________________
શાસનનાં શમણીરને ]
[ ૭૦૯ કહીને ખમાવતાં હાર્ટએટેકની દિવસની સામાન્ય બીમારીમાં સમાધિપૂર્વક ચતુવિધ શ્રી સંઘની નિઝામણ પામી પિતાના બાલુડા પરિવાર સમા શિષ્યા-પ્રશિષ્યાઓ સીવૃંદને નિરાધાર બનાવી અનંતની વાટે સિધાવી ગયાં. છેલ્લા ત્રણ દિવસથી પૂજ્યશ્રીની તબિયત અસ્વસ્થ હતી. હાર્ટની તકલીફ વધી ગઈ હતી એટલે સાધ્વીજી સમુદાયે તથા દર્શન–વંદનાથે આવતાં શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિવશ પૂજ્યશ્રીના શુભ નિમિત્તે વ્રત-તપ-તીર્થયાત્રા-સ્વાધ્યાય અને સુકૃતમાં સદ્વ્યય કરવા આદિના સંકલ્પ જાહેર કરતાં હતાં, જેની પિતે અનુમોદના કરતાં હતાં. પ. પૂ. ગણિવર્ય શ્રી અમ્યુદયસાગરજી મ. આદિ મુનિભગવંતોએ શ્રમણીર્વાદ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓએ અપૂર્વ કેન્ટિની અનુમોદનીય પ્રકારે નિર્ધામણા કરાવી હતી. ઉત્તમ પ્રકારની નિર્ધામણા ઝીલતાં મહત્તાશ્રીજીને જીવનદીપ બુઝાય. સૌના મુખમાંથી સરી પડ્યું, કે “ધન્ય જીવન, ધન્ય મૃત્યુ.” સંઘમાં સૌના પ્યારા બનીને નશ્વર દેહને ત્યાગ કરી અનંતની વાટે સિધાવતાં શ્રી સુરેન્દ્રનગર સંઘે એક મહાન શાસન-સિતારો ગુમાવ્યાને ખેદ વ્યક્ત કરી દિલગીરી અનુભવી.
દીર્ઘ ચારિત્રપર્યાયી સંચમધર મહત્તરાશ્રીના અનેક ગુણની અનમેદનાથે તથા ગુરુભક્તિ નિમિત્તે પ. પૂ. ગણિવર્યશ્રી અભ્યદયસાગરજી મ. સાહેબ આદિ મુનિવર્યોની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી ભક્તામર પૂજન, શ્રી શાંતિસ્નાત્ર સહિત અષ્ટાહ્નિકા મહોત્સવની સુરેન્દ્રનગરમાં ભવ્ય ઉજવણી થઈ તથા સાલાવાળા શાહ નાગજીભાઈ ગગાભાઈ સપરિવાર તરફથી સાયલા મુકામે શ્રી સિદ્ધચક્રપૂજન સહિત શ્રી પંચાહ્નિકા મહત્સવ નવકારશી જમણ સહિત ઊજવાયે. પૂજ્યશ્રીને સંસારી કુટુંબીજને સાયેલાવાળા નાગજીભાઈ ગગાભાઈ સપરિવાર તરફથી પૂજ્ય સાધ્વીજીશ્રીની ચિરસ્મૃતિ નિમિત્તે બહેનના ઉપાશ્રયના એક ભાગ માટે રૂા. ૨૦,૦૦૦ની માતબર રકમ તથા અન્ય સ્નેહી-સંબંધી ધર્મ પ્રેમી પુણ્યાત્માઓ તરફથી રૂા. ૩૦,૦૦૦ની માતબર રકમ ઐસંઘને અર્પણ કરી ઉપાશ્રયના તે ભાગને રાહુ, નાગજીભાઈ ગગાભાઈ સાગલાવાળા પરિવાર આયોજિત “સાધ્વીજી મણિશ્રીજી-રમણીકશ્રીજી શ્રાવિકા જૈન ઉપાશ્રય, સુરેન્દ્રનગર” નામ-સંસ્કરણ વિધિ શ્રીયુત પિટલાલ તથા ચંદુભાઈના વરદ હસ્તે કરવામાં આવી હતી.
શ્રદ્ધાના સુંદર અલંકાર, જ્ઞાનના પરમ તેજ અને સંયમની પરમ સુવાસથી શોભતા પૂ. ગુરુવર્ય શ્રી જન્મદાત્રી માતાથીએ અધિક ઉપકારી છે. તેમના અનંતાનંત ઉપકારની સમૃતિ સદાય મનને ભીંજવી જાય છે. જે ગુરુદેવે સંસારના છક્કાયના કુશમાંથી બહાર કાઢી દીક્ષા આપી, સંયમમાં સ્થિરતા માટે આવશ્યક જ્ઞાન આપ્યું અને તેથી વિશેષ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવીને સંયમ-આરાધનામાં જેમ પ્રગટાવ્યું, તેજ પ્રગટાવ્યું, એવા પરમતારક પરમપાસ્ય ગુરુદેવ સ્વ. પ. પૂ. મણિશ્રીજી મ. સા. (સાયલાવાળા)ને અમર આત્માને કેટિશઃ કેટિશઃ વંદનાવલિ.
–સા. સૂર્યપ્રભાશ્રીજી, હર્ષ પ્રભાશ્રીજી આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org