________________
૭૦૮ ]
[ શાસનનાં શ્રમણીરને એકતાલીસમું ચોમાસું સં. ૨૦૦૫માં સુરેન્દ્રનગરમાં કર્યું, ત્યાં છેલ્લા ૧૦ વર્ષના ઇતિહાસમાં જ્યારે કઈ મુનિ ભગવંત ચાતુર્માસ ન હતા ત્યારે બેસતા વર્ષે પૂ. મણિશ્રીજી મહારાજશ્રીએ સકલ સંઘને માંગલિક સંભળાવ્યું હતું. સં. ૨૦૦૬માં પાળિયાદ મુકામે એક મુમુક્ષુ બહેનની દીક્ષા થઈ, જે હાલ મહાન તપસ્વિની પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ નામે પ્રસિદ્ધ છે. બેતાલીસમું બોટાદ, તેતાલીસમું બારસદ, ચુંમાલીસમું પાલીતાણા, પિસ્તાલીસમું રાજકેટ, છેતાસમું જૂનાગઢ, સૌરાષ્ટ્રકેશરી પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી (ત્યારે પંન્યાસજી) મહારાજ સાહેબની નિશ્રામાં સંઘ સાથે ગિરનારજીની ૧૨ ગાઉની પ્રદક્ષિણા કરી. ત્યાર બાદ વંથલીથી બજા પાર્શ્વનાથજીના સંઘમાં ગયાં હતાં. અડતાલીસમું રાજકેટ, ઓગણપચાસમું સાયલામાં ચોમાસું કર્યું. ત્યાં પચાસ વર્ષના ચારિત્રપર્યાયની ભવ્ય ઉજવણી શાહ નાગજીભાઈ ગગાભાઈ સપરિવાર તરફથી કરી હતી. પચાસમું-એકાવનમું સુરેન્દ્રનગર, બાવનમું સાયલામાં ચોમાસું કર્યા બાદ સાયલાના જ મુમુક્ષુ હીરાબહેન પ્રેમચંદભાઈને સા. શ્રી હર્ષ પ્રભાશ્રીજી નામે દીક્ષા આપી. ત્રેપન-ચેપનમ્ સુરેન્દ્રનગર, પંચાવનમું બેટાદ, છપ્પન-સત્તાવન–અઠ્ઠાવનમું પાલીતાણા કર્યું. ત્યાંથી બોટાદ આવ્યાં. ત્યાં ૨૦૨૩ની સાલમાં મુમુક્ષુ પદ્માબહેન લલુભાઈને સા. શ્રી પ્રશાંતરસાશ્રીજી નામે દીક્ષા આપી. ઓગણસાઠમું ભાવનગર, સાઠમું પાલીતાણા, એકસઠબાસઠમ સાયલા, ત્રેસઠ-ચાંસઠ-પાઠમું સુરેન્દ્રનગર કયું અને ૨૦૩૦ની સાલમાં સરોજબહેન લલુભાઈને સા. શ્રી સૌમ્યરસાશ્રીજી નામે દીક્ષા આપી. છાસઠ-સડસડ-અડસઠઓગણસિત્તેર-સિત્તરના ચાતુર્માસ પછી સં. ૨૦૩૪માં લીમડી મુકામે બે બહેનને પૂ. સા. શ્રી અમિતરસાશ્રીજી તથા પૂ. સા. પીયૂષરસાશ્રીજી નામે દીક્ષા આપી. સં. ૨૦૩૪માં સુરેન્દ્રનગર મુકામે પણ એક બહેનને પૂ. સા. શ્રી વિનીતરસાશ્રીજી નામે દીક્ષા આપી. વિધવિધરૂપે ધર્મ પ્રભાવના પ્રસરાવવા સાથે તેઓશ્રી અપ્રમતભાવે સાધનામાં પણ આગળ વધ્યાં. જ્યાં-જ્યાં વિચર્યા ત્યાં સમુદાયનું ગૌરવ વધાર્યું અને પૂ.ગનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ.સાહેબનું
મિ રોશન કર્યું. સ્વ–પરનું આત્મકલ્યાણ કરતાં-કરતાં અનેક ભવ્યાત્માઓને સંયમ આપી શિષ્યા-પ્રશિષ્યાઓનાં ગુરુમાતા બન્યાં. સં. ૨૦૩૪માં ચરણસીત્તરી અને કરણીત્તરી જેવા સંયમનાં સિત્તર વર્ષના ચારિત્રપર્યાયની શાહ નાગજીભાઈ ગગાભાઈ સપરિવારે શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવી ભવ્ય ઉજવણી કરી.
સં. ૨૦૩૫માં અમદાવાદ મુકામે સૌરાષ્ટ્રકેશરી પ. પૂ. પંન્યાસ શ્રી ભુવનવિજયજી મહારાજ સાહેબના આચાર્યપદ પ્રદાનના મહામહોત્સવ પ્રસંગે ચતુર્વિધ શ્રીસંઘ સહિત હજારો ભાઈ-બહેનની હાજરીમાં પૂ. આચાર્ય મહારાજશ્રીએ સાધ્વીરત્ના શ્રી મણિશ્રીજીને પ્રવતિની પદથી વિભૂષિત કર્યા. સુરેન્દ્રનગર સંઘની આગ્રહભરી વિનંતિ સ્વીકારીને એકેતેર–બતેર–ોંતેરમું
માસું સુરેન્દ્રનગરમાં, સંઘ-સ્થવિરપણે અગિયાર ચોમાસાં સંલગ્ન કર્યા. વૃદ્ધાવસ્થા પાકી છતાં પ્રબળ પુણ્યદયે પાંચેય ઇન્દ્રિયની સાનુકૂળતા, યાદદાસ્ત ઘણી તેજ અને તીવ્ર, કુશાગ્ર બુદ્ધિ, આહાર-વિહારમાં ચુસ્તપણે સંયમી, અને અનુભવજ્ઞાન ઘણું ઉચ્ચ કક્ષાનું હતું,
વયેવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ-પર્યાયવૃદ્ધ નિર્મળ સંયમી પૂ. મણિશ્રીજી મહારાજનો દિવ્યપૂંજ આત્મા ૭૩ વર્ષનું વિશુદ્ધ સંયમ પાળીને ૯૮ વર્ષની વય પૂર્ણ કરીને સં. ૨૦૩૭ના આસો સુદ ૬, રવિવાર, તા. ૪-૧૦-૮૧ના રોજ સવારના ૧૧ ક. ૩૦ મિ. સંપૂર્ણ સાવધ દશામાં ગુરુમુખેથી સાર્થ પંચમહાવ્રતના આલાવા શ્રવણ કરતાં, આલાવા સ્વીકારના પ્રતિસાદ દેતાં નમસ્કાર મહામંત્રી શ્રવણ કરતાં અને સ્મરણ કરતાં જાતે બેસીને બે હાથ જોડીને સકળ સંઘને ખામેમિ સવ્વજીવે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org