SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ } [ શાસનનાં શ્રમણીને કસર ન છેોડી. એ બધા જ વાવટાળ સામે મ’ગળાબહેન અડગ રહ્યાં. તેના સુપરિણામરૂપે આખરે કુટુબીજનામાંથી કેટલાંકે તેમના આ દૃઢ નિર્ધારને ટેકે! આપતાં સહુ કેઈ સાંમત થયાં. અને ગૌરવભેર પેાતાનાં કુળદીપકને શાસનદીપિકા બના એવા શુભાશિષ આપ્યાં. લિ. સ’. ૧૯૯૫ના વૈ. સુદ ૩ (અક્ષયતૃતીયા)ના સુવર્ણ દિવસે અને તીર્થાધિરાજ શ્રી શત્રુ જયગિરિની છત્રછાયારૂપ પાલિતાણાની પાવન ધરામાં, પૂ. તપસ્વી મુનિરાજશ્રી તરુણવિજયજી મ. ની નિશ્રામાં મગળાબહેને ભાગવતી દીક્ષા અંગીકાર કરતાં તેમને પૂ. સાધ્વીશ્રી રજનશ્રીજીનાં શિષ્યા સાધ્વીશ્રી મંજુલાશ્રીજીના નામથી જાહેર કરવામાં આવ્યાં. સાધ્વીશ્રી મજુલાશ્રીજી સયમની ઉત્કૃષ્ટ સાધના કરવા સાથે વિનય, વૈયાવચ્ચ, ગુરુ-આજ્ઞા, તપ-વ્રત, ક્રિયા અને જ્ઞાનાભ્યાસ વગેરેમાં એકાકાર બન્યાં. થોડા સમયમાં ચાર પ્રકરણા, ત્રણ ભાગ્યે, છેક ગ્રંથ, દશવૈકાલિસૂત્ર આદિ જ્ઞાનાભ્યાસમાં અદ્ભુત વિકાસ સાધ્યે. માત્ર આ વર્ષન! દીક્ષાપોયમાં સ્વ-પર કલ્યાણના માર્ગો એવા તે પ્રાસ્ત કર્યાં કે, સ. ૨૦૦૩માં પેાતાના સ`સારીપણે ફાના સુપુત્રી શારદાને ૯ વર્ષની બાળવયે દીક્ષા પ્રદાન કરી ગુરુસ્થાનથી અલંકૃત બન્યાં. સાધ્વીશ્રી સૂયશાશ્રીજી એ તેમનાં પ્રથમ શિખ્યા થયાં. પાતાનાં ગુરુજી પૂ. રજતશ્રીજી મહારાજ આદિ સાથે અનેક ગ્રામ-નગરીમાં વિચરી અને ચાતુર્માંસ કરી ધમની સારી એવી પ્રભાવના પણ પ્રગટાવવા—પ્રસરાવવા લાગ્યાં. સ. ૨૦૦૮માં ભાવનગર વડવામાં (૧) ઇચ્છાબહેન અને (૨) કમળાબહેનની દીક્ષા ઇતિહાસવિદ્ અને યુ. પી. દેશેદ્ધારક પૂ. મુનિપ્રવર શ્રી દ: નવિજયજી ( ત્રિપુટી મહારાજ)ની નિશ્રામાં થતાં, તેએ અનુક્રમે સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી—જે ગુરુબહેન અને સાધ્વીશ્રી મધુકાંતાશ્રીજી—જે તેમનાં દ્વિતીય શિષ્યા થયાં. સ. ૨૦૧૨માં ત્રિપુટી મહારાજના ઉપદેશથી પ્રતિબેાધ પામેલાં સરદના (ઉત્તરપ્રદેશ)ના નિવાસી કુ. પ્રભાબહેન ૧૩ વર્ષની નાની વયે ફણસા (ગુજરાત) મુકામે દીક્ષા ગ્રહણ કરતાં સાધ્વીશ્રી મધુલતાશ્રીજી એ તેમનાં તૃતીય શિયા થયાં. જ્યારે સં. ૨૦૨૮માં જામક’ડેરણાનાં સુધાબહેન ભાવનગરમાં દીક્ષા ગ્રહણ કરી સાધ્વી શ્રી ગુસેનાશ્રીજી નામે તેમનાં ચોથા શિષ્યા થયાં. પૂજ્યશ્રીની પ્રેરણા-નિશ્રામાં અનેક મુમુક્ષુ બહેનોએ ત્યાગમાગ ના સ્વીકાર કર્યું છે. તેમનાં પાતાનાં શિષ્યા પ્રશિષ્યાને પરિવાર પણ મેટ છે. પૂ. સાધ્વીશ્રી મ`જુલાશ્રીનાં વિહારક્ષેત્રા અને તી સ્પર્શના પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. શ્રી શત્રુંજય, શ્રી ગિરનારજી અને તેની પ'ચતીથી એ, શ'ખેશ્વર, ભીલડિયાજી, તાર’ગા, ભેંચણી, પાનસર વગેરે ગુજરાતનાં અનેક તીથેર્યાં; આબૂ-દેલવાડા, રાણકપુર, મૂછાળા મહાવીર, નાડેાલ, નાડલાઈ, વકાદિ મારવાડની પચતીથી, કરેડા પાર્શ્વનાથ, કેસરિયાજી, મક્ષીજી, માંડલગઢ, ઇન્દોર, આગ્રાથી હસ્તિનાપુર, મેરઠ, સરધના, દિલ્લી, મથુરા, શૌરીપુદી, કપીલપુર, કાનપુર, લખનૌ, બનારસ, સિંહપુરી, ચંદ્રપુરી, ચંપાપુરી, કાકઢી, લવાડ, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, રાજગૃહી, કુલપુર, અયેાધ્યા, સમેતશિખરજી વગેરે દૂરદૂરનાં તીર્થીની યાત્રા કરી છે. વળી, દૂર દૂરનાં આ પ્રદેશમાં જેવા કે સરધના, દિલ્હી, કાનપુર વગેરેમાં ચાતુર્માસ કરી અનેકાને ધર્માભિમુખ અને ધર્માંસમ્પન્ન પણ બનાવ્યા છે. ભાવનગર--વડવામાં, પાલીતાણા, અમદાવાદ, મહુવા તેમ જ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં અનેક ગ્રામ-નગરામાં ચાતુર્માસ અને વિહાર કરીને પૂજ્યશ્રીએ સ્વ-પર કલ્યાણની યાત્રાને સતત ગુંજતી રાખી હતી. ભાવનગર-વડવામાં, ત્યાંના શ્રાવક-શ્રાવિકાઓની અનન્ય ભક્તિ અને આગ્રહને લીધે અનેક ચાતુર્માંસા થયાં. પૂજયશ્રીનું સર્વપ્રથમ ચાતુર્માંસ ત્યાં જ થયું હતુ. પૂજ્ય ગુરુણીજી શ્રી રજનશ્રીજી મ.ને કાળધર્મ પણ વિ. સં. ૧૯૩૦માં ભાવનગર વડવામાં થયા હતા. પૂ. સાધ્વીશ્રી મંજુલાશ્રીજી મ.ની પ્રેરણા-માગદશન અને સાંનિધ્યે અનેક સ્થળેામાં વિધવિધ તપારાધનાએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy