SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૦ ] [ શાસનનાં શમણીરત્નો ભૂતકાળની એળખ રૂપ જ બની રહ્યાં, અને તે દિવસથી વિમળા સાથ્વી વારિણાશ્રીજી મહારાજ અને કેકિલા સાધ્વી વાસેનાશ્રીજી મહારાજના પવિત્ર સ્વરૂપે પૂજનીય અને વંદનીય બન્યું. દીક્ષા બન્નેની એક જ દિવસે, એક જ મુહ, એક જ સ્થળે, એક જ ગુરુભગવંતના વરદ હસ્તે અને એક જ સમુદાયમાં થઈ હતી. પરંતુ વારિણાશ્રીજી મહારાજ ઉંમરમાં પિતાથી બે વસે મોટાં હતાં, આથી તેમને વાસેનાશ્રીજી મહારાજે પોતાના ગુરુપદે સ્થાપ્યાં. સમવયક સખીને ગુણી બનાવી સાધ્વી વજાનાશ્રીજીએ એક ઉમદા અને પ્રેરક દષ્ટાંત આપ્યું. - દિવંગત ધ્યાનગી શ્રી કેશરસૂરિજી મહારાજની આજ્ઞાનુવતી પૂજ્ય સાધ્વી શ્રી નેમશ્રીજી મહારાજની આ બન્ને શિષ્યાઓ દીક્ષાના પહેલા જ દિવસથી “બ્રાહ્મી-સુંદરી” ની જુગલજોડી તરીકે કાદર અને લેકચાહના પામવા લાગી. સં. ૨૦૧૭ થી સં. ૨૦૩૫ સુધીનાં અઢાર વરસ દરમિયાન વર્તમાન કાળચક્રના આ “બ્રાહ્મી-સુંદરી” સાધ્વી ભગવંતોએ પ્રશસ્ય એકરાગ અને એકરસ બની પિતાના સમુદાયની જવાબદારીઓ એટલી સુંદર અને સફળતાથી ઉપાડી છે કે તે જોનાર અને જાણનારે બન્નેની મુક્તકઠે પ્રશંસા કરી છે. બન્ને વચ્ચે ક્યારેય મતભેદ નહીં. જેઓ ગૃહસ્થ-જીવનમાં તેજસ્વી નીવડેલ, તેઓ સંયમી જીવનની મહામૂલી ચૂંદડી ઓઢીને મીરાંની જેમ આ ચૂંદડીને દૂજે દાગ ન લાગે તે માટે હર પળે જાગૃત બની રહેતાં. પ્રથમ ચાતુર્માસથી ભારતના ખૂણે-ખૂણે પોતાની આગવી વસ્તૃત્વ શૈલીથી આમજનતા સમક્ષ રસ ભેજનને થાળ પીરસી, અનેકવિધ ભાવેને નયનમાં ઉતારી, મુખારવિંદ પર ઉપસાવી લોકોનાં મન હરી લેતાં સ્વનામને સાર્થક કરવા પ્રભુવીરના સંદેશને વારિસિંચનથી બે-બેબા ભરી પાતાં ધરાતાં નહીં, સાથે સાથે શ્રોતાજને પર ધારી અસર ઉપસાવી શકવા સમર્થ બનતાં. વળી સુશિષ્યા પૂ. વજનાશ્રીજી મ. સા. સંગીતકલાના તાર મિલાવી મધુર કંઠે સ્તવન-સજઝાય રેલાવી પ્રજાજનેનાં હૈયાને હરી લેવા માટે ભાગ્યશાળી બન્યાં. આમ પિતાની અતિ મીઠી વાણી અને અનોખા આજથી પ્રજાજનોને ઘેલા, અરે ! ગાંડા બનાવી દીધા, એમ કહીએ તે અસ્થાને નથી. ઊગતી ઉષા સમાં સ્વ. પૂ ગુરુદેવ જ્યાં-જ્યાં વિચરતાં ત્યાં ત્યાં કંટકે પણ કુસુમ બની જતાં ધન્યતા અનુભવતા. ચાતુર્માસ કે શેષકાળમાં ગમે તે સ્થાને, ગમે ત્યારે જતાં જેમ-જેતરના પ્રિય પાત્ર બની ચૂકેલ. સ્વ. પૂ. ગુરુદેવના હૈયામાં “સવિ જીવ કરું શાસન-રસી”ની ભાવના ઊછળી રહી હતી. જીવ માત્રના કલ્યાણની કામના અને સમતાભરી સંયમ–સાધનાથી જીવનને મંગલમય બનાવી ધર્મના ઉત્તમ પ્રતિનિધિ અને આદર્શ ધર્મારાધક બની ગયાં. આવાં ધમ–ઉદ્યોતકની મિષ્ટ વાણીથી આકર્ષાઈ, જ્ઞાનની અજબ-ગજબની પ્રતિભા નિહાળી ૧૮ (૧+ ૮=૯) વર્ષના દીક્ષા પર્યાયે અનુક્રમે એટલે કે નવપદજીનાં નવ-અઢાર શિષ્યા-પ્રશિષ્યા થષાં, જે તેઓની પુનિત છત્રછાયામાં જ્ઞાન-ધ્યાનાદિ આવશ્યક ક્રિયાઓ કરી રહેતાં હતાં, તે સઘળે યશ સ્વ. પૂ. ગુરુદેવશ્રીજીને ફાળે આવે છે. જ્ઞાન, ધ્યાન, ચિંતન અને મનન, પરિશીલન કરવામાં ઓતપ્રોત બનેલ પૂ. સ્વ. ગુરુજી આશ્રિત શિષ્યાવૃંદ કે જ્ઞાન-પિપાસુઓને જ્ઞાન-દાન દેતાં ક્યારેય થાક્યાં નહીં, પણ તેમને મનમયૂરો નાચી ઊઠતો. હૈયાને અનેરા ઉમળા સાથે સૌને સૂત્ર. અર્થ, તત્ત્વની વાચના આપતાં હતાં. સ્વ-પર-કલ્યાણકારી દેવી જાણે દેવી સરસ્વતીને અવતાર ન હોય, તેવાં ભાસતાં હતાં ! સાથોસાથ તપશ્ચર્યાદિ કરી કાયાની માયાને શેષતાં અઢાર વર્ષના દીક્ષા-પોયમાં પ્રાયઃ ક્યારેય બિયાસણાથી ઓછું પચ્ચકખાણ કર્યું નથી કે પ્રાયઃ સાઢ પરિસીથી વહેલું પચ્ચક્ખાણ પાયું નથી. ઈંગ્લિશ, મરાઠી, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, તમિલ અડદિ ભાષાઓના જાણનારા સ્વ. પૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy