________________
[ શાસનનાં શ્રમણીરને આરાધનાની અનુમોદનાથે બે લાખને સ્વાધ્યાય પોતે કરશે એમ જણાવ્યું. ત્યારે તેઓ અત્યંત પ્રસન્નતા પામ્યાં અને પૂજ્યશ્રીને એ વાત જણાવી કે, “આપ મને એવા આશીર્વાદ આપે કે મરણની છેલ્લી ક્ષણે મને સંપૂર્ણ સમાધિ મળે અને ભવોભવ જિનશાસનનું તથા આપ જેવા સદ્દગુરુનું શરણ મળે !”
સમાધિ અને સદ્ગતિ માટે અંત સમયે પિતાના સંસારી પુત્રોને પણ બોલાવવાની ના પાડી. મહા સુદ ૧૨ ની રાત્રે જ આવશ્યક સુધીનું પ્રતિક્રમણ કર્યા બાદ જીવનજ્યોત છેલે ઝબકાર કરી રહી ત્યારે પણ નજીકના ઉપાશ્રયમાં રહેલા (પિતાના સંસારી પતિદેવ) પૂ. મુનિરાજશ્રી જયચંદ્રવિજયજી મહારાજને બોલાવવાનું પણ સૂચન ન કર્યું. સતત નવકાર મંત્ર સંભળાવવાનું કહેતાં રહ્યાં. સ્વયં “નમો અરિહંતાણું અને વિરલ ધ્વનિ ઉચ્ચારતાં રહ્યાં અને એ વનિમાં જ સમાધિલીન બન્યાં.
આમ, સાધુતાના આદશોને સાચા અર્થમાં શોભાવી ગયેલાં સાધ્વીવર્યાશ્રી પદ્મયશાશ્રીજી મહારાજને તપઃપૂત અને સંયમપૂત આત્માને અનંતશઃ વંદના !
પૂ. સાધ્વીશ્રી વિમળયશાશ્રીજી મહારાજ જન્મ : સંવત ૨૦૧૬, એડન. સંસારી નામ : વર્ષાબહેન. પિતા : શાંતિલાલ સોમચંદ મહેતા. માતા : હંસાબહેન. દીક્ષા : શ્રી સિદ્ધક્ષેત્ર તીર્થક્ષેત્ર પાલીતાણામાં, સં. ૨૦૩૦ જેડ શુ. ૧૩. ગુરુ : પૂ. સા. શ્રી અતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વડી દીક્ષા : સં. ૨૦૩૦ અ. શુ. ૧૦ પાલીતાણામાં. અભ્યાસ : દશ વૈકાલિક સંસ્કૃત બુક. તપસ્યા : અઠ્ઠાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org