________________
શાસનનાં શ્રમણીર ]
[ ૭૫ ડું વધુ બેલાય તે માથાની નસે દુખવા માંડે. છતાં પણ તત્ત્વશ્રવણની રુચિવાળા જીને થોડી-છેડી તત્ત્વની વાત પણ પિતાની શક્તિ પ્રમાણે કરવા દ્વારા બીજાને અધ્યાત્મમાર્ગે આગળ વધારવામાં સહાયક બને છે. અભ્યાસ, સ્વાધ્યાય, ગ્રંથનું વાચન કરવું–કરાવવું આદિ પ્રવૃત્તિ પૂર્વની જેમ આજે થઈ શકતી નથી. છતાં પણ પિતાની શક્તિ ગોપાવ્યા વિના જ્ઞાનોપાસના કરવાકરાવવામાં જરા પણ પ્રમાદ પિકતાં નથી.
- પ્રકરણ ગ્રંથ, ભાષ્ય, કર્મગ્રંથ, દશ છે. સૂત્ર, ગદષ્ટિ સમુચય, જ્ઞાનસાર, હારિભદ્ર અષ્ટક, ડસક, પ્રશમરતિ, ઉપદેશમાળા, અધ્યાત્મસાર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરજય શતક, સંબોધસિત્તરી આ બધા જ ગ્રંથ આજે પણ કંઠસ્થ છે. મગજની નબળાઈને કારણે જાતે સ્વાધ્યાય થઈ શકતો નથી. સાધ્વીઓને પોતાની પાસે બેસી સ્વાધ્યાય કરવા-કરાવવા રૂપ પિતાની સ્વાધ્યાય રસિક્તાનાં આજે પણ દર્શન કરાવે છે. શારીરિક તકલીફને કારણે ક્યારેક આરામ કે વધુ ઊંઘ લેવી પડે, સ્વાધ્યાયાદિ ઓછો થાય તે તેને રંજ ખૂબ જ રહે છે. જીવન તે ઓછું થાય છે, આરાધના થતી નથી, એમ વેદન રહે છે.
આજે એન્જાયના પેનની તકલીફ, લકવાની ઘડી અસર, મણકાની તકલીફ આદિ અનેક અાતનાના ઉદરમાં પણ, આ દર્દ કેમ આવ્યું ? એ ક્યારે મટશે?—-એ એક પણ ભાવ નથી ઊઠતા, ચેતના તેમાં નથી અટકતી. યોગ્ય ઉપચાર કરાવતાં સંયમજીવનમાં અતિચાર, દેવો ન લાગે—ઓછા લાગે તેનું ખાસ લય રાખે છે. પહેલેથી જ આહારમાં રસલુપતા ન હતી, સંયમ હતા, પણ તકલીફો થયા પછી તળેલું, મિષ્ટાન્ન–મે આદિને ત્યાગ કર્યો. આહાર માટે જીવન નથી, રામજીવન ટકાવવા આહાર લેવાનું છે, એ જ જીવનને સહજ ધ્વનિ છે.
જિનકાસન, સમુદાય તથા ગુરુ પ્રત્યે જીવનમાં અપૂર્વ નિષ્ઠા છે. શાસનની પ્રભાવના, સ્વ–પરની કલ્યાણકારી આરાધના. અંતરમાં સ્વચ્છતા, ચિત્તમાં સમાધિ આદિ માટે ખૂબ જ જાગૃતિ રા.વાના કારણે અનેકનાં હૈયાંમાં અપૂર્વ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પેરેલિસીસને અટેક આવે ત્યારે ગળેથી પાણીનું એક ટીપું પણ મહામુશ્કેલીઓ ઊતરતું, એમાંથી કદાચ જીવન ન બચી શકે એવી પરિસ્થિતિ હતી તે વખતે અનેકનાં મેંમાંથી એમ ઉગારો નીકળી ગયા કે “જે અમારા જીવનના આયુષ્યનાં વર્ષો અપાય તે અમે આપી દઈએ ને સમુદાયના તથા અનેકના આધારરૂપ પૂજ્યશ્રી આ હુમલામાંથી ઊગરી જઈ ગુરુસેવા, શાસનસેવા કરતાં જવંતા વતે.”
અમારા ગચ્છાધિપતિ પ. પૂ. આ. વિ. હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. પણ દૂર રહ્ય તબિયત નરમના સમાચાર સાંભળી અત્રેના કાર્યકર ભાઈઓ આદિને પત્રમાં ભલામણ કરે : સમુદાયમાં આ સાધ્વીજી રત્ન સમાન છે, તેમના ઉપચાર માટે પૂરી કાળજી રાખશે.
સ્વાધ્યાય-રસી, સંયમ-બપી, સમુદાયના સુકાની આ પૂ. ગુરુદેવ ! આપશ્રીજીના ગુણોને અનુરાગી આપને આ પરિવાર આપ બન્ને પૂજાના જન્મદિને, દીક્ષાદિને આપશ્રીના સંયમજીવનની અમેદનાથે મૌન, મંત્રજપ, સ્વાધ્યાય, તપ, નવી ગાથા કંઠસ્થ કરવી આદિ આરાધનાના વિશેષ નિયમે ગ્રહણ કરવા દ્વારા આપશ્રી જેવી સાધના, ગુણે અમારામાં આત્મસાત્ થાય ને નિર્મળ સંયમજીવન દ્વારા આ માનવજન્મને સાર્થક કરીએ એ જ એક ભાવના રાખે છે. આપ પૂના ઉપકારનો બદલો વાળવા ગુણાનુવાદ કરવા અમે સમર્થ નથી. સંયમજીવનમાં આપશ્રીજીના આજે ૨૦૫૦ના કા. વ. ૭ના ૪૫ વર્ષના મંગલ પ્રારંભદિને શાસનદેવને એક જ પ્રાર્થના છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org