________________
શાસનનાં શ્રમણીર ] નાંખીને ૩૬ ઓળીનું આરાધન! આવા દીર્ઘકાલીન તપ સાથે સમતા અને ક્ષમા એમનાં સદાનાં સંગીની! એવાં ગુરુણ સા. શ્રી પદ્મયશાશ્રીજીને શિરછત્ર રૂપે પ્રાપ્ત થયા તે મેટું સદ્ભાગ્ય !
સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૪ ને દિવસે સંયમી બનેલા પિતાના સંસારી પતિદેવ મુનિરાજ શ્રી જયચંદ્રવિજયજી મહારાજની સંયમ-સાધનાને નિહાળતાં સો. પ્રફુલતાબેનનું હૃદય પણ વૈરાગ્યવાસિત થયું. એમાં પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજના ડભેના ચાતુર્માસમાં સતત સસંગથી વૈરાગ્યનો રંગ એરમજીડ શો અભંગ બની ગયેલ અને વિ. સં. ૨૦૨૩ના વૈશાખમાં પાલીતાણા મુકામે સાવજીવન અંગીકાર કર્યું.
દીક્ષા લીધા બાદ તેઓશ્રી વિશેષતઃ પિતાના ગુરુદેવશ્રીની સેવાભક્તિમાં એકરસ બનતાં ગયાં, પરંતુ તેમના સ્થૂળ દેહને લીધે યોગ્ય વૈયાવચ્ચ કરી શકતાં ન હતાં. એથી પરિસ્થિતિ ઊલટી બનતી કે, તેમનાં ગુરુ શ્રી જિનેન્દ્રશ્રીજીને તેમની સેવા–વૈયાવૃત્ય કરવા પડતાં. વિહારમાં પણ શ્રી પાયશાશ્રીજીને બે કિલોલીટરનો પંથ કાપતાં એક-દોઢ કલાક પસાર થઈ જતે. તેમ છતાં પૂ. ગુણી તેમનો સાથ-સથવારે છેડતાં નહિ. એટલું જ નહિ, તેમની ચિત્તની પ્રસન્નતા નંદવાતી પણ નહિ. જીવનની છેલ્લી ક્ષણ સુધી શ્રી પદ્મયશાશ્રીજીને સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજમાં “મારા ગુરુદેવ” તરીકે પ્રશસ્તભાવ હતો અને સા. શ્રી જિનેન્દ્રશ્રીજીની પણ શિષ્યા પરત્વેની દેખભાળ અવર્ણનીય હતી. શિષ્યની શરણાગતિને ભાવ સા. શ્રી પદ્મયશાશ્રીજીમાં અચૂક જોવા મળતા. ગુરુને શરણાગત-વાત્સલ્યભાવ સા. શ્રી જિનેન્દ્રશ્રીજીમાં અવશ્ય જોઈ શકાતો. એ રીતે આ “ગુરુશિષ્યાની જોડલી સાચા અર્થમાં “વિરલ” કહી શકાય તેવી હતી. શ્રી અંતરિક્ષજી તીર્થના ચાતુર્માસ વખતે ૫. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજના વાણીપ્રભાવે બંનેની ભાવનાને વધુ બળ મળ્યું હતું.
સં. ૨૦૪૧ ના ચાતુર્માસમાં સા. શ્રી પદ્મયશાશ્રીજીને કેન્સર ” નું નિદાન થતાં સુરતમાં મહાવીર હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનો નિર્ણય થયો. ઑપરેશન ગંભીર હતું. શું થાય, તેનો ભરોસો ન હતો. પૂ. સાધ્વીજીના ડભઈ, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને મુંબઈમાં રહેતાં અનેક કુટુંબીજનો ઉપસ્થિત થઈ ગયાં. પૂ. પંન્યાસજી મહારાજ આદિ પણ પૂ. સાધ્વીજીને સમાધિનું બળ અપવા ઉપસ્થિત થયાં. તેઓની ચાથે સમાધિપ્રદ વાર્તાલાપ, ક્ષમાપનાદિ ક્ય. આ દશ્ય જોઈને ઘણાની આંખો સજળ બની. અનેક કુટુંબીજનો વચ્ચે પૂ. સાદવજી ઊભા થઈને મક્કમ પગલે ઑપરેશન ટેબલ સુધી પહોંચ્યાં. ડે. વાડેકરની કુશળતા અને પૂજ્યશ્રીને પુણ્યોદય કામ કરી ગયો અને ઓપરેશન સફળ થયું. અને ત્યાર બાદ દેઢેક વરસને સમય સ્વસ્થતાપૂર્વક પસાર થયો. પરંતુ વિશેષ વિહાર કરવા અસમર્થ બન્યાં ત્યારે નવસારીના ટ્રસ્ટીગણના આગ્રહથી છેલ્લાં બે ચાતુર્માસ ગુરુશિષ્યાએ ચિંતામણિમધુમતીના ઉપાશ્રયે કર્યા.
સં. ૨૦૪૩ ના દિવાળી આસપાસ તબિયત વધુ બગડી. કેન્સર હવે વધુ પ્રસરી ગયું હતું. અલ્સર અને પથરીના રોગ પણ થયા હતા. તેમ છતાં પૂજ્યશ્રીનો સંયમયેગ જરા પણ શિથિલ થયો નહિ. મનમાં અદ્ભુત સમાધિ ધારી રહ્યાં. પિતા દેહ હવે વધુ સમય વિદ્યમાન રહેનાર નથી, એમ જાણીને પૂજ્યશ્રી બાહ્ય મમત્વથી નિરંતર દૂર રહેતાં. સગાંસંબંધીઓને ધર્મકાર્યમાં-સવિશેષ જીવદયાનાં કાર્યોમાં સજાગ રહેવાનું જણાવતાં. મૃત્યુના પંદરેક દિવસ પૂર્વે પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજ્યજી મહારાજ તેમને સંભાળવા આવ્યા, ત્યારે પૂજ્યશ્રીએ તેમની સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org