SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૪ ] [ શાસનનાં શમણીરત્ન બાહ્ય તપને પણ જીવનમાં પૂરું મહત્વ આપે છે. “જ્ઞાન”, “વિનય” બન્ને ગુરુદેવની આશિષથી સમુદાયની સાધ્વીજીઓએ પણ યથાશક્તિ માસક્ષમણ, સિદ્ધિતપ, વરસીતપ, વધમાનતપની ૯૧૮૯-૭૧ મી ઓળી આદિ તપ કરવા દ્વારા જ્ઞાન સાથે તપ, ત્યાગ, ધર્મની ઉપાસના કરે છે. જેમ રાજાના રાજ્યનું સંચાલન મંત્રી કરે તેમ ગુરુદેવના સમુદાયની બધી જ જવાબદારીનું વહન પણ પિતાના જ્ઞાનશક્તિ, પ્રતિભા, વાત્સલ્ય આદિ ગુણોથી કરે છે. બધાની જવાબદારી વહન કરવાને ભાવ કહો કે આદેય નામકર્મ કહો કે પરાઘાત નામકર્મ કહે; પણ બધા એમની આજ્ઞા પ્રમાણે આરાધનામાં તત્પર રહે છે. વચનનું ઉલ્લંઘન થઈ શકતું નથી. ભૌતિક જગતની ચારે બાજુ ભડકે બળતી ભેગવિલાસની આગ સંયમજીવનને ભરખી ન જાય તેની પણ પૂરી કાળજી રાખે છે. સાધુ જીવન માટે કાલકૂટ ઝેર સમાન ગૃહસ્થનાં, વિજાતીયનાં પરિચય, સંપક, વાતચીતને નિષેધ કરે છે. વળી ટપાલ-વ્યવહાર પર પૂરો પ્રતિબંધ. કેઈન. ભૂતપૂર્વ સ્વજન આદિન પત્ર આવે તે જ તેનો જવાબ લખવે, કેઈને આવેલો પત્ર પોતે વાંચીને પછી જ તે સાધ્વીઓને આપ, ને જે જવાબ લખે તે પણ વડીલને વંચાવીને જ નાખે. તપનાં પારણાં આદિ પ્રસંગોએ ગૃહસ્થની જેમ વસ્તુની આપલેન વ્યવહાર આદિ સંયમજીવનમાં બાધક અનેક દૂષણે જીવનમાં ન પ્રવતે તેની ખૂબ જ કાળજી રાખે છે. વયેવૃદ્ધ વડીલને કારણે જીવનમાં વિશેષ વિહાર નથી થયે છતાં પણ ગુને મૂકીને શિખ્યાઓ સાથે વિહાર કરું, યાત્રાઓ કરું—એ ભાવ ક્યારે પણ નથી થયો. પિતાનું સમગ્ર જીવન ગુરુચરણોની ઉપાસના, વૃદ્ધોની સેવા, જ્ઞાન-ધ્યાનની આરાધના ને સમુદાયની સંયમની યોગ-મતા માટે પસાર કર્યું છે. ગિરિવિહારમાં ૧૫ વર્ષથી પિતાને સ્થિરવાસ છે. પણ થોડાને સેવા માટે રાખીને વારાફરતી નાનાં સાધ્વીજીઓને જુદાં-જુદાં ક્ષેત્રોમાં વિહાર તેમ જ ચાતુર્માસ માટે મોકલે છે. મારે એક જ જગ્યાએ રહેવું પડે છે, એ રંજ ક્યારે પણ નથી થયો. ગિરિવિહાર સંસ્થામાં આરાધના કરતાં ચતુર્વિધ સંઘની સમાધિ માટે પણ પૂરતી કાળજી રાખે છે. સંયમજીવનની નિર્મળ આરાધના કરતાં સં. ૨૦૩ના એક દિવસ માથામાં, ગળામાં વિશેષ તકલીફ લાગવા માંડી. વિશેષજ્ઞપણાને કારણે દર્દીને ખ્યાલ આવી ગયેા. તે દિવસે વહેલી સવારે મને કહે કે “પ્રિયદર્શીનાશ્રી ! મને લકવા થઈ જશે એમ લાગે છે. મારી વાણી કદાચ બંધ થઈ જાય તે મારા વતી બધાંને મિચ્છામિ દુક્કડં કહી દેજે. સમુદાયના સંચાલન માટે સારણા, વારણ, ચોયણ આદિ કરતાં મારા નિમિત્તે કઈને દુઃખ થયું હોય તે હે બધાંને ખમાવી દઉં છું.” આમ, વધતી તકલીફમાં મારું શું થશે, મારા માટે ઉપચાર કરો–એ શબ્દ ન નીકળતાં, સંયમજીવનની સમાચારીનો કે અજોડ ભાવ! લકવાની અસર વધતી ગઈ, ગળે પાણીનું ટીપું ન ઊતરે. છતાં પણ ચિત્તમાં જરાય અસમાધિ નહીં. કર્મના ઉદયે આવે તે પ્રમાણે શરીરમાં થાય, પણ સંયમજીવનની આરાધના, ચિત્તની સમાધિ અખંડ રહે તે માટે પૂરી જાગૃતિ રાખે. ગુરુદેવેની અસીમ કૃપાના પ્રભાવે, ડોકટરી સારવારના કારણે એ હુમલામાંથી ઊગરી જવાયું પણ એની અમુક અસર શરીરમાં, માથામાં હજુ આજે પણ છે, જેના પરિણામે શરીરનું સંતુલન ન રહે, ચાલતાં-ચાલતાં પડી જવાય, આદિ તકલીફ રહે છે, પણ તેનો અંશમાત્ર ખેદ નથી. ગળા પર અસર થવાના કારણે પહેલાંની જેમ લાંબા સમય સુધી મધુર સ્વરથી પ્રભુભક્તિ, સ્તુતિ, સ્તવનાદિ થઈ શકતાં નથી, છતાં પણ જેટલો પિતાને સ્વર પ્રભુભક્તિ કરવાના કામમાં આવે તેની ધન્યતા અનુભવે છે. રોજ સવારે પ્રભુ ને ગુરુભક્તિમાં લીન ગુરુદેવ પાસે ધીમે સવારે સ્તવને-પદ-દુહા ગાવા દ્વારા ગુરુ મ.ની ભાવનાને પૂરવા સહાયક બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy