SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ૭૨ ૧ ઓચ્છવ-મહેન્સ અને અનેક ચિરસ્મરણીય ધર્મકાર્યો સુસમ્પન્ન બન્યાં હતાં. પૂજયશ્રીની જ્ઞાનઝંખના અને જ્ઞાનપિપાસા અભુત હતી. તેઓશ્રીએ કરેલ જ્ઞાનસંચયના ખજાનારૂપ “મુક્તિ-કમલ-- ચારિત્રમાળા' ગ્રંથનું પ્રકાશન તેની પ્રતીતિ કરાવે છે. પૂજ્યશ્રીનાં તપ-વ્રત પણ સ્તુત્ય અને નોંધપાત્ર હતાં. ઉત્તરાધ્યયન, આચારાંગ અને પન્નાના ગોદ્વહન કર્યા હતાં. ઉપવાસ-અને અઠ્ઠમે વરસીતપ, ૧૧ અઠ્ઠાઈ, ૧૯, ૨૧ અને માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારિ–અડ્ડ-દશ–દય તપ, ૧૩ કાઠિયાનાં અડ્રમ, ૧૦૮ અખંડ આયંબિલ, વર્ધમાતાની ૧૩ ઓળી, નવપદજીની ઓળી વગેરે તેમ જ દીક્ષાના પ્રારંભથી ૨૦ વર્ષ સુધી તો છૂટા મે ક્યારેય વાપર્યું નથી. ઉપરાંત શ્રી સિદ્ધાચલની નવ્વાણું યાત્રા, તાલધ્વજગિરિની નવ્વાણુ યાત્રા, બૃહદ્ મુંબઈનાં તમામ તીર્થોની યાત્રા, અમદાવાદની ૩-૩ વખત તમામ દહેરાસરોની શહેરયાત્રા વગેરે કરેલ. વળી, એક કરોડ નવકારમંત્રને જાપ. પૂજ્યશ્રીના જીવનમાં કેન્દ્રસ્થાને અરિહંત પરમાત્માની આજ્ઞા સહિત આરાધના જ હતી. આવશ્યક ક્રિયા બાદ નવસ્મરણ, કષિમંડલસ્તોત્ર, ગૌતમસ્વામીને રાસ, પુણ્ય પ્રકાશનું સ્તવન, શત્રુંજય લઘુકપ, પાર્શ્વનાથ સ્તોત્ર, જિનપંજર સ્તોત્ર, ચઉશરણ, પન્ના અને દરરોજની બોધી ૧૦ નવકારવાળી, ઉવસગ્ગહરનો જાપ વગેરે આરાધના વિનાના એક દિવસ પણ ગયે નથી. પૂજ્યશ્રીનું સંયમી જીવન જેમ ઉચ્ચ કેરિનું હતું, તેમ તેમનું અંતિમ જીવન પણ ખરેખર ઉચ્ચ કેટિનું હતું. પૂજયશ્રીની સમતા અને સમાવિભાવ અદ્દભુત હતાં. વિ. સં. ૨૦૪૧ના અષાઢ વદિ ૮ના રોજ મુંબઈ-સાયનમાં અખંડ ધમશ્રવણ-મરણ કરતાં કરતાં પૂજ્યશ્રી સ્વર્ગવાસ પામ્યાં હતાં. આવા પરમોપકારી, વિશુદ્ધ સંયમી પૂ. સાધ્વીરત્ના શ્રી મંજુલાશ્રીજી મ.ના દિવ્ય આત્માને શતશ: વંદના. જ્ઞાનશક્તિ–પ્રતિભા-વાત્સલ્યગુણસંપન્ન, ગુરુ પ્રત્યે અપૂર્વ સન્નિષ્ઠા, સમુદાય-સંયમના યોગક્ષેમ વાહક પૂ. વિદુષી સાધવી શ્રી વિનયશ્રીજી મહારાજ અકબર–પ્રતિબંધક જગગુરુ વિજયરસૂરીશ્વરજી મ. સા. ની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ પ્રહૂલાનપુરી નગરી ( હાલ પાલનપુર)માં ધમસમૃદ્ધ મલુકચંદભાઈ સાકરચંદભાઈ ભણસાલીનાં ધર્મપત્ની પ્રસન્નબહેનની કુક્ષીએ કીર્તિભાઈ, રતિભાઈ રસિકભાઈ એમ ત્રણ પુત્રો તથા વિક્રમ સંવત ૧૯૭૬, પિષ વદ ૮ ના રોજ પુત્રીરત્ન શારદાબહેનનો જન્મ થયો હતે. બચપણથી જ માતા-પિતાએ પરમાત્માનાં દર્શન-પૂજા, પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, અભક્ષ્ય–અનંતકાય આદિના ત્યાગરૂપ અને જૈન કુળના સુસંસ્કારરૂપ નીરથી પોતાના કુમળા છોડરૂપ સંતાનોને સિંચન દ્વારા નવપલ્લવિત બનાવ્યાં, જેના પરિણામે મોટા પુત્ર કાંતિભાઈ ભણશાલી હાર્ટ-પેશ્યાલિસ્ટ ડોકટર બન્યા છતાં સાધમિકેની, ગરીબ માનવેની નિઃસ્વાર્થ ભાવે સેવા સાથે જરૂરિયાતવાળાને ફ્રી દવા તેમ જ બીજી રીતે પણ મદદ કરવા દ્વારા ખ્યાતનામ પરોપકારી ડોકટર તરીકે જીવન–કારકિર્દી ઘડી. બહેન શારદાના જીવનમાં પણ બાલ્યકાળથી જ ધર્મના સંસ્કારો વધવા માંડ્યા. બગીચામાંથી પુરપ લાવી અનેરા ઉ૯લાસથી પરમાત્માની પૂજા–ભક્તિ કરે. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરે. મોંઘવારીના કારણે પાઠશાળામાં શિક્ષકોના પગારની ખેંચ પડવાના કારણે વ્યવસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy