SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરને ] [ ૭૩૧ ગુરુદેવ અતિ સૌમ્યવદના, મિલનસાર અને શાંત પ્રકૃતિનાં હતાં. વળી જૈન ધર્મ અને જૈન સંઘના અસ્પૃદયના અને શાંત પ્રકૃતિના મારથ શી સ્વ. પૂ. ગુરુજી સંયમ અને તપ-આરાધનાની અણમૂલ મૂડીના બળે ધર્મ ભાવનાના સોદાગર બનીને પ્રભુવીરના દિવ્ય વારસાને દીપાવી જાણનાર પુણ્ય પ્રવાસી એવા સ્વ. પૂ. ગુરુદેવે જિનશાસનને પ્રશસ્ત બનાવવામાં જીવનની કૃતાર્થતા અનુભવી. એવા તેજસ્વી રત્નના જીવનની અમૃતસરિતામાંથી છેક આચમન કરી પવિત્ર બની જઈએ. અમાવસ્યાની કાજળઘેરી રાત્રિએ અવતર્યા છતાં બીજના ચંદ્રની જેમ સોળે કળાએ વિકસિત બનેલા એ સ્વ. પૂ. ગુરુદેવ, જાણે ભાંગ્યાના ભેરુ જેવા કે મહારથી અદેશ્યપણે વિચરતા સંતસંઘને સિતારો શાસનદેવે ન આપ્યો હોય! અને સ્વ-પર કલ્યાણકારી કારુણ્યમૂતિનું જીવનકાય આટોપાઈ ન ગયું હોય! કર્તવ્યના મેદાનમાંથી ચાલી નીકળનાર આ દિવ્ય તેજ ધરાવનાર, વિવેક, વાત્સલ્ય ને વિનયની રત્નત્રયીથી ઝગમગી રહ્યાં હતાં. તેઓની વિકસિત બની રહેલી ચડતી કળા જાણે ન જીરવાતી હોય તેમ, બુઝાતે દીપક વધુ ઝગારા મારે તેમ પૂજ્યશ્રીને જીવનદીપ બુઝાવાને હતું તેથી શાનદાર રોશની ફેલાવી રહ્યો હતો. તેઓ દરેક ક્ષેત્રના સફળ દાત્રી બની જિનેશ્વરભક્તિમાં તલ્લીન બની જનારા શ્રી આનંદઘનજી મહારાજના સ્તવનમાં કહ્યા મુજબ “ચિત્તપ્રસન્ન રે પૂજન ફળ કરવું છે. પૂજા અખંડિત એહ” તે મુજબ સદાય પ્રસન્નવદના ભાસતાં. પ્રભુભક્તિ અને આનંદ તેએાન. મુખારવિંદ પર ઊલટતા તે મુજબ જે સુમન માઘ પૂર્ણિમાએ વિલાઈ ગયેલું તે જ આ સુમન ! શ્રી શંખેશ્વર તીર્થના અંજન પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળી પ્રભુભક્તિની રમઝટ જમાવી દાદા ખેધરને ભેટી જાણે અંતિમ ભક્તિ કરી હવે સદાકાળ માટે ચાલ્યા જવાના ન હોય? – તેમ અનેરા અરમાને સાથે પોતાનાં સંસારી ભગિની ગુરુમાતા પૂ. સા. મંજુલાશ્રીજી મ.ની દ્વિતીય શિષ્યા બનનારાં ભારતીબહેનની દીક્ષા કાજે વેજલપુર પધારી રહ્યાં હતાં. સાથે સાથે નવસારીવાલા શોભનાબહેનને પણ પ્રવજ્યાનું વાઝાન કરાવી સંયમી જીવનમાં સ્થિત બનાવી શ્રી શંખેશ્વરજી દાદાની ભાવભરી વિદાય લઈ પ્રયાણ આદર્યું. ખૂબ ઝડપી વિહાર કરી રહેલ સ્વ. પૂ. ગુરુદેવનું તેજ પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવું હતું. તેથી જાણે નમંડળમાં રહેલા શશિદેવને ન થયું હોય કે મારા કરતાં આ ધરણા પર રહેલે ચાંદ કદાચ વધુ દેદીપ્યમાન છે. તેની શોભા મારાથી અનેક ગણી વધુ છે. તેની પાસે મારી શી હસ્તી! એ ન્ય પૂર્ણિમા (મહા સુ. ૧૫)ની ગોઝારી સવારે જ્યારે મંદ-મંદ સમીર વહી રહ્યો હતો, પક્ષીગણ નીંદરમાં પઢી રહ્યો હતો ત્યારે કનેરાથી કાજીપરા વચ્ચેના રસ્તા પર હરણફાળ ભરી ચાલી રહેલાં પૂ. ગુરુદેવ નયનાબહેન તથા માયાબહેનને શ્રી સિદ્ધગિરિરાજનું માહાસ્ય સમજાવી રહ્યાં હતાં તે જ ક્ષણે કાળ સમી અમદાવાદથી ધર્મજ જતી બસ આવી અને તેઓ કંઈ સમજે, વિચારે તે પહેલાં જ માતૃભક્તિનો અદમ્ય ઉછાળે હૈયાના અગમ્ય ખૂણેથી આવ્યો અને પરમ ઉપકારી સંસારી માતા, સૌમ્યમૂતિ પૂ. સાધ્વીજી રામગયાશ્રીજી મ. સા.ની ડોળીને બચાવવા જતાં તેમના પર ફક્ત એ કાળમુખી બસની ટકકર લાગી. સદાય અરિહુતમાં લીન બનનારાં તેઓ અરિહંતના ધ્યાનમાં લાગી ગયાં. સર્વ જીવોને અભયદાન આપનાર અને પ્રત્યેક પ્રાણી માત્રને “નમો અરિહંતાણું” કહેનારાં, સમ્યકત્વને પામશે. મેક્ષમાં જજે એમ શબ્દોચ્ચાર કરનારાં પતે તત્કાળ ધરણી પર ઢળી પડયાં. બાહ્ય દષ્ટિએ એમ લાગે કે નવકાર ન પામ્યાં. પણ આખું જીવન નવકારમાં ઓતપ્રેત કરનારને અન્ય કેઈ નવકાર ન સંભળાવે તે ય શું? તેઓ સ્વયં નવકારમય બની ગયાં હતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy