક પાંખ રૂપે છે. તેના વગર ચતુવિધ સંઘ કહી શકાય તેમ નથી. તેથી તેમની ઉપેક્ષા થઈ શકે તેમ નથી જ.
ચારિત્રસ’પન્ન આયોઆએ આંતરિક સપત્તિ દ્વારા જિનશાસનની પ્રતિભાને સુવર્ણાંકિત બનાવી છે. તે તેમની બાહ્ય જીવનની પ્રતિભાથી પ્રભાવિત થઈ અનેકાનેક નારીઓએ ધમ શ્રદ્ધામાં સુદૃઢ બની પોતાનાં સતાના શાસનને સમર્પિત કર્યાં છે. પ. પૂ. યોગનિષ્ઠ આચાય દેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયવતી સાઘ્વીરત્નામાં પૂર્વે થયેલાં સાધ્વીશ્રી લાભશ્રીજી, સાધ્વીશ્રી દોલતશ્રીજી, સાધ્વીશ્રી અમૃતશ્રીજી જેવાં સાઘ્વીરત્નાના ચારિત્રની અનુમેદનાથી અનેક આત્માઓ પવિત્ર બન્યા છે. સાધ્વીરત્ના પ્રવૃતિની શ્રી મનેાહરશ્રીજી મહારાજનુ જીવન ચેાથા આરાના શ્રમણજીવનની આંખી કરાવી જાય તેવુ હતુ, અત્રે એ આર્યાનાં નિર્મળ ચારિત્રજીવનના ગુણાના માત્ર ઉલ્લેખ થયા છે. એ પ્રભાવક ચારિત્રોની સુવાસ આ ગ્રંથમાં આપણને માણવા મળશે.
આવાં અનેક સાઘ્વીરત્ના પૂર્વે આ સમુદાયમાં થયાં છે અને વમાન કાળમાં પણ આ જ સમુદાયમાં સાધ્વી શ્રી જશવ તશ્રીજી, સાઘ્વીશ્રી ઇન્દ્રશ્રીજી, સાધ્વી શ્રી કુસુમશ્રીજી, સાધ્વી શ્રી સુમિત્રાશ્રીજી, સાધ્વી શ્રી વિષેધશ્રીજી આદિ સાધ્વીસમુદાય જિનાજ્ઞાનુસાર સાધ્વાચારનું પાલન, જ્ઞાનાચારનું પાલન, તપાચારનું પાલન કરી સ્વજીવન કૃતાર્થ કરી રહ્યાં છે. પૂ. આચાર્ય ભગવત શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજનું પ્રિય વાચ, જે પૂ. આચાય દેવશ્રી કેલાસસાગરસૂરિજી મહારાજ અવારનવાર દોહરાવતા, તે ભૂલવું ન જોઈએ ઃ
‘દાસેઽહમ્ સવ સાધુનામ્ સાધ્વીનાં ચ વિશેષતઃ ।’
– હું' સવ સાધુઓને દાસ છુ અને તેમાંયે સાધ્વીજીએના તે વિશેષ પ્રકારે દાસ છું. અસ્તુ.
સપાદક
Jain Education International
For Private & Personal Use Only
―
www.jainelibrary.org