________________
શાસનનાં શ્રમણીરો ]
[ ૭૨૩ બહેને એ તાર દબાવી દીધો, ને રતિભાઈએ આવીને વિ. સં. ૨૦૦૬, કા. વ. ૭ ના પૂ. આ. વિ. કસ્તુરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે અનેરા ઉલ્લાસપૂર્વક શારદાબહેનને દીક્ષા અપાવી. સરસ્વતીની ઉપાસનામાં રાત-દિન તત્પર રહેતાં શારદાબહેન અધ્યાત્મ જ્ઞાનાગિની સા. જ્ઞાનશ્રીજી મ. ના પરમ વિનયપણાને વરવા સા. વિનયશ્રીજી બન્યાં. સંયમ ગ્રહણ કરીને તે ચાતુર્માસ પાલનપુર કર્યું. સંયમજીવનમાં પણ ૧૭૫ બહેનોને અભ્યાસ કરાવતાં. પિતાના અભ્યાસમાં પણ લીન રહેતાં. પોતાનું ગામ, સ્વજનો-પરિચિતો હોવા છતાં પણ કોઈની સાથે વાતચીતમાં પિતાના સંયમજીવનની અમૂલ્ય પળે વેડફી નથી. સંસારી માતુશ્રી પરસનબહેનની પાસે પણ ન બેસે, તેથી ક્યારેક માની આંખમાં આંસુ આવી જાય. સંસારનો ત્યાગ સાથે સ્વજનેનો પ્રતિબંધ જેને છૂટી ગયો હોય એની અંતર્દશા તે જુદી જ હોય ને!
ગુરુ-વડીલોના વિનય તથા આજ્ઞાંકિતપણે સંયમની સાધના અને આરાધના કરવા દ્વારા પિતાના નામને સાર્થક કરતાં ગુરુદેવની પરમ કૃપાને પ્રાપ્ત કરી જ્ઞાનોપાસનામાં રાત-દિવસ તત્પર રહેવા દ્વારા બહુ જ થોડા વખતમાં સિદ્ધાંતચંદ્રિકા, પ્રાકૃત અષ્ટમ અધ્યાય, પ્રાકૃત દ્વયાશ્રય કાવ્યવાચન, તર્કસંગ્રહ, મુક્તાવલિ, પ્રમાણ નયતત્ત્વ લેાકાલકાર આદિ ન્યાયના ગ્રંથો સાથે-સાથે અધ્યાત્મસારના સમતા-મમતા-ચાગ-ધ્યાન-આત્મનિશ્ચય આદિ અધિકારો, ષોડસક, હારિભદ્ર અષ્ટક, ઉપદેશમાળા આદિ અનેક ગ્રંથો કંઠસ્થ કર્યા. પૂ. દાદી ગુરુદેવ શ્રી સૌભાગ્યશ્રીજી મ. ને પણ આગમ આદિ ગ્રંથોના વાચનને ખૂબ જ રસ હતો. એટલે એમની પાસે બેસીને પણ અનેક ગ્રંથનું વાચન કયુ. પિતાના અભ્યાસની સાથે નાનાં-નાનાં સાધ્વીજીઓને પણ ન અભ્યાસ, વાચન, સ્વાધ્યાય આદિ કરાવતાં. આમ, મુખ્યત્વે જ્ઞાનપાસનામાં પોતાનું જીવન વિતાવ્યું.
દ્રવ્યશ્રતજ્ઞાનની ઉપાસના સાથે આધ્યાત્મિક જ્ઞાનની ઊંડી રુચિ પહેલેથી જ હતી. ગૃહસ્થજીવનમાં એક વાર અધ્યાત્મ-રસી શિવજીભાઈ મઢડાવાળા પાસે તાત્વિક વાત સાંભળતાં હૃદયમાં કે અનેરો ઉ૯લાસ પ્રાપ્ત થયું હતું. પિતાની તસ્વરુચિ, આધ્યાત્મિક ગ્રંથને અભ્યાસ, અધ્યાત્મગિની ગુરુદેવ શ્રી જ્ઞાનશ્રી જી મ. ની કૃપા તથા પૂ. શાંતમૂતિ આ. વિ. પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય શ્રી ભાનુવિજયજી મ. ના અધ્યાત્મ-રસનિસ્યદી વચનામૃતનો લાભ મળતાં લાવશ્રુતના કારણરૂપ આંતર પરિણામના નિરીક્ષણ-શોધનનું લક્ષ્ય વધ્યું. ને એ માગે પણ યથાશક્તિ પ્રયત્ન શરૂ થયો ને આધ્યાત્મિક વિકાસનું સોનેરી મંગલ પ્રભાત ઉદય પામ્યું.
જીવનમાં વડીલેની, વૃદ્ધોની સેવા, આજ્ઞાપાલન, ઉચિત પ્રવૃત્તિનો ભાવ પણ અનેરો છે. વયેવૃદ્ધોની શારીરિક સેવા માટે યોગ્ય આહાર, આદિની પૂરી કાળજી રાખવા સાથે આત્મજાગૃતિદાયક સ્તવનો-સજ્જા આદિ સંભળાવવા દ્વારા ભાવસમાધિ પણ પ્રાપ્ત કરાવે છે. જ્યાં-જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાંનાં બહેન-બાલિકાઓને ધાર્મિક અભ્યાસ તથા ઉપદેશ આદિ દ્વારા અનેકને ધર્મના માર્ગમાં જેડ્યાં, સ્થિર કર્યા અને આગળ વધાર્યા છે, જેના પરિણામે તે-તે સંઘ
અમારા પિતાના જ મહારાજ છે” એવી આત્મીયતા અનુભવે છે, ને ફરી-ફરી ચાતુર્માસનો લાભ અમારા સંઘને મળે એવી ઝંખના રાખે છે.
આમ જ્ઞાનોપાસના, વિનય વૈયાવચ્ચ આદિ દ્વારા સ્વ-પરના યાણ અને ગામની સતત કાળજી રાખે છે. ગૃહસ્થજીવનમાં જ્ઞાનપંચમી, નવપદની ઓળી આદિ તપશ્ચર્યા કરી હતી. શરીરની પ્રતિકૂળતાના કારણે બાહ્ય તપ વિશેષ થઈ શક્યો નથી, પણ ગુરુદેવની કૃપાથી બાવન વર્ષની ઉંમરે ૨૦૪૭ ની સાલમાં વર્ધમાન તપને પાયો નાખી પચીસ ઓળી કરી નવપદની ઓળી તિથિએ આયંબિલ આદિ કરવા દ્વારા ને સાધ્વીઓને પણ બાહ્ય તપમાં પ્રેરણા કરવા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org