SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ [ શાસનનાં શ્રમણીરત્નો સમર્થ સાધિકા પૂ. સાધ્વી શ્રી અધ્યાત્મકલાશ્રીજી મહારાજ પૂ. સાધ્વી શ્રી ચારપ્રજ્ઞાશ્રીજી મહારાજનાં સંસારી બહેન અરુણાનો જન્મ સં. ૨૦૧૦માં થયો હતો. મોટીબહેનને પગલે એમણે પણ સ્વ-પર-કલ્યાણનો માર્ગ સ્વીકાર્યો. વિ. સં. ૨૦૩૩ માં પૂ. પંન્યાસશ્રી નંદિવર્ધનસાગરજી મહારાજના વરદ હસ્તે શિહેર મુકામે દીક્ષા ગ્રહણ કરી અને પૂ. ગુરુણ શ્રી હંસકલાશ્રીજી મહારાજનાં શિષ્યા રૂપે શ્રી અધ્યાત્મકલાશ્રીજી નામે જાહેર થયાં. દિક્ષા લઈને પૂજ્યશ્રી તપ-આરાધનામાં લીન થઈ ગયાં. ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ, ધર્મચક તપ, ૨ અટૂઈ ૯-૧૧ ઉપવાસ વગેરે તપશ્ચર્યા દ્વારા શાસન પ્રભાવના પ્રવર્તાવી રહ્યાં છે. એવા એ પુણપ્રભાવી શ્રમણીરત્નાને તાઃ વંદન ! સમર્થ સાધક પૂ. સાધ્વી શ્રી અભયપ્રજ્ઞાશ્રીજી મહારાજ પૂના મુકામે પિતા લક્ષ્મીદાસ અને માના ચંદ્રાવતીબહેનને ઈ. સ. ૧૯૬૩માં એક પુત્રીરત્ન પ્રાપ્ત થયું. માતા-પિતાએ નામ રે ! આપ્યું. વય વધતાંની સાથે સાથે રેખાબહેનની ધાર્મિક વૃત્તિને પણ વિકાસ થતા રહ્યા. અને આખરે સંયમ સ્વીકારવાની ભાવનામાં પરિણમ્યુ. વિ. સં. ૨૦૩૮માં માલેગાંવ મુકામે પૂ. શ્રી વિદ્યાનંદવિજયજી મહારાજના વરદ હસ્તે રેખાબહેનની દીક્ષા થઈ. પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજનાં શિધ્યારૂપે સાધ્વીશ્રી અભયપ્રજ્ઞાશ્રીજી નામે ઘોષિત ૦ આયંબિલ, ૧૬ ઉપવાસ, ધમચકતપ, સિદ્ધિતપ, ને અડ્ડાઈ આદિ તપશ્ચર્યા કરી છે. સાધના-આરાધનામાં રત રહીને પૂજ્યશ્રી શાસનને જયકાર પ્રવર્તાવી રહ્યાં છે. એવાં સમર્થ સાધક સાધ્વીરત્નાને શતઃ વંદના ! – -પર-કલ્યાણકારી, પરમ આરાધક પૂ સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ સમસ્ત ચૌદ લોકમાં જે કંઈ સારભૂત ગતિ હોય તો તે માનવગતિ. અને માનવજીવનનો કઈ સાર હોય તે તે સંયમજીવન અને સંપૂર્ણ સંયમજીવનનો સાર હોય તે તે મૃત્યુ સમયે અદ્ભુત સમાધિ! આવા અદભુત સમાધિમરણને પામીને સંયમજીવનનું સાફલ્ય સાધી જનારાં સાવીજી શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ હતાં. પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજીને પરિચય પામતાં પહેલાં તેમનાં બાલબ્રહ્મચારી ગુણ સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજની આછી ઝલક પામવી રહી. મેં પર સદાય સૌમ્ય ભાવ અને સદાય પ્રસન્ન વદન ! જીવનમાં વર્ધમાન તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરીને પુનઃ વર્ધમાન તપને પાયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy