SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન ] મુનિશ્રી અજિતચંદ્રવિજયજી મ. સા. તેમ જ અનેકાનેક સાધુ-સાધ્વીજી ભગવંતે પ્રતિદિન કરતાં રહ્યાં. સાથેસાથે. સેનામાં સુગંધ સમ મણિયાર કુટુંબનાં કેદિલાબહેને પરસ્પર ખભેખભા મિલાવી જૈનશાસનની ધા–પતાકા લહેરાવવાનું કેલ-કરાર કર્યો, ઉભયે ચારિત્રમ અંગીકાર કરવા દ4 નિર્ધાર કર્યો. પરમ ઉદાત્ત સ્વભાવી માતા-પિતાએ તેઓનો આ સવિચાર સહર્ષ સ્વીકારી લી. વધાવી લીધો. ઘાટકોપરના મણિમય આંગણે કુદરત જ વરતાત્સવ ઉજવી રહી હતી ત્યારે અષ્ટાહ્નિકા મહોત્સવ ઉજવાવા લાગે અને સમયજ્ઞ પૂ. આ. દેવશ્રી વિનાનસૂરિજી મ. સા. તથા ધમરાજા પૂ. આ. દેવશ્રી કસ્તુરસૂરિજી મ. સા. તથા વ્યાખ્યાવાચસ્પતિ પ. પૂ. મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મ. સા. (વર્તમાનમાં આચાર્યશ્રી) તથા વડીલ બાંધવશ્રી પૂ. મુનિશ્રી અજિતવિજયજી મ. (વર્તમાનમાં પંન્યાસશ્રી) આદિની શુભ નિશ્રામાં અને સાહેલી પૂ. ગિનિઝ આ. દેવશ્રી કેશરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની બાલબ્રહ્મચારિણી પૂ. સા. મંજુલાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે સંસારી બહેન મયુરભાષી વિમળાબહેન ૫. સા. વારિણાશ્રીજી મ. સા. જાહેર થયાં અને તેમના શિષ્ય કેકિલકડી કે કિલાબહેન પૂ. સા. વજસેનાશ્રીજી મ. સા. જાહેર થયાં. તે અણમોલ દિન હતા સં. ૨૦૧૭ = ૨ + ૦ + 1 + ૭ = ૧૦, જાણે કે તિધર્મના દસ ભેદરૂપ અને માઘ શુક્લ દશમીને કેવા સુમેળ હતા એ અંકમાં! ભાનુદેવ આકાશમાં ઝગમગી રહ્યા હતા ત્યારે નેમને ભાનુ ઘાટકોપરના ઉપાશ્રયમ, ૨. યુગલજોડીને નિહાળવા, વાંદવા માનવ-મહેરામણ ઊભરાતો હતો. પૂ. શ્રી વારિણાશ્રીજી અને પૂ. સા. શ્રી વજસેનાશ્રીજી આ બંને દેખીતી રીતે, તેમ જ વ્યાવહારિક અપેક્ષાએ પણ “ગુરુશિગ્યા હતાં. બન્ને વચ્ચે ઉંમરનો તફાવત માત્ર બે જ વરસને. હતો. વારિશ્રીજીની ઉંમર દીક્ષા સમયે બાવીસ વરસની, વાસેનાશ્રીજીની ઉંમર દીક્ષા સમયે વીસ વરસની. બન્નેને ભવ-સંબંધ જોતાં અચૂક કહી શકાય કે, આ બન્ને વચ્ચે ભવભવનું આત્મસખ્ય હતું. દક્ષાપૂર્વે વિમળા અને કેકિલા માત્ર બહેનપણીઓ ન હતી, એક-મેકની આત્મસખીઓ હતી. આત્મસખ્ય હતું આથી જ તે બંનેએ સંયમના માર્ગે પ્રયાણ પણ સાથે જ કર્યું. સંસારીપણામાં “જૈન સુનીતિ મંડળ” માં બન્નેએ સાથે કામ કર્યું. પૂજાએ જાઓમાં, ભાવનાએમાં, પર્યુષણની અને અન્ય પર્વની આરાધનાઓમાં, તીર્થયાત્રાઓમાં, તપમાં પણ વિમળા અને કેફિલા સાથે જ જોવા મળે. બન્નેનું વતન અલગ-અલગ. ઘર પણ અલગ-અલગ. વિમળાનું મૂળ વતન ભદ્રધર. કેકિલાનું રાધનપુર. બન્નેનાં કુટુંબ વચ્ચે ધાર્મિક સંસ્કારની અપેક્ષાએ ઘણું સામ્ય. બન્નેનાં કુટુંબોમાંથી એક્થી વધુ સ્વજનોએ દીક્ષા લીધી છે. તપત્યાગ અને વૈરાગ્ય, જ્ઞાન-દર્શનના વિમળ વાતાવરણમાં બન્નેને ઉછેર, પૂર્વભવનાં સંસ્કાર અને સાધના. આ ભવમાં બનેએ એ સંસ્કાર અને સાધનાને વેગવાન અને વધમાન બનાવ્યાં. ત્રિથી બને જુદાં. વિમળા ઘાટકોપર રહે. કેકિલા તળ મુંબઈ, ગુલાબવાડીમાં. આત્મભાવથી અને એક દેડ જુદા, ધબકાર એ. જીવનમાં સંવગની રંગોળી બને એ સાથે પૂરી અને વૈરાગ્યની વરમાળ પણ સાથે જ પહેરી. સં. ૨૦૧૭ ના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાકદિને બન્ને આત્મસખીઓએ ઘાટકોપરના ઉપાશ્રયમાં શ્રી ચતુર્વિધ સંઘની ભરચક હાજરીમાં આત્મસ્વાતંત્ર્યની ઘોષણા કરી. સંસારની ગુલામીને બન્નેએ એકસાથે એક જ દિવસે ફગાવી દીધી. અને વર્તમાન કાળચકના સૌ પ્રથમ સાધ્વી આય ચંદનબાળાએ જે વૈરાગી વેશ પહેર્યો હતો તે વેશ ઓઢીને, અદીઠ મુક્તિની મંઝિલે બને ચાલી નીકળી પડી. એ દિવસથી અર્થાત્ સં. ૨૦૧૭ના મહા સુદ દસમથી વિમળા અને કેકિલા નામ માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy