SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૦ ૭ ચી ધે છે; સત્ય-અહિંસા-પ્રેમ-સદાચાર–સચ્ચારિત્ર જેવા ઉચ્ચતમ સંસ્કારોને ખજાનો જગત સમક્ષ ધરી તેને અમૂલ્ય વારસે મુમુક્ષુ જીવોને આપવા એ પ્રચંડ પુરુષાર્થ ખેડે છે; પ્રમાદની ઘોર નિદ્રામાંથી જાગૃત કરી ક્તવ્યના પંથે દેરી જવા માર્ગ દર્શન આપે છે અને અનેક જીને દિવ્ય જીવન જીવવાની કળાને અપૂર્વ બેધપાઠ આપી પિતાના જીવનની ઉજવળતા સાથે અન્યના જીવનને પણ ઉજજવળ બનાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નગરે શ્રેષ્ટિશ્રી નાગજીભાઈ ગગાભાઈ ને ત્યાં માતુશ્રી દિવાળીબહેનની કુક્ષિએ સં. ૧૯૩૯ના ફાગણ સુદ ૧૩ના પવિત્ર દિને ચારિત્ર્યનાયક પૂ. શ્રી મણિશ્રીજી મહારાજશ્રીને જન્મ થયે હતા. સંસારરૂપી અંધકાર ઉલેચવા સમ્યગ્દર્શનરૂપી પ્રકાશ પાથરનાર પુત્રીનું નામ મણિ રાખ્યું. તે કાળની યંગ્ય ગણાતી વયે ધ્રાંગધ્રાના કુલીન કુટુંબના શ્રી ડાહ્યાલાલ સાથે માતા-પિતાએ પાણિગ્રહણ કરાવ્યું હતું. સાધક આત્મા સંસારને રંગરાગમાં ખૂચે તે વિધાતાને મંજૂર ન હતું. સુંદર રળિયામણા સંસારના સુખાભાસ મૃગજળ સમાં લાગ્યાં. જન્મના સુસંસ્કારો, કુળની કુલીનતા અને કેળવણી. સંતના સમાગમથી મન વૈરાગ્યવાસિત થયું. આત્માના તેજપૂંજ દ્વારા હૃદયકમળને વિકસાવવા સહર્ષ ચારિત્રપંથે જવા તન-મન તદાકાર બની ગયું. સં. ૧૯૬૫ના પોષ વદ ૮ના શુભ દિવસે સાયલા મુકામે ૫. પૂ. મુનિરાજ શ્રી તિલકવિજયજી મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી, પૂ. સા. શ્રી ચંદનથીજી (મહવાવાળા) મહારાજનાં ચરણે જીવન સમર્પિત કરી દીધું. તપ-ત્યાગ, જ્ઞાન–ધ્યાન, વિનય–વૈયાવચ્ચ, ભક્તિમાં શક્તિ ફેરવી સંયમની સૌરભ ફેલાવવા લાગ્યાં. ગુરુકૃપા મેળવીને જૈનશાસનને જ્યવંતુ બનાવવા સાયલા શહેરથી મહાભિનિષ્કર્ણા શરૂ કર્યું. ગુરુનિશ્રાએ રહી અધ્યયન શરૂ કર્યા. પહેલું ચોમાસું વાંકાનેર, બીજુ મેરબી, ત્રીજું જામનગર, ચોથું મેરબી અને પાંચમું માણસા કયું'. સં. ૧૯૭૦માં માણસાથી કારતક સુદ પૂનમે ઉગ્ર વિહાર કરી ફાગણ સુદ પૂનમે શ્રી સમેતશિખરજીની યાત્રા કરી. પાછાં ફરતાં કાશી (બનારસ)માં છઠું ચોમાસું કર્યું. કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરી. સાતમું ચોમાસું મહેસાણા, આઠમું અમલનેર કરી શિરપુર પધાર્યા. શિરપુરથી માંડવગઢના રીપાલિત સંઘમાં પધાર્યા. ત્યાંથી વિહાર કરી માળવાનાં તીર્થોની સ્પર્શના કરી. નવમું ચોમાસું સુરત કરી પાટણ પધાર્યા. પાટણથી શેઠ નગીનદાસ કરમચંદના છરીપાલિત સંઘમાં કચ્છ-ભદ્રેશ્વરતીર્થની યાત્રા કરી સંઘ સાથે સિદ્ધગિરિજી અને રેવતગિરિજી (ગિરનાર)ની યાત્રા કરી. પુનઃ મારવાડ તરફ વિચરી કેશરિયાજી, મેવાડ, મેટી મારવાડ નાની મારવાડનાં તીર્થોની યાત્રા કરી આબુજી પધાર્યા. ત્યાર બાદ દસમું ચોમાસું ખંભાત કર્યું, અગિયારમું સાયલા, બારમું બટાદ, તેરમું મહુવા, ચૌદમું સુરેન્દ્રનગર, પંદરમું પાલીતાણા થયું, જ્યાં વનાળાના સમરતબહેન ગોવિંદજીને દીક્ષા આપી. સા. શ્રી રમણીકશ્રીજી નામે પિતાનાં શિષ્યા બનાવ્યાં. સેળયું મવા, સત્તરમું બટાદ, અઢારમું પાટણ, ઓગણીસમું ભાવનગર, વીસમું ચુડા, એકવીસમું પાલીતાણા, બાવીશમું બોટાદ, ત્રેવીસમું ભાવનગર, વીશમું પાલીતાણા, પચ્ચીસમું રાજકોટ, છવ્વીસમું સાવરકુંડલા, સત્યાવીસમું પાલીતાણા, અઠયાવીસમું ભાવનગર, ઓગણત્રીસમું બોટાદ, ત્રીસમું સાયેલા ચોમાસું ક્ય બાદ પૂ. ગુરુવર્ય શ્રી ચંદન શ્રીજી મ. સાહેબ અને ગુરુબહેન સૌભાગ્યશ્રીજી મહારાજની વૃદ્ધાવસ્થા અને બીમારીના કારણે એકત્રીસથી પાંત્રીસ ચોમાસા પાલીતાણ કર્યા. છત્રીસમું પાળિયાદ, સાડત્રીસમું વીછિયા ચોમાસું કરી પાળિયાદ પધાર્યા, જ્યાં મુમુક્ષુ સૂરજબહેન હરિચંદને દીક્ષા આપી સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી નામે પોતાનાં પ્રશિષ્ય બનાવ્યાં. આડત્રીસમું બોટાદ, ઓગણચાલીસમું તથા ચાલીસમું પાલીતાણું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy