________________
૨૮ ]
શાસનનાં શ્રમણીરા
તે પોઢે હેાળીમાં.” આ સત્ય એ સત્ય છે. પરાપૂર્વથી જન્મ મરણની ઘટમાળ અવિરતપણે વહી રહી છે.
ઉદ્યાનપાલક માળી અતિ સુંદર મહેકદાર છોડ વાવે, તેને ઉછેર ખૂબ ખત દઈ કરે છે. જીવના ભાગે જતન કરી ઉદ્યાનને સુવાસિત સુમનેાથી સજાવી મૂકે છે. એટલુ જ નહી, એ પુષ્પની પરિમલ-શેભાને નિહાળી-અનુભવી તે પરમ સુખાનંદ અનુભવે છે. અને સમય આવ્યે સ્વહસ્તે જ ડ પરનાં એ ગુચ્છાને ચૂંટી પરાર્થે અર્પણ કરી દે છે. જગનિયંતા માળી સૃષ્ટિરૂપ ઉદ્યાનમાં ઉત્તમેાત્તમ પુષ્પને, તેના પમરાટને પાંગરવ! દે છે, પણ સમય આવ્યે એવુ. એક સુમન પેાતાના મઘમઘાટ પાંગર્યાં ન—પાંગયે ત્યાં અ બાગને ઉજ્જડ બનાવી દે છે, અને વેરાન બનાવી જેણે પાળ્યુ પેખ્યું હતું તેવા ઉપવનના પાલકને શરણે જઈ પેાઢી ગયુ. તે કામે ક્રિન હતા સ. ૨૦૩પના માઘ શુક્લ પૂર્ણિમાને આ પુષ્પ કયાંથી આવ્યુ? કાણુ તેનાં જન-જનની ? કયાંથી એને કમભૂમિ લાધી? કેણે તેના પર વારસિચન કર્યું ? કોણે તેને પરિમલ ફોરતુ કર્યુ?ં ? —તે મારી યત્કિંચિત શક્તિ અનુસાર આલેખીશ.
ગરવી ગુજરાતમાં ધનાઢયોથી ભરપૂર અને ધમ સરક્ષકાથી ગાળી રહેલ ભદ્રેશ્વર મહાતીર્થ કે જ્યાં ઇતિહાસમાં મશહૂર થયેલ જગડુશાહે અતિનયનરમ્ય જિનાલય બંધાવેલ છે, એવી પુનિત ભૂમિની સમીપમાં કચ્છ-માંડવીમાં ધર્મ પરાયણ, દીનજનેના આશ્રયદાતા, શ્રેષ્ઠ શ્રી નેમિદાસભાઈના ગૃહાંગણે ગુલાબના ગેટા સમાં અતિ સુકુમાર ગુલાબબહેનની કુક્ષીએ દેવાંગના સમી દ્વીસતી એક બાલિકા અવતરી. તે સુનિ હતા સ’. ૧૯૯૩ના એટલે કે ૧+૯+૯+૩=૨૨, જાણે બાવીસ પરિષહેાને સહેવા ન જન્મી હોય? તેવી વૈશાખી અમાવસ્યાની મધ્યરાત્રિએ સૃષ્ટિનાં જીવમાત્રનાં અંધારાંને ઉલેચવા આ દેવકન્યા અવતરી! જેનાં મુખકમળ અને દેહ-અગોપાંગ અતિ નિમા, સ્વચ્છ હતાં એવી બાળ સુકુમારિકાનું સુઅવસરે શુભનાન ‘વિમળા’ એવુ સ્થાપિત કર્યું .
66
કુમળા છોડ જેમ વાળીએ તેમ વળે” તે ઉક્તિ અનુસાર બાલ્યકાળથી ધર્મ પરાયણ માતા-પિતાના સુસ'સ્કારેોથી સુવાસિત બનેલ વિમળાબહેન દસ વર્ષની કુમળી વયથી ધાર્મિક અભ્યાસમાં કૂદકે ને ભૂસકે આગળ વધવા લાગ્યાં, સાથેસાથ પાતાની અનેાખી બુદ્ધિ, પ્રભા, તેજસ્વિતા, અજોડ જ્ઞાનશક્તિના બળથી ગળાકીય શિક્ષણમાં પણ જ્વલતુ વિજયી બન્યાં. અનેકવિધ બાહ્ય સ્પર્ધાઓમાં પ્રથમ કક્ષાએ ઉત્તીણું બની વિદ્યાથી—જગતમાં સ્કોલર તરીકે ખ્યાતનામ ન્યાં. એસ. એસ. સી. ની પરીક્ષામાં ઈંગ્લિશ મિડિયમ દ્વારા ફર્સ્ટ કલાસ મેળવી ઘાટકોપરની કારિકી વધારવામાં સદ્ભાગ્યશાળી બન્યાં. કાલેજનાં સેલાં સેવનાર વિમળાબહેનની ગણના મહાશાળાની તેજસ્વિની વિદ્યાર્થિનીમાં થાય તેમ હતી, છતાં તે અત્યંત વિનમ્ર, આજ્ઞાંકિત હતાં. પિતાશ્રીની અનિચ્છા હૈાવાથી આગળ અભ્યાસની પોતાની ઇચ્છાને પ્રાધાન્ય ન આપ્યુ. આજે એવાં ફ યુવાન કે યુવતી શેાધ્યાં જડે તેમ નથી !
એસ. એસ. સી.ના અભ્યાસી છતાં ડબલ ગ્રેજ્યુએટને શરમાવે તેવી વિમળાબહેન હવે યૌવનને આરે આવી ઊભાં. મેહમયી મુબઈ નગરીમાં રહેવા છતાં જીવનમાં સાદગી અનેાખી હતી. ભોવના સયમ શણગારથી સજ્જ, ભલભલા તેને ઝૂકી પડતાં. તેમના જીવનમાં માતા-પિતાની અપૂર્વ ભક્તિ, તીથ યાત્રા અને અધ્યયન એ ત્રિવેણીસ`ગમ અસ્ખલિત રીતે વહી રહ્યો હતો.
પૂના કોઈ પ્રબળ પુણ્યાદયે અને જન્મન્નત સુસ'સ્કારેથી સિંચાયેલ તેમના પર ધર્મીસંસ્કારેનુ વારિસિંચન સ`સારી ગિની પૂ. સાધ્વીજી મજુલાશ્રીજી મ. સા. તથા બાંધવપૂ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org