SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો પકે એ ઓછા પગારે બાળકને ભણાવવા માટે કહેતાં શારદાબહેને વગર પગારે જ્ઞાનદાન આપવાનું કાય સંભાળ્યું. પિતાના અભ્યાસ પ્રમાણે બાળકને અભ્યાસ કરાવે, ને બીજા વિશેષ અભ્યાસી બહેનોના ઘરે જઈને પિતે આગળ અભ્યાસ કરે. પાલનપુરમાં લગભગ ૨૦૦ બહેનોને નિઃસ્વાર્થ ભાવે જ્ઞાનદાન તેમ જ બીજા પણ ધાર્મિક સંસ્કાર આપવા દ્વારા અનેકનાં જીવનને સુસંસ્કારિતા બનાવી તેમનાં હૈયાંમાં પિતાનું સ્થાન મેળવ્યું. આજે પણ અનેક બહેને પોતાના જ્ઞાનદાતા ગુરુ તરીકે હૈયે અહોભાવ રાખતાં તેમનું બહુમાન કરે છે. દીક્ષાની ભાવના પહેલાં લગભગ ૨૧ વર્ષની ઉંમરે શારદાબહેનને સ્વપ્ન આવ્યું : પતે ઊંડા અંધારા કૂવામાં પડ્યાં છે ને કેઈએ છાબડીમાં ઊંચકીને તેમને બહાર કાઢવ્યાં. આ વાત સવારે પિતાશ્રીને જણાવી. તેઓએ જવાબ આપ્યો કે “બેટા, તારું કલ્યાણ થશે.” પિતાશ્રીએ પરમયોગિની પૂ. સાધ્વીજી શ્રી જ્ઞાનશ્રીજી મ. ને કહ્યું કે “શારદાનું કલ્યાણ આપનાથી થવાનું છે. માટે આપ એનું ધ્યાન રાખશે.” પિતાશ્રીની ભાવના પિતાની બાલિકા આદર્શ જીવન જીવે તેવી હતી. આ ભાવના સાકાર સ્વરૂપે પરિણમી. પૂ. જ્ઞાનશ્રીજી મ.ને પરિચય તથા એમની આધ્યાત્મિક જીવનની સુવાસના કારણે આત્મકલ્યાણ દ્વારા આ મેંઘેરા માનવજન્મને સફળ કરવાનો દઢ નિર્ણય શારદાબહેનને સં. ૨૦૮ ના કા. સુ. ૪ના દિવસે થયે. કા. સુ. ૬ના દિવસે પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મ. ના સમુદાયના પૂ. આ. શ્રી કસ્તુરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે ૨૪ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો ને સંસાર છૂટી ગયે એને અવર્ણનીય આનંદ અનુભવ્યું. આ વાત પિતાનાં કાકી જમનાબહેનને કરી. તેઓએ કીતિભાઈ આદિને વાત કરી. પિતાની પ્રિય બહેન આ રીતે નિયમ કરી સંસારથી વિરક્ત બની સંયમના માર્ગે જાય એ વાત ભાઈને મેહના કારણે પાલવતી ન હતી, તેથી સાધ્વીજી મ.ના પરિચય આદિન નિધિ કર્યો. ભલે બાહ્ય રીતે આરાધનામાં નિષેધ થાય, પણ જવનમાં વ્રત લીધાની જદી જ ખુમારી ને આનંદ હતો. ચોથ વ્રત લીધું તેથી કાંતિભાઈને વિરોધ હતે; પણ પિતાશ્રીએ કીધું કે મારી છોકરીએ તે ક્યાં ખોટું કામ કર્યું છે ? હું ભાઈને સમજાવીશ. પણ પછી થોડા જ વખતમાં પિતાશ્રીનું અવસાન થઈ ગયું. દીક્ષા માટે ભાઈઓની રજા ન મળવાને કારણે સાત વર્ષ ઘરમાં રહીને પોતાની આરાધના ઉત્તરોત્તર વધારી. પાઠશાળામાં અનેકેને અધ્યયન કરાવવા પૂર્વક પોતે સંસ્કૃત બે બુક, પાંચ કમગ્રંથ સાથે, તત્ત્વાર્થસૂત્ર, મોટી સંગ્રહણી, પ્રશમરતિ, યોગદષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર અષ્ટક, વૈરાગ્યશતક, ઇન્દ્રિય-પરાજય–શતક, સંબોધ-સિત્તરી, સમાધશતક આદિ ગ્રંથ તથા દેવચંદ્ર-આનંદઘનની વીશી કઠસ્થ કર્યા. સંયમમાગે જવા માટે સ્વજનના વિરોધના કારણે ક્યારેક હદયમાં ચેન ન પડે ત્યારે ગુરુદેવે કહ્યું કે બહેન, ગમે તે ઉદયે અંદરમાં વેદાય તેનાથી આત્મા જુદો છે એ રીતે ભેદ પાડીને એની અસરો થવા ન દેવી. ગુરુની આ આજ્ઞાની આરાધનાથી જીવનમાં જુદું બળ પ્રાપ્ત થયું. ગુરુ મ.નો તો એક જ ભાવ કે તમારા સ્વજનો રજા આપે તે દીક્ષા આપીએ; પણ ભાઈએ પ્રેમથી રજા આપે તેમ ન હતા. પોતાની સંયમમાગની ઝંખના દિન-પ્રતિદિન વવા માંડી. તેની શરીર પર અસર થવા માંડી. છેવટે ભાઈને પત્ર દ્વારા જણાવ્યું કે હવે તમે મને આપે કે ન આપે, અત્રે દીક્ષા અપાવવા આવે કે ન આવે, પણ હું મારા હાથે સાધુનાં કપડાં કા. વ. માં પહેરી લઈશ. વચલા ભાઈ રતિભાઈને ત્રણ વાર અંતરણા મળી કે તું પાલનપુર જઈને શારદાબહેનને દીક્ષા અપાવી આવ. આમ દેવિક પ્રેરણાને કારણે તેમણે દીક્ષા અપાવવા જવાને નિર્ણય કર્યો, ને કીતિનભાઈએ દીક્ષા અટકાવવા પાલનપુર તાર કર્યો. માતુશ્રી પરસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy